પ્રેરક જીવનપ્રસંગો, સત્યકથાઓ અને લેખો
અમેરીકા પ્રશ્નોત્તરી – ૭
Posted by
સુરેશ on
January 25, 2012
પ્ર -
- અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો (પહેલી પેઢી, બીજી પેઢી અને ક્દાચ ત્રીજી પેઢી પણ). ભારતને યાદ કરે એ તો સમજાય, પરંમ્તુ ત્યાં જુદા જુદા પ્રદેશોમાંથી આવેલા ભારતીયો વચ્ચેના સંબંધો કેવા છે?
સુ
- મોટા ભાગે લોકો પોતપોતાના વર્તુળોમાં જ ભળતા હોય છે. ગુજરાતીઓ, બંગાળીઓ, આન્ધ્રના લોકો, તામિલ .. એવા ચોકા અહીં બહુ જડબેસલાક હોય છે. પણ આ પહેલી પેઢીના માટે જ, બીજી અને ત્રીજી પેઢી મોટા ભાગે અમેરિકન વધારે હોય છે ; અને આવા વર્તુળોમાં ઓછા ભળે છે. દરેક જગ્યાએ ભારતીય મંડળો હોય છે ; પણ તે પ્રાદેશિક જૂથો જેટલા સક્રીય નથી હોતા. ન્યુયોર્ક કે એલ.એ. જેવા વિસ્તારોમાં કદાચ આમ ન હોય ; પણ ત્યાંય પ્રાદેશિક જૂથોનો પ્રભાવ વધારે હોય છે.
ચિ
- આફ્રીકા કે ગયાના/ત્રીનીદાદથી આવેલા ભારતીયો માટે ભારત એમની ભુમી નથી રહી. એ લોકો એમના નવા વતનને ચાહે છે અને ત્યાંની જ યાદ દીલમા રાખે છે.
પ્ર.
- ભારતીય લોકો અને શ્વેત, કે અશ્વેત અને કલર્ડ પ્રજા વચ્ચે સંબંધો કેવા છે?
સુ
- બીજી અને ત્રીજી પેઢીના ભારતીય મૂળના લોકોને બાદ કરીએ તો; પહેલી પેઢીના લોકોના ગોરા, કાળા અને બીજી પ્રજાઓ સાથેના સંબંધો વ્યાવસાયિક જરૂરિયાત માટે વધારે હોય છે. બહુ ઓછા વ્યક્તિઓ મળશે કે જે, બીજા લોકો સાથે મૂક્ત રીતે ભળતા હોય. પણ એટલું જરૂર છે કે, કોઈ તનાવ વાળા સંબંધો અમેરિકામાં મોટા ભાગે જોવા મળતા નથી. સૌ પોત પોતાનામાં જ મશગૂલ હોય છે.
- આથી જ અમેરિકા ‘ મેલ્ટિંગ પોટ’ કહેવાય છે. બીજી પેઢીમાં દુનિયાના બધા પ્રદેશોમાંથી આવેલા લોકોમાં મોટા ભાગના ફરકો ઓગળી જતા જોવા મળે છે. આખી દુનિયાના લોકો સાવ નાની જગ્યાઓએ પણ જોવા મળે છે; પણ અમેરિકનતા એમની વચ્ચેના તફાવતોને અતિક્રમી જાય છે.
ચિ
- બીજી પ્રજા ભારતીયો પ્રત્યે માન, ઇર્ષ્યા અને પરાણે રાખવો પડતો સમ્પર્ક એમ બધી રીતનુ વલણ ધરાવે છે. ભારતીય લોકો શ્વેત પ્રત્યે અહોભાવ, અશ્વેત પ્રત્યે તીરસ્કાર અને પીળી પ્રજા પ્રત્યે સમાંતર અંતરનું વલણ ધરાવે છે. અપવાદ જો કે દરેક સમ્બંધમા હોય છે, પણ મોટેભાગે મારો અનુભવ આગળ લખ્યા મુજબનો છે.
Like this:
One blogger likes this post.
વાચકોના પ્રતિભાવ