ગદ્યસુર

પ્રેરક જીવનપ્રસંગો, સત્યકથાઓ અને લેખો

૧૦૯મા વર્ષે અડીખમ

     અમારા ઘરથી ચાલતા જવાય એટલા અંતરે રહેતા અને અમારા સ્થાનિક ‘ભજન મિલન’ ગ્રુપના સભ્ય શ્રી. વિનુભાઈ સોની હમણાં જ ગુજરાતની બે મહિનાની મુલાકાત લઈને પાછા આવ્યા.  ત્યાં હતા ત્યારે તેમના મૂળ વતન – આણંદની નજીક આવેલા સામરખા ગામ ગયા હતા; અને ત્યાં રહેતાં તેમનાં માતુશ્રી કમળાબેનની, ભજન રાખવાની ઇચ્છા પૂરી કરી હતી.

     આ પ્રસંગને અનુલક્ષીને ‘ દિવ્ય ભાસ્કર’ ની ખેડા-આણંદ આવૃત્તિમાં તા. ૨૯, નવેમ્બર -૨૦૧૧ ના રોજ એક સચિત્ર અહેવાલ પ્રગટ થયો હતો.

     એ અહેવાલમાંથી થોડાંક ટાંચણ વડે, ૧૦૯ વર્ષેય અડીખમ એવાં આ

અજોડ મહિલાકમળાબેન વ્રજલાલ સોની

ને બીરદાવતાં અત્યંત આનંદ થાય છે.

…..

જન્મ –  ૧૫, જુલાઈ- ૧૯૦૨

[ હાલ તેમના ૫૨ વર્ષના પૌત્ર, બિપિનભાઈ અને તેમનાં પત્ની ભારતીબેન સાથે રહે છે. ]

સંતાનો – ચાર દીકરા, ચાર દીકરી

તેમના વિશે થોડુંક-

  • પાંચમી પેઢી સુધીનાં કુલ કુટુમ્બીઓનો વંશવેલો – ૫૦
  • માત્ર ગુજરાતી એક ચોપડી સુધીનું ભણતર. પણ આઠેય સંતાનોને ભણાવી ગણાવી, ઠેકાણે પાડ્યાં છે.
  • તેમના જમાનામાં સ્ત્રીઓ ઘરની ચાર દિવાલો વચ્ચે જ જીવન ગુજારતી હોવા છતાં, ગાંધીજી એમના ગામમાં આવ્યા ત્યારે તેમને જોવા/ સાંભળવા ગયાં હતાં. જોકે, તેમના પતિ વ્રજલાલ ભાઈ સક્રિય રીતે આઝાદીની લડાઈમાં સાથ આપતા હતા.
  • આઠ વર્ષ પહેલાં વિનુભાઈની સાથે ચાર વર્ષ અમેરિકામાં રહેવા આવ્યા હતા; પણ તેમને અમેરિકાનું જીવન અનુકૂળ ન આવતાં વતન પાછાં ફર્યાં હતાં.
  • આ ઉમ્મરે પણ પોતાનાં બધાં કામ જાતે જ કરે છે.
  • ક્યારેય દવાખાનાનો આશરો લીધો નથી. હાલ જોવા અને સાંભળવાની થોડીક તકલિફ છે, એટલું જ.
  • સમયસર, સાદું ભોજન, દેવ દર્શન,
  • સો રૂપિયે તોલો સોનું, આઠ આને શેર દૂધ, અને બે રૂપિયે શેર ઘી જોયેલાં છે.
  • બાજરીના રોટલા, ખીચડી, કઢી, અને મરી મસાલા વગરનું શાક – એમનો રોજનો ખોરાક છે.

કમળાબેનનાં વચનો

  • વિકાસ બહુ થયો છે; પણ સંસ્કૃતિ વિસરાઈ ગઈ છે.
  • લાજ, શરમ અને દયા ગાયબ થઈ ગયાં છે.
  • સારા સંસ્કારો અને ધર્મ/ઉપાસના જરૂરી છે.

2 Responses to ૧૦૯મા વર્ષે અડીખમ

  1. aataawaani January 29, 2012 at 4:31 am

    કમળા બેન પાસેથી સહુને પ્રેરણા લેવા જેવી છે.
    તેઓ તંદુરસ્તી સાથે દીર્ઘાયુષ્ય ભોગવે એવી મારી શુભેચ્છા ઓ

  2. અશોક મોઢવાડીયા January 29, 2012 at 3:00 am

    પરમ આદરણિય કમળાબહેનનાં ચરણોમાં વંદન.

    તેમનો ખોરાક અને તેમનાં વચનો આજની પેઢીને ખાસ શીખ લેવા યોગ્ય છે.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 112 other followers