સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નવી પેઢી – 3 : ભજમન નાણાવટી – લઘુકથા અભિયાન

લઘુકથા અભિયાન

મૂળ આરંભ

“ચંપકલાલ મારફતિયા” ધીરધાર  પેઢીના માલિક ચંપકલાલ યુવાન  વયે મૃત્યુ પામ્યા અને તેમની પાછળ પત્ની ચંપાબેન અને બે વર્ષના સત્યેન્દ્રને એકલા મૂકતા ગયા. ચંપાબેને પોતાને બે પૈસા મળતા રહે; એમ ગણીને મુનીમ સૂર્યપ્રસાદને ધંધો ચાલુ રાખવા વિનંતી કરી.

ઓછું ભણેલા પણ ગણેલા મુનીમજીએ તેમની કલ્પનાશીલતાથી ધંધાને વિકસાવ્યો. જુદા જુદા ધંધામાં વૈવિધ્યકરણ કરીને “ચંપકલાલ મારફતિયા”ના નામ ને  શહેરમાં એક ઊંચા મુકામ ઉપર પહોંચાડી દીધું.

બરાબર ત્રેવીસ વર્ષ  પછી સત્યેન્દ્રે MBA( FINANCE)  કરીને પેઢીમાં પગ મૂક્યો. બધા ચોપડા અને ધંધાની રીતભાત જોઇને તે તરતજ એક ફેસલા ઉપર આવ્યો.

———————————-    હવે વાંચો વધુ એક શક્ય અંત….

સત્યેંદ્રે મુનિમ સૂર્યપ્રસાદને પોતાની કેબીનમાં બોલાવ્યા અને એક કવર આપ્યું.

“કાકા, આવો. આ અજય મહેતાને મળો. તે હવે મારફતિયા ગ્રુપના કંપની સેક્રેટરી છે. આપણે હવે કંપનીના માળખામાં ફેરફાર કરીને લીમિટેડ કંપની બનાવીએ છીએ. એક સલાહકાર મંડળ (બૉર્ડ ઑફ ડાયરેક્ટર્સ ) ની રચના થશે. તમે તેમાં એક ડાયરેક્ટર તરીકે હવેથી ફરજ બજાવશો. છ મહિના પછી આપણે મારફતિયા ગ્રુપને પબ્લિક લિમિટેડ કંપનીમાં ફેરવવાના છીએ. જર્મનીમાં જે કંપનીમાં તમારો રાજેશ એંજિનીયર છે તે જ કંપનીના ટેકનિકલ સહયોગથી સાણંદ પાસે નવો પ્લાંટ નાખવાના છીએ અને આ પ્લાંટના જનરલ મેનેજર તરીકે રાજેશ કાર્યભાર સંભાળવાનો છે. અને હા, કવરમાં તમારી આજ સુધીની સેવાની કદર રૂપે એક નાનકડો ચેક અને નવી કંપનીના તમારા નામના શેર છે.”

- ભજમન નાણાવટી

About these ads

5 responses to “નવી પેઢી – 3 : ભજમન નાણાવટી – લઘુકથા અભિયાન

  1. arvind adalja April 26, 2010 at 3:13 am

    વાર્તાનો સરસ રીતે અંત લાવ્યા ! બહ્તુ ખુબ ! મજા આવી !

  2. nilam doshi April 26, 2010 at 6:19 am

    પોઝીટીવ વળાંક… ગમ્યો…

  3. dinesh vakil April 27, 2010 at 12:54 pm

    ભજમનભાઈ,
    નેનો વાર્તા સાથે નેનો કારના પ્લાન્ટની વાત
    લાવીને સરસ વળાંક લાવી દીધો..
    મુનીમના રાજેશને ગોઠવીને કૌટુંબિક ભાવનાનો
    સેતુ ગોઠવી દીધો..
    વાર્તા વાંચતા વાંચતા લાગેછે કે..
    ખરેખર.. તુંડે ડુંડે મતી ભીન્ના કેવા
    કેવા હોય છે?
    અભિનંદન..
    દિનેશ વકીલ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 369 other followers

%d bloggers like this: