ગદ્યસુર

Entries categorized as ‘ઓશો’

ફુલ – ‘ઓશો’

January 26, 2008 · 1 Comment

     બીજને ખબર નથી કે શું થવાનું છે. તેને ફુલ વીશે કાંઈ ખબર નથી. તે કદી કલ્પી પણ નથી શકતું કે, તે પોતે એક સુંદર ફુલ થવાની ક્ષમતા ધરાવે છે. મુસાફરી લાંબી છે અને તે શરુ નહીં કરવાનું હમ્મેશ સલામત હોય છે. કારણકે, તે રસ્તો  સાવ અજાણ્યો હોય છે અને કશાની કોઈ ખાતરી હોતી નથી. આવી કોઈ ખાતરી આપી પણ શી રીતે શકાય?

    બીજ તો સખત છે;  અને અંકુર બહુ કુમળો જ.  અને તેના અસ્તીત્વ માટે અનેક ભયો હોવાના જ.

    જીવનના ઝંઝાવાતો સામે લડવાનો, તેમને અવગણવાનો કે નકારવાનો કોઈ અર્થ જ નથી. એ બધા તો છે જ.  બીજનું આ બધામાંથી આપોઆપ પસાર થવું, એ તો એની નીયતી છે.

    ફુલની માફક, તમે જે બનવા સરજાયા છો; તે બનવાની હીમ્મત કેળવો.

- ઓશો

Categories: ઓશો