ગદ્યસુર

ભાગાકાર – એક લઘુકથા
દસ વર્ષના જયના ક્લાસમાં હવે ભાગાકાર શીખવાડે છે. સાંજે દાદા સાથે હોમવર્ક કરતાં જયે કહ્યું, “ મને ભાગાકાર નથી ગમતા.”

જયના સુઈ ગયા પછી, દાદા પોતાની મીલ્કતનું વીલ બનાવવા બેઠા અને મનમાં બોલ્યા,” મને ભાગ પાડવા નથી ગમતા.”

પ્રકરણ – 43 કાળઝાળ આગ
વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી

’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

ગોવાના નેસથી બે દીવસના અંતરે, નદીના નીચાણવાસમાં તે દીવસની સવારે સાવ અલગ જ નજારો હતો. ગોવાના નેસમાં છવાયેલી નીરાશા અને ભયની કાલીમાનો અહીં સદંતર અભાવ હતો.  સામા કીનારે કોઈ જ વીરોધ નડવાનો ન હતો; તેની ખાતરીથી આખી સેના થનગનતી હતી. ઉત્સાહ અને તાકાતના તરવરાટમાં સૈનીકો ઉછળતા અને કુદતા, વીજયગીતો ગાઈ રહ્યા હતા. દસ દસ તરાપાઓ નદીને પાર કરવા તલપાપડ બની નદીનાં મોજાંની સાથે હાલમ ડોલમ થતા હતા.

અને છેવટે બધી તૈયારીઓ પુરી થતાં, દસેય તરાપાઓ  તરતા મુકાયા. દરેક્ પર બખ્તરધારી છ જણા સવાર હતા. સામે છેડેથી કશોય પ્રતીકાર  ન થતાં, પહેલી વાર ખાનની સેનાના એક નાનકડા હીસ્સાએ નદી પાર કરી.

લાખાએ પહાડ જેવા ઉંચા અને ગોરા વાનના બે બંદીઓ જ જોયા હતા. પણ અહીં તો તેવા, જાડાં ચામડાંના બખ્તર અને શીરસ્ત્રાણ પહેરેલા સાઠ સાઠ જણા જમદુતની જેમ ઉભા હતા. દુર ઘાસમાં સંતાયેલા લાખાને કાળભૈરવ યાદ આવી ગયો. અહીં તો તેના દુતો જેવી લાગતી આખી સેના હાજરાહજુર હતી. અને એનાથી ઘણી મોટી આફત તો સામે કીનારે તરાપા પાછા વળે તેની રાહ જોઈ રહી હતી.

લાખાના   આખાયે શરીરમાં ભયનું લખલખું ફરી વળ્યું. જીવતે જીવ, સાક્ષાત કાળભૈરવના દરબારમાં પહોંચી ગયો હોય; તેવી અનુભુતી તેને થવા લાગી. ક્ષણીક મુર્છામાં તેને કાળભૈરવ આકાશમાંથી અટ્ટહાસ્ય કરતો અને સત્યાનાશનો બીહામણો ઢોલ વગાડતો ભાસ્યો. તેના તાંડવ નૃત્યમાં તેને આખી ધરતી કાંપતી લાગવા માંડી. ઉપરથી આગ ઝરતો સુર્ય જાણે ધગધગતો લાવા ઓકી રહ્યો તેમ, લાખાની આખી કાયા ગરમ લ્હાય બની ગઈ. તેનું થરથરતું શરીર પસીને રેબ ઝેબ બની ગયું.

કોઈ સંજોગોમાં લાખો આ જમદુતોની સામે બાથ ભીડી શકે તેમ ન હતું. લાખો ઘાસના બીડમાં મુઠીઓ વાળીને નાઠો. સામેની દીશામાં તેજ ગતીથી વાતો પવન તેની દોડને હંફાવતો હતો. તેની બધી તાકાત કામે લગાડવા છતાં, તે પુરતી ઝડપથી ભાગી શકતો ન હતો. તેને પુંછડું ઉંચું કરી, પગ પછાડતા રાક્ષસી પાડા પર સવાર થયેલો અને મોંમાંથી આગ ઓકતો કાળભૈરવ ખુદ તેનો પીછો કરી રહ્યો હોય તેમ લાગ્યું. એના મોંમાંથી લપકતી આગ તેને એક જ ઘડીમાં ભસ્મીભુત કરી દેશે તેમ  લાગવા માંડ્યું. સદભાગ્યે સામેથી વાતો પવન આ આગને તેની નજીક આવવા દેતો ન હતો. થોડીક જ ઘડીઓ અને કાળભૈરવ એક જ સપાટામાં તેના પ્રાણ હરી લેશે , તેમ લાખાને નીશ્ચીત લાગ્યું.

પણ ..

થોડેક દુર ભાગીને લાખો અચાનક ઉભો રહી ગયો. તેના મનમાં સો સો વીજળીઓ ત્રાટકે તેવો ઝબકારો થઈ આવ્યો. લાખાએ પોતાના પેટ પર ચુંટલી ખણી જોઈ. કાળભૈરવ તેને ડારતો ન હતો; પણ કાંઈક અગડં બગડં રસ્તો બતાવી રહ્યો હતો. સાદા સીધા અને થોડાક મુરખ જેવા  લાખાના મગજમાં કાળભૈરવના પ્રતાપે, વીચારોની વણઝાર વીજ ઝડપે ઉમટવા લાગી હતી.

કોઈક અજાણી શક્તીએ તેને ઉશ્કેર્યો. જાણે કે તે લાખો જ રહ્યો ન હતો. તે કાળભૈરવનો દુત બની ગયો હતો. તે નીચે બેસી ગયો અને શરીર પર ઓઢેલા ચામડાંમાં વીંટી રાખેલા બે ચકમક પથ્થર હાથમાં લીધા. આજુબાજુથી સુકું ઘાસ એકઠું કર્યું. આઠ દસ પ્રયત્ને ઘાસની નાનકડી પુળીમાં આતશ પ્રગટ્યો. તેણે ઘાસનો એક લાંબો પુળો એમાં ઉમેર્યો. આગ વધારે પ્રદીપ્ત બની. બીજો પુળો લઈ તેણે ઘાસના બીડમાં   થોડે થોડે અંતરે પલીતા મુકવા માંડ્યા. ઘાસ લીલું હોવાના કારણે આગ પકડતાં થોડીક વાર જરુર લાગી. પણ છ છ ફુટ ઉંચું ઘાસ અનેક જગ્યાએ સળગવા   લાગ્યું. લાખો થોડેક દુર ઉભો રહીને તેની આ નવી, હેરતભરી કામગીરીને નીહાળી રહ્યો.

સુસવાટા મારતા પવને હવે બાકીનું કામ સંભાળી લીધું હતું. પ્રચંડ આગની એક દીવાલ લાખાથી દુર અને દુર, ઓલ્યા કાળમુખાઓ તરફ મંથર ગતીએ ધસવા લાગી હતી. કાળભૈરવે લાખાને પોતાની ગોદમાં લીધો હતો. હવે તે તેનો પનોતો પુત્ર બન્યો હતો. સામી સેનાને ઝબે કરવા, એક અવનવી યુક્તી કાળભૈરવે તેને આ આપતકાળમાં સુઝાડી હતી. લાખો આનંદના અતીરેકમાં નાચવા અને  કુદવા લાગી ગયો.

સામેના સૈનીકો અને સરદારો તેમના તરફ સરકી રહેલી આગની દીવાલ જોઈ કીંકર્તવ્ય વીમુઢ બની ગયા. આગેકદમ કરવાના હુકમના સ્થાને નદીના પટમાં પીછેહઠ કરવાના હુકમો અપાયા.  નદીના પટમાં ઉભા ઉભા, બધા વકાસેલા મોંએ તેમની તરફ ધીમી ગતીએ સરકી રહેલી આ આપત્તીને નીહાળી રહ્યા. સામે પાર પહોંચી ગયેલા ખાલી તરાપાઓ ફરીથી ભરવાને બદલે ત્યાં પણ બધા આ નવો ફીયાસ્કો વીવશતાથી જોઈ રહ્યા. જ્યાં સુધી આગ ઠરી ન જાય; અથવા સામે પારના ઉતરાણના સ્થળેથી દુર જતી ન રહે, ત્યાં સુધી બધી પ્રવૃત્તી સ્થગીત કરી દેવી પડી.

ફરી વાર   ખાને પગ પછાડ્યા. ગુસામાં તેનો ચહેરો લાલચોળ બની ગયો. દુરંદેશીના ખજાના કેવા એ રાજપુરુષને તરત જ સુઝી આવ્યું કે, સામે પાર આગનો ભય દુર થાય તો પણ કોઈ શીકાર હાથ લાગવાનો ન હતો, તેની સેનાએ ધીકતી ધરા પર જ કુચ કદમ કરવાની હતી.

ખાને નીષ્ક્રીય બની, હાથ જોડીને ઉભેલા પોતાના સરદારોને હુકમ આપ્યો,” આપણે અહીં મંજીરાં વગાડતાં ઉભા રહેવાનું નથી. આગ દુર થઈ જાય પછી પણ સામે પાર ખાવા માટે કશો જ શીકાર આપણને મળવાનો નથી. સામા કીનારે, બધાં જાનવર આગથી ડરીને દુર દુર ભાગી ગયાં હશે. આપણા સૈનીકોને ખાલી ઉભા રહેવા કરતાં આપણા કીનારે શીકાર શોધી, જમવાની વ્યવસ્થા કરવામાં જોતરો.”

કાળભૈરવ ગોવાની વસ્તીના સહારે આવ્યો હતો. ખાનને માટે, પરાજયના ભાઈ જેવી, આ ઠીક ઠીક લાંબી નીવડે તેવી રુકાવટ હતી. સાણસા વ્યુહનું આ પાંખીયું એક બે દીવસ માટે થંભી ગયું હતું. નેસની  સ્ત્રીઓ અને બાળકોને સલામત જગાએ હીજરત કરી જવા માટે જરુરી સમય  જોગમાયાએ નહીં પણ કાળભૈરવે બક્ષ્યો હતો.

અને આ અભુતપુર્વ કામગીરીની ગોવાને ખબર આપવા, લાખો તેજ કદમથી નેસ તરફ પાછો વળ્યો.

પ્રકરણ – 42 સાણસા વ્યુહ
વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી

’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

લાખો અને તેનો સાથી નદીકીનારાના ઘાસમાં લપાતા છુપાતા, સામેના કીનારા પર મંદ ગતીએ સરકી રહેલા કીડીયારાંને અનુસરતા ગયા. બપોર થતામાં તો પડાવ નંખાયો. આટલા બધા માણસોનો ભોજન સમારંભ કાંઈ જેમ તેમ થોડો જ પતી શકે? ભોજન બાદની વામકુક્ષી પણ ખરી જ ને? અને થોડી વારમાં તો સુર્ય પશ્ચીમ દીશામાં ઢળવા માંડ્યો. સંધ્યાના રંગો બરાબર ખીલી ઉઠ્યા હતા. પશ્ચીમાકાશ લોહીયાળ રંગે રંગાઈ ચુક્યું. એની આરપાર લાલચોળ આંખ કરીને ઢળી રહેલો તામ્રવર્ણી સુર્ય લાખા અને તેના સાથીને  ડારી રહ્યો.

લાખાએ કહ્યું ,” આ સુરજની જેમ ખાનનો સુરજ પણ આથમી જશે.”

બન્ને આ મધુર કલ્પનાને વાગોળી રહ્યા. રાતનું અંધારું ઢળી વળ્યું; અને  બન્ને કીનારે સોપો ઢળી ગયો.

આમ જ બીજો દીવસ પસાર થવામાં હતો; ત્યાં લાખાને સામી પાર પાછા વળી રહેલા લશ્કરથી ઘણે દુર કાંઈક પ્રવૃત્તી જણાઈ. જેમ જેમ લાખો તેની નજીક આવતો ગયો; તેમ તેમ વીગતો સ્પષ્ટ થવા માંડી. થોડાએક માણસો કોતરોની વચ્ચેના એક ઢોળાવ પરથી મોટા તરાપા નદીકીનારે લાવી રહ્યા હોય, તેમ જણાયું. લાખો અને તેનો સાથી દોડીને તે જગ્યાની બરાબર સામે પહોંચી ગયા. થોડીએક વારમાં તો નદીકીનારે દસેક તરાપા એકઠા કરવામાં આવી દીધા હતા.

લાખાને તરત સમજાયું,” અરેરે! આ તો  નદીની આ બાજુએ આવવાનો દાવ ઘડાતો લાગે છે.” તેની આંખો ભયભીત બનીને કોડા જેવી થઈ ગઈ. એ બે એકલ દોકલ જણ કોઈ સંજોગોમાં આટલી  મોટી સંખ્યામાં તરાપા પર સવાર થઈને આવતીકાલે નદી પાર કરનાર સેનાનો મુકાબલો કરી શકે તેમ ન હતું.   કરાલ કાળ જેવો ખાન તેનો ત્રીજો સપાટો ફેરવવાનો ભયાનક દાવ ખેલી રહ્યો હતો.

તેણે તેના સાથીને કહ્યું,” હું અહીં છુપાઈને આવતીકાલે સવારે આ તરાપા પર નદી પાર કરનારાઓનો મુકાબલો કરવા કોશીશ કરીશ. પણ તું આ ખબર આખી રાત દોડતો રહીને ગોવાને આપી આવ. ક્યાંય સહેજ પણ રાતવાસો કરવા રોકાણો તો તને જોગમાયાની આણ છે.”

તેના સાથી જવાબ વાળ્યો,” લાખા! તું મને કાચી માટીનો ધારે છે? મારા જાનની પરવા કર્યા વીના મોંકાણના આ ખબર હું ગોવાને સવાર થતાંમાં જ પહોંચાડી ના દઉં , તો મારી માડીનો જાયો નહીં. પણ લાખા તું એકલે હાથે આટલા બધાનો સામનો શી રીતે કરી શકીશ? તું પણ મારી હારે જ આવે તો?”

લાખાએ તેનો બરડો થાબડ્યો અને કહ્યું ,” હું થોડીક વાર પણ એ લોકોને નદી પાર કરતાં રોકી શકું તો, આપણી વસ્તીને આ નવા ભયને પહોંચવાની તૈયારી કરવાનો સમય મળી જશે. માટે તું મારી ચીંતા કર મા અને ક્ષણનો પણ  વીલંબ કર્યા વીના નીકળી પડ.”

અને બીજે દીવસે સવારે તો ગોવા અને તેના સાથીઓને આ નવી આપત્તીની જાણ થઈ ગઈ. ખાનનો આ નવો પેંતરો ખતરનાક હતો. તેની સેનાનો મોટો ભાગ આ કીનારે આવી પુગવાનો હતો. એકલો લાખો તેનો કોઈ સંજોગોમાં મુકાબલો કરી શકે તે આકાશ કુસુમવત હતું.

ગોવાએ તેના બધા સાથીઓને એક્ઠા કર્યા; અને આ નવી આપદાનો શી રીતે મુકાબલો કરવો, તે માટે સલાહ સુચનો માંગ્યા. પાંચા જેવા પાંચાની  બુધ્ધી પણ બહેર મારી ગઈ હતી. જ્યાં સુધી બન્નેની વચ્ચે નદી હતી; ત્યાં સુધી પાંચાના શસ્ત્રોના સહારે બધા સહીસલામત હતા. તેમનો વાળ પણ વાંકો થઈ શકે તેમ ન હતું. પાંચો લમણે હાથ દઈ, નીચા મસ્તકે બેસી પડ્યો.

ગોવાએ વીહા તરફ નજર નાંખી. ઓછું બોલનાર પણ બહુ ઉંડી સમજવાળા વીહા માટે ગોવાને બહુ આદર હતો. ઉમ્મરમાં તે મોટો હતો; એટલું જ નહીં; પણ એની નજર કાળને પણ વીંધી દુરના ભાવીને પારખી શકતી.

વીહાએ નીરાશાજનક અવાજે કહ્યું ,” ગોવા! અત્યાર સુધી જોગમાયાએ આપણને સહાય કરી છે; પણ ઓણી ફેરી  ખાનનો સપાટો આપણને ખતમ કરી નાંખે તેમ છે. બે બાજુના સાણસામાં આપણે ફસાવાના છીએ, તે નક્કી છે.”

ગોવો કહે,” પણ એનો કોઈ ઈલાજ?”

વીહો, :” એમાં તો પાંચો કાંઈક વીચારી કાઢે તો.. પણ મને એક વાત બહુ જરુરી લાગે છે.”:

ગોવો,” શું?”

વીહો, ”આપણી સ્ત્ર્રીઓ અને બાળકોને સહેજ પણ ઢીલ કર્યા વીના, અહીંથી દુર, સલામત સ્થળે ખસેડી દેવાં જોઈએ. આ વીદેશીઓ નીર્દય છે. મહીનાઓથી સ્ત્રીસંગ વીના રહેવાના કારણે એ બધા ભુરાંટા બનેલા હશે. આપણી સ્ત્રીઓના  એમના હાથે બહુ ભુંડા હાલ થશે.”

ગોવાને આ નકારાત્મક વેણ પાછળ રહેલી વીહાની મનોવેદના સમજાઈ. તેણે તત્કાળ બધા નેસવાસીઓને એકઠા કર્યા અને સ્પષ્ટ રીતે કહ્યું.” વીહો બધી સ્ત્રીઓ અને બાળકોને બને તેટલો દુર લઈ જશે. સાથે દસેક બકરીઓ પણ લઈ જજો,“

રુપલી આ પ્રસ્તાવનો વીરોધ કરવામાં અગ્રેસર હતી. “ અમે લોકો તમને કાળના મોંમાં મુકીને શી રીતે ભાગી જઈ શકીએ ? જ્યાં તમે લોકો ત્યાં જ અમે ”

ગોવાએ સત્તાવાહી અવાજે કહ્યું,” રુપલી આ વાદ વીવાદ કરવાનો કે લાગણીશીલ બનવાનો સમય નથી. જમ પલકવાનો છે. બહુ મોટી સંખ્યામાં દુશ્મનનો આપણે સામનો કરવાનો છે. આપણાં બાળકોને આ સંકટમાંથી બચાવી લેવાનાં છે. એમનું જતન કરવાનું છે. અને તે કામ તમે સ્ત્રીઓ જ કરી શકશો. તમારી પોતાની સલામતી ખાતર નહીં પણ એમને ખાતર વીહો જે કહે છે; તે ભારોભાર અક્કલવાળી વાતને તમારે બધાંએ માનવાની જ છે.”

અને છેવટે બધાંની સમજાવટ બાદ રુપલી આ વાત સાથે મને કમને સમ્મત થઈ.

હીજરત માટે જરુરી બધો સામાન ભેગો કરવામાં આવ્યો અને છેવટે વીદાયની કપરી વેળા આવી પહોંચી. સૌ પોતપોતાની જીવન સંગીનીઓને ભેટ્યાં; અને બાળકોને વ્હાલભરી ચુમી ભરી બધાંએ ભારે હૈયે તેમના સ્વજનોને વસમી વીદાય આપી. અને હીજરતી કાફલાએ દખણાદી દીશામાં પારોઠનાં પગલાં ભર્યાં.

રુપલીએ છેલ્લી નજર તેના  પ્રાણપ્રીય ગોવલા પર નાંખી. હવે કદી એ ચાર આંખનું તારામૈત્રક ફરી યોજાવાનું ન હતું. એ આંખોની આડે આંસુઓનો પડદો ફેલાયેલો હતો અને એકબીજાનાં છેલ્લાં દર્શનને ધુંધળું બનાવી રહ્યો હતો. વીરહનો ન જીરવી શકાય તેવો ઓથાર એમનાં શેષ જીવન પર્યંત તેમનાં હૈયાં પર મણ મણનો પથરો બનીને ટીંગાયેલો રહેવાનો હતો. ન જીરવી શકાય તેવી એકલતા રોજના હુંફાળા સાથનું સ્થાન લઈ લેવા સર્જાઈ ચુકી હતી.

સવારના ઉજળા પહોરનો સુર્ય પણ ઘનઘોર, કાળાં ડીબાંગ વાદળોથી ઘેરાયેલો હોય તેવો ભાસતો હતો.  એક ચીબરી દુર ઝાડ પર અરણ્યરુદન કરી રહી. તેંનો વલવલાટ દુખી હૈયાંઓની વ્યથાને સુર આપી રહ્યો હતો.

અને ધીમે પગલે હીજરતી કાફલો દખ્ખણના ક્ષીતીજમાં અદ્રશ્ય બની ગયો.

પણ ખાનના નાગચુડ જેવા જલ્લાદ સાણસામાંથી અણમોલ રત્નો છટકી ગયાં હતાં.

વાણીયાનો અવાજ – એક લઘુકથા
રમેશ અને નરેશ બપોરના જમવાના સમય વખતે સખત ભીડ અને ઘોંઘાટ વાળા રસ્તા પર ચાલી રહ્યા હતા. બન્ને રસ્તાની બાજુએ આવેલા એક નાનકડા બગીચા પાસેથી પસાર થયા.

રમેશે અચાનક કહ્યું .” મને વાણીયાનો અવાજ સંભળાય છે. “ ( વાણીયો – નાનું જીવડું – cricket)

નરેશ,” તને કાંઈ ભ્રમ થયો લાગે છે. આટલા ઘોંઘાટમાં એવા નાના જીવડાનો અવાજ શી રીતે સંભળાય?”

રમેશ, “ ચાલ આ બગીચામાં જઈ ખાતરી કરીએ.”

બન્ને બગીચામાં પ્રવેશ્યા અને આશ્ચર્ય વચ્ચે, ફુલના એક ઝાડની આજુબાજુ બે ત્રણ વાણીયા ઉડાઉડ કરતા દેખાયા.  નજીક હોવાને કારણે એમનો અવાજ પણ હવે બરાબર સંભળાયો.

નરેશ તો આ માની જ ન શક્યો. તે કહે, “ તને આ શી રીતે રસ્તા પરથી સંભળાયું?”

રમેશ,” આપણે કોઈ પણ અવાજની અપેક્ષા રાખતા હોઈએ તો તે જરુર સંભળાય જ.

નરેશ ,” ગપ્પાં ન માર. “

રમેશ ,” જો , સાબીત કરી બતાવું.”

તેણે ફુટપાથ પર એક આઠ આની ફેંકી, આગળ ચાલતા બે ત્રણ જણે તરત સીક્કાનો રણકાર સાંભળી પાછળ જોયું અને તેમની નજર રગડતા સીક્કા પર તરત ગઈ.

મુળ અંગ્રેજી પરથી

સાભાર – શ્રી, દીપક પરીખ

આ વાત સાચી છે કે, નહીં તે ખબર નથી. પણ વીચાર જરુર સાચો લાગે છે. આપણને જે મનગમતું હોય તે જ આપણે સાંભળી કે સમજી શકીએ છીએ. બાકીનું બે કાનની આરપાર નીકળી જતું હોતું નથી?

પ્રકરણ – 41 : ખાનની પીછેહઠ
વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી

’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

ચાર દીવસ પછી સવારના પહોરમાં …..

કાળુનો સાથી સફાળો દોડતો ગોવાના વાડામાં પ્રવેશ્યો.  “ભાગી ગયા … ભાગી ગયા..” ચઢેલા શ્વાસે તે માંડ માંડ બોલી શક્યો.

બીજા હુમલામાં ખાનના આક્રમણને બુરી રીતે પરાસ્ત કરવા છતાં, ગોવાને નદીકીનારો સાવ રેઢો મુકવાનું યોગ્ય લાગ્યું ન હતું. આથી દુરંદેશી વાપરી, બે માણસોને તેણે દીવસ રાત, સામે કીનારે ચાલી રહેલી હીલચાલની ઉપર સતત  નજર રાખવા રોક્યા હતા. દીવસની ચોકી પતે ત્યારે નવા બે જણ નદીકીનારે આવી જતા. પણ આ ચાર દીવસ સામે કાંઠે ભેદી નીષ્ક્રીયતા વર્તાતી હતી. નવા કોઈ તરાપા બનાવવામાં આવ્યા હોય, તો પણ તે નદીકીનારે લવાયા ન હતા. દેખીતી રીતે મોરચો ઠંડો પડી ગયો જણાતો હતો.

તે દીવસે સવારે કાળુ અને બીજો જણ આ રીતે ચોકી કરતા હતા; ત્યારે કાળુએ  તેના સાથીને આ ખબર આપવા દોડાવ્યો હતો. આ ખબર જાણી બધા નદીકીનારે દોડી ગયા.

અને સાચે સાચ સામેનું માનવ કીડીયારું જે રસ્તે આવ્યું હતું, તે રસ્તે નદીના કીનારે કીનારે પાછું જઈ રહેલું દેખાયું. દેખીતી રીતે ખાને પીછેહઠ કરવાનો નીર્ણય લીધો હોય તેમ જણાતું હતું. ગોવા અને તેના સાથીઓ, સ્ત્રીઓ અને બાળકો આ નવતર ઘટના જાણીને હર્ષોલ્લાસમાં આવી ગયા. ભય હવે દુર થયેલો જણાતો હતો. લાખો તો ઢોલ વગાડી નાચવા લાગ્યો.

પણ ગોવાના મનમાં હજી ચેન ન હતું. તેણે કહ્યું ,” આપણે બે બંદીઓ પાસેથી  મળેલી માહીતીને ભુલવી ન જોઈએ. ખાન પાસે હજુ તો ઝડપથી દોડતા નવતર પ્રાણીઓ પર સવાર થયેલી સેના અકબંધ છે; જે હજુ સુધી આપણે જોઈ જ નથી. આટલી બધી તાકાત હોવા છતાં ખાન ખાલી હાથે પાછો જાય , તે મારા મનમાં બેસતું નથી. જરુર આમાં તેની કોઈ ચાલ હોવી જોઈએ.”

વીહા અને પાંચાએ આમાં સાદ પુરાવ્યો.

પાંચો કહે ,” ગોવા , આપણે એમ કરીએ. બે જણ આપણી બાજુએ નદીના કીનારે કીનારે  આ સેના શું કરે છે; તે જાણવા તેમની  ઉપર નજર રાખતા રહે; અને કાંઈ ભયજનક લાગે તો એક જણ આવીને આપણને ખબર આપી જાય. “

બધાએ સમ્મતીમાં ડોકાં ધુણાવ્યાં. લાખો અને બીજો એક જણ આ કામ માટે તૈયાર થઈ ગયા; અને નદીકીનારે ખાનની સેનાની સાથે સાથે ચાલવા માંડ્યા.

કલાકેક પસાર થયો અને મોટા ભાગની સેના સામેથી અદ્રશ્ય થઈ ગઈ. માંડ પચાસેક માણસો જ હવે સામે કીનારે રહ્યા હતા. ખાને નવા તરાપા  બનાવ્યા હોય તેમ જણાતું ન હતું. દેખીતી રીતે ત્રીજો હુમલો થવાના કોઈ ચીહ્ન જણાતાં ન હતાં. જોગમાયાના સતે મેદાનવાસીઓને  મદદ કરી હતી.  હવે શાંતીથી જીવન પુર્વવત બની જશે તેવી આશા બંધાઈ હતી.

વળી આ ચાર દીવસમાં ધીમે ધીમે, સરવરીયા ગામ અને બીજા ત્રણ ચાર નેસમાંથી વધારાની મદદ પણ આવી પહોંચી હતી. ઘુમતા ફરતા ડફેર લોકોમાંથી પણ થોડાક, ગોવાને મદદ કરવા આવી પહોંચ્યા હતા. ગોવાના સાથીઓની બે અદભુત જીતના સમાચાર બધે પહોંચી ગયા હતા. આ સમાચાર જાણી, ગોવાના મનમાં ઉપજેલો  અવીશ્વાસ દુર કરવાનું એમને મુનાસીબ લાગ્યું હતું. ગોવાની પ્રતીષ્ઠામાં વધારો થયો હતો. હવે ગોવા પાસે પચાસેક માણસો ભેગા થયા હતા.

તાબડતોબ આ નવી કુમકને ધનુષ બાણ ચલાવવાની તાલીમ આપવાનું કામ પાંચાએ હાથમાં લીધું હતું. રુપલી અને બીજી સ્ત્રીઓએ એમને જરુરી નવાં હથીયારો બનાવવાનું કામ ઝડપથી આટોપવા માંડ્યું. બધાંને માટે વાંસની સોટીઓનાં બખ્તર અને શીરસ્ત્રાણ પણ બની રહ્યાં હતાં. વીજયના કેફે ગોવાના નેસને પ્રમાદી બનાવ્યો ન હતો. કોઈ પણ નવા આક્રમણને પહોંચી વળવા બધા એકસુરે, એકતાલે કામગરા બન્યા હતા. નવા આવનારાઓ મોડા પડ્યાની ભોંઠપ દુર કરવા બમણો ઉત્સાહ પ્રદર્શીત કરી રહ્યા હતા.

પણ ટોળાંથી સ્વભાવવશ દુર રહેતો વીહો કોઈક જુદા જ અણસાર અનુભવી રહ્યો હતો. પહેલા હુમલા પછીની રાતમાં એને મળેલ ભવીષ્ય દર્શનને એ વીસરી શકે તેમ ન હતું. બે બંદીઓ ઉપર હવે સતત ચોકી રાખવામાં આવતી હતી; અને આ ચાર દીવસમાં એમની પાસેથી તેણે બેળે બેળે ઘણી માહીતી મેળવી હતી. ખાનના પ્રદેશની લાક્ષણીકતા, એમના રીવાજો, એમની રહેણી કરણી, આદતો, ધાર્મીક માન્યતાઓ, એ બધાં વીશે એને આછો આછો ખ્યાલ આવવા માંડ્યો હતો. એ લોકોનાં શીથીલ ચારીત્ર્ય સ્ત્રીઓ માટે બહુ મોટો ભય નીવડે તેમ વીહાને ખબર પડી ગઈ.  એના જાતભાઈ બહેનો માટે આ નવતર વીદેશીઓ બહુ ભયંકર ખતરા રુપ નીવડી શકે તેમ જણાતું હતું. ઘોડા નામના અત્યંત ઝડપથી દોડી શકતા જાનવર પર એ લોકો સવાર થઈ શકતા હશે; અને પગપાળા ચાલનાર કરતાં ઘણી ઝડપે  અંતર કાપી શકતા હશે; એ વાત નીશ્ચીત જણાતી હતી. જો એ ઝડપી સેના નદી પાર કરી આ બાજુ આવી જાય તો કોઈ સંજોગોમાં ગોવાના આ પચાસ જણ તો શું; પણ બધી વસ્તી ભેગી થઈ જાય તો પણ ખાનની જીત નક્કી હતી.

ફરી વીહાએ ઉંડો નીસાસો મુક્યો અને જોગમાયાને અંતરથી અરજ કરી કે, વસ્તીમાં પ્રવર્તમાન ઉત્સાહ અને હર્ષ ટકેલાં રહે; અને  લાખો એવા સમાચાર સાથે પાછો ફરે કે, ખાને ખરેખર પીછેહઠ કરી છે.

ઝાંપો અને પક્ષી – એક લઘુકથા
હેમીલ્ટન પુલ રીઝર્વ

વાર્તા – ૧

છેલ્લા કેટલાક દીવસથી વરસાદને કારણે ટ્રેલની હાલત ખરાબ થઈ ગઈ છે.

આથી આ રીઝર્વ પ્રવાસીઓ માટે બંધ છે.

ગેરકાયદે પ્રવેશ કરવા પર પ્રતીબંધ છે.

અમે ઓસ્ટીનથી બાર માઈલ કાર ચલાવીને, આશાભર્યા હેમીલ્ટન પુલ રીઝર્વ ખાતે પહોંચ્યા. રીઝર્વનો ઝાંપો બંધ હતો. તેની ઉપર ઉપરોક્ત નોટીસ લગાડેલી અમને વાચવા મળી.

અમારા ચહેરા તો દીવેલ પીધું હોય, તેવા થઈ ગયા.

‘હવે શું કરવું?’ તેની અસમંજસમાં અમે હતા; ત્યાં એક પતંગીયુ જાણે કે આ નોટીસ વાંચતું હોય તેમ, તેની ઉપર બેઠું અને અંદરની બાજુએ ઉડી ગયું.

થોડીક જ વારમાં એક પક્ષી આ નોટીસની એસી તેસી કરી, ઝાંપાની ઉપરથી અંદરની તરફ, બીન્ધાસ્ત ઉડી ગયું.

વાર્તા – ૨

અમે આ અવઢવને વીસારી, નીકળવાની તૈયારી કરતા હતા; એટલામાં એક વાનમાં એક દમ્પતી પણ ત્યાં આવી પહોંચ્યું.

એમણે પણ આ નોટીસ વાચી. તેમના ચહેરા પણ અમારા જેવા બની ગયા.

અમને થોડોક સંતોષ થયો.

અમે તો એ રીઝર્વ ન જોઈ શક્યા; પણ એના વીશે જાણવા અહીં ‘ ક્લીક’ કરો.

રીવરવોક અને બંધ બારી – એક અવલોકન
ઓસ્ટીનના સરસ મજાના રીવરવોકના લોખંડના એક બાંકડા ઉપર હું બેઠો છુ; અને મારી સામેની બધી ચહલ પહલ નીહાળી રહ્યો છું.

સામે, નદીની પેલે પાર ડાઉન ટાઉનની ગગનચુંબી ઈમારતો ખડી  છે – કોઈક વીસ માળની, તો કો’ક ચાળીસ માળની, તો કો’ક પચાસ માળની. સૌથી ઉંચી ઈમારત પર સ્વાભાવીક રીતે બધાંની નજર પડે; તેમ મારી નજર પણ ખેંચાય છે. એની આડી અને ઉભી, બધી  બારીઓ બંધ છે – સાવ નીષ્ક્રીય અને કોઈ ચેતન વીનાની. હું એ બારીઓની પેલે પાર શું ચાલી રહ્યું છે; તે જોઈ શકતો નથી. કદાચ ત્યાં કોઈ આતરરાષ્ટ્રીય કમ્પનીનો કરોડો ડોલરનો કારોબાર ચાલી રહ્યો હશે. કો’ક માંધાતાની કુશાંદે ચેમ્બરમાં તે અતી વૈભવશાળી ખુરશીમાં બેસી મ્હાલી રહ્યો હશે ; અને તેની ઘણે નીચે આવેલા પરીસરમાં સળવળતાં માનવ જંતુઓ જોઈ મુછમાં મલકી રહ્યો હશે.

એની આગળ નદી વહી રહી છે. એનાં પાણી હજારો વર્ષોથી આમ જ સતત  વહેતાં રહ્યાં છે. એમાં જાત જાતની અને ભાત ભાતની હોડીઓ આવન જાવન કરી રહી છે.

નદીની મારી તરફ રીવરવોક છે. એની ઉપર જાતજાતનાં અને ભાતભાતનાં લોકો – પુરુષો, સ્ત્રીઓ, બાળકો – ચાલી, દોડી રહ્યાં છે. કોઈક ધસમસતા સાઈકલ ચલાવીને જઈ રહ્યા છે. કોઈકની સાથે જાતજાતના અને ભાતભાતના કુતરા પણ છે.

લોખંડનો એ બાકડો સાવ નીર્જીવ છે. એમાં કોઈ જ ચહલપહલ નથી. એ તો એમનો એમ જ, સાવ જડ અવસ્થામાં પડેલો રહેવાનો છે. એમાં કોઈ પરીવર્તનને અવકાશ નથી. હા! હું મારી કલ્પના અને વીજ્ઞાનના થોડાક જ્ઞાનને સહારે, એના અણુ અને પરમાણુમા સતત ચાલી રહેલી ગતી  વીશે વીચારી શકું છું. પણ બાંકડો એ જાણે છે ખરો?

મારી નજર હવે એ બાંકડાની બાજુએ આવેલ ઝાડ પર પડે છે. એની ડાળીઓ મને શીતળ છાયા આપી રહી છે. એનાં પાદડા પવનમાં ફરફરી રહ્યાં છે. એના લીલાં પાન તડકામા તપતાં શ્વસી રહ્યાં છે; વ્રુક્ષનો જીવન રસ સતત બનાવી રહ્યાં છે. સુકી ભંઠ લાગતી એની ડાળીમાં ક્યાંક નવાંકુર ફુટું ફુટું કરી રહ્યો છે, થોડાક દીવસોમા એમાંથી કુંપળ ફુટશે અને નવી ડાળીનો કે કદાચ એક ફુલની કળીનો નવો નક્કોર જન્મ થશે.

પણ એ ઝાડ જોઈ શકતું નથી, સાંભળી શકતું નથી, સ્પર્શી શકતું નથી. એને કોઈ વીચાર પણ નથી આવતા. એ કશેય એક તસુ પણ  ખસી શકતું નથી. એની ચેતના બાકડાના લોખંડની ચેતનાથી થોડેક આગળ આવીને અટકી ગયેલી છે.

ત્યાં ગળે માલીકના પટાથી બંધાયેલો એક કુતરો દોડતો દોડતો અને મોંમાંથી જીભ બહાર લબડાવતો આવી પહોંચે છે. સ્વભાવવશ, કશીક મનગમતી ચીજને સુંઘતો, સુંઘતો અને આમતેમ આથડતો, તે મારા  પગને પણ સુંઘી લે છે. પણ માલીકના ઈશારાથી મને અવગણીને વીદાય લે છે.

કુતરાની ચેતના ઝાડની ચેતના કરતાં ઘણી જટીલ છે. તે જોઈ શકે છે; સાંભળી શકે છે; સુંઘી શકે છે; ચાખી શકે છે. કરડી અને ભસી શકે છે. તે ચાલી, દોડી, કુદી પણ શકે છે.

પણ તેની વીચાર શક્તી સીમીત છે.

આ બધું નીહાળતો હું કુતરા કરતાં ઘણું વધારે કરી શકું તેમ છું. મારી પાસે માણસને મળેલી મહાન દોલત – માનવ મન છે.

હું ધારું તો એ બાંકડાને તોડી ફોડી, ગરમ કરી તેના પુર્જાઓના અવનવા ઘાટ ઘડી શકું છું; તેને ભઠ્ઠીમાં ઓગાળી, તેના રસને બીબામાં ઢાળી સુંદર મુર્તી બનાવી શકું છું.

હું એ ઝાડને કુહાડી વડે કાપી, તેના લાકડામાંથી આગ પેદા કરી શકું છું. અથવા એના બીજ બીજે વાવી, એવાં અનેક ઝાડ ઘણે દુર, નવા જ કોઈ બગીચામાં ઉગાડી શકું છું.

હું તે કુતરાને અથવા એના જેવા બીજા અનેક કુતરા કે બીજા પ્રાણીઓને પાળી, મારો માલીકી ભાવ સંતોષી શકું છું.

મારી ચેતના કુતરાની ચેતના કરતાં અનેક ગણી ચઢીયાતી છે ; તેવો ગર્વ મારા મનમાં આકાર લેવા માંડે છે.

પણ ..

એમ ન હોય કે, મારાથી અનેક ગણું ચઢીયાતું કોઈક હોવાપણું એવી અપ્રતીમ ચેતના ધરાવતું હોય; જેના થકી એને કોઈ દેખીતા રંગ, રુપ, આકાર કે હોવાપણાંની જરુર જ ન હોય? જેને માનવ મનની કે અસ્તીત્વ અથવા અનસ્તીત્વની મર્યાદાઓ નડતી ન હોય? જે આ બધાંયની મ્હાંયલી પા અણુએ અણુમાં વ્યાપીને રહેલું હોય? જે આ બધાંયને હાલતાં, ચાલતાં, શ્વસતાં; કારણસર કે વીના કારણ, ધસમસતાં અને પ્રગટ અસ્તીત્વ વાળાં કરી દેતું હોય?

- પચાસ માળ ઉંચે આવેલી બંધ બારીની પેલે પાર બેઠેલા, પણ મારી આંખે ન દેખાતા માંધાતાની જેમ?

વૃક્ષ અને વેલી – ભાગ : 4
બહુ જ વંચાયેલા……. ભાગ -1 : ભાગ – 2 : ભાગ – 3

ફરી પાછો પાર્કમાં. એના એ પાર્કમાં નીત નવા રસ્તા થોડા જ મળે? એના એ જ જુના રસ્તેથી ચાલતો, એ જ વૃક્ષ પાસેથી પસાર થયો. આગળ જઈને એક બાંકડા પર શ્વાસ ખાવા બેઠો. પણ એકની એક વાત નવું શું અવલોકન આપે? માત્ર એટલો સંતોષ હતો કે, એ વૃક્ષ અને એ વેલીનો મારી ઉપર અનુગ્રહ કે, મને ત્રણ ત્રણ અવલોકનો લખવાની  પ્રેરણા આપી.

ત્યાં એક ગોરા વૃધ્ધ આવીને મારી બાજુમાં બેઠા. એ પણ મારી જેમ ચાલીને થાકેલા હતા અને પોરો ખાવા વેઠા હતા. સ્વાભાવીક રીતે આટલા નજીક અને નવરાધુપ ડોસલા હોવાના  નાતે અમે વાતે વળગ્યા. મારા મનમાં તો એ વૃક્ષ અને વેલી તરોતાજા છવાયેલાં જ હતાં; એટલે અકકર ચક્કરમાંથી મારી વાતમાં એ આવી ગયાં.

મેં મારાં અવલોકનોની વાત કરી. એમને તો એ વાતમાં બહુ રસ પડ્યો, વીષવેલની મારી ઉપમા તો એમને બહુ જ ગમી ગઈ.

તેઓ બોલ્યા,” ચાલ, મને એ વૃક્ષ બતાવ.”

બાંકડાથી ઘણી નજીક એ ઝાડ હતું. મેં તેમને એ બતાવ્યું, એ ખડખડાટ હસી પડ્યા, અને બોલ્યા,

” તારી કલ્પના બહુ જોરદાર છે; પણ આ વેલ પરોપજીવી વેલ નથી. એણે તો માત્ર ઉપર ચઢવા આ ઝાડ પર આધાર લીધો છે. જો એનાં પાંદડાં લીલાં કચ છે. એ પોતાનું ક્લોરોફીલ પોતે જ બનાવે છે. જો વેલ પરોપજીવી હોય; તો તેની ડાળી અને પાંદડાં  સાવ પીળાં હોય, એને બધો રસ કસ ઝાડમાંથી જ મળી રહે.”

અને એમણે તો આ બાબતનું એમનું વનસ્પતીશાસ્ત્રનું જ્ઞાન મને પીરસવા માંડ્યું.

એ જ્ઞાન આત્મસાત કરવા જેટલી મારી ક્ષમતા કે વૃત્તી નથી. પણ મારા અજ્ઞાનનું મને ઠીક ઠીક ભાન થઈ ગયું.

અને નવા વીચારો …

કોઈ પણ ઘટના બને એને આપણે આપણી રીતે જ મુલવવા ટેવાયેલા હોઈએ છીએ. આપણી મનોસ્થીતી જે પ્રમાણે હોય, તે પ્રમાણે જ આપણે વીચારતા હોઈએ છીએ. એને અતીક્રમીને સત્ય શું છે, તે જાણવું હોય તો પહેલાં તો અભણ થવું પડે! બધા વીચારવાયુઓને વીસારી દેવા પડે. અને પછી કોઈ તત્વજ્ઞ કે સંદર્ભગ્રંથનો આશરો લઈ કે ગુગલ મહારાજને સહારે જઈ; નીરપેક્ષ અન્વેષણ કરવું પડે.

[ અભણ થવા અંગે, વીચારતા કરી દે તેવા બે લેખ જરુર વાંચશો -  1  - : -  2  - ]

પણ આપણે તો?

તરત આપણા સીમીત જ્ઞાનના આધારે ન્યાયાધીશ બની જવા ટેવાયેલા હોઈએ છીએ.

આપણે જે માનીએ તે જ સાચું.

બીજું બધું અસત્ય – નરદમ જુઠાણું.

આ જ તો આપણા હોવાપણાની બાંધેલી, ન બદલાઈ શકે તેવી, પથ્થરની દીવાલ પર કોતરેલી  રીત છે. ( Fixed way of being)

હવે વેલીને કેવળ વીષવેલ તરીકે જોવાની મારી દૃષ્ટી બદલાઈ. જેને વીકાસ માટે આધારની જરુર છે, તેવા સમાજના નબળા વર્ગોના પ્રતીક તરીકે પણ આપણે તેને નીહાળી શકીએ.  .

અરેરે મનવા! વૃક્ષ અને વેલી – પરોપજીવી,  સ્વાશ્રયી કે આધારને માટે વલખાં મારતું કોઈ જીવન.

એમનું જીવન એ સૌ એમની રીતે જીવ્યે રાખે છે. સમાજમાં સત, અસત; સબળ, નીર્બળ તત્વો પરાપુર્વથી પેદા થતા જ રહે છે; પોતાનું જીવનકાર્ય પોતાની રીતે પુર્ણ કરે છે અને ભુતકાળમાં વીલીન થઈ જાય છે. અને સંસાર તો આગળ વધતો જ રહે છે.

પ્રગતી, અધોગતી, નવ સર્જન, વીનાશ, ઉત્ક્રાન્તી … આ બધાં રોલર કોસ્ટરની જેમ ઉપર તળે થયાં જ કરે છે. કોઈ પેગંબર, વીચારક, સમાજ સુધારક, ફીકસુફ, રાજકર્તા કે સેનાપતી આ ક્રમને આમુલ રીતે ઉથાપી શક્યો નથી.

આમ કેમ થાય છે? અથવા આનાથી   વધારે સારી રીત કે વ્યવસ્થા કેમ ન હોય? – એ બધા તર્કના, વાણી વીલાસના, અર્થહીન પ્રલાપ નથી વારુ?

અને તરત અવળચંડુ મન બબડી ઉઠ્યું , “ તો આપણે શું હાથ જોડીને બેસી રહેવું? સ્લમ ડોગને સ્લમમાં જ સબડવા દેવા? આપણું સમાજ તરફ કોઈ ઉત્તરદાયીત્વ જ નહીં? “

લો ત્યારે … મારા મનની આ વ્યથા અને દ્વીધાનું શું સમાધાન?

તમે કહેશો?

પ્રકરણ – 40 બીજો હુમલો
વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી

’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

ચાર દીવસ પછી ..

નદીની કોતરો તરફની બાજુ અણધારી પ્રવૃત્તીથી ધમધમી ઉઠી હતી. છ નવા તરાપા તૈયાર થઈને નદીના કીનારે લાંગરવાની રાહ જોઈને પડ્યા હતા. છ ગોરા સરદારો બાઈસનના ચામડાના બખ્તરો પહેરીને તૈયાર ઉભા હતા. બાર કોતરવાસીઓ આ નવા લેબાસ ધારણ કરવાની ગડમથલમાં પડ્યા હતા. એમણે આ લબાચાઓ સાથે તરાપા ચલાવવાની તાલીમ આ દીવસોમાં લઈ લીધેલી હતી. બીજા સૈનીકો પણ આ અભેદ્ય પહેરવેશ ધારણ કરી ઓલી ‘પા નવો હુમલો કરવા તલપાપડ હતા.

છેવટે બધી તૈયારી પુરી થતાં ખાન, જગ્ગો , ભુલો અને બીજા સરદારોની ટુકડી નદીકીનારે આવી પહોંચે તેની જ રાહ જોવાતી હતી. અને છેવટે એ બધા આવી પહોંચ્યા. એમની પાછળ, મને કમને ખેંચાતા, ઢસડાતા મુખીયા અને બાનો પણ હતા.

ખાને બધી તૈયારીનું જાતે નીરીક્ષણ કર્યું અને સંતોષમાં તેનું મુખારવીંદ ઝળહળી ઉઠ્યું. આ વખતે વીજય નીશ્ચીત હતો. ખાને જાહેર કર્યું,” સામેથી છોડાતાં તીર હવે આપણા કોઈ સૈનીકને ઉની આંચ આપી નહીં શકે. આ છ તરાપા સામે કાંઠે પહોંચે ત્યારે  એ લોકો કરતાં આપણી સંખ્યા છ ગણી હશે. એમને ઘેરી લઈ અથવા ભાગે તો એમનો પીછો કરી, છયે તરાપા તરત પાછા આવી જશે. અને બીજી ટુકડી રવાના થશે. આખા દીવસમાં આવા દસેક ફેરા કરી સામેની બાજુ પુરો કબજો આપણે જમાવી લેવાનો છે.”

ભુલાએ આ વક્તવ્યનું ભાષાંતર કોતરવાસીઓને સંભળાવ્યું.

બધાએ હર્ષનાદોથી આ જાહેરાતને વધાવી લીધી. બધા અપુર્વ ઉત્સાહથી થનગની ઉઠ્યા. ગોવાની અને સામે પારના મેદાન વાસીઓની વધતી જતી તાકાત અને સમૃધ્ધીને જબરદસ્ત લપડાક પડવાની હતી.

અને છેવટે જેની બહુ રાહ જોવાઈ રહી હતી, તે બીજો હુમલો અમલમાં મુકાયો. છ તરાપાઓએ ધીમી ગતીએ નદીકીનારેથી સામેની તરફ પ્રયાણ આદર્યું.

સામેની પાર ચોકી માટે ઉભેલા કાળુ અને લાખાએ અગમચેતીનો ઢોલ ક્યારનો ય પીટ્યો  હતો. ગોવાના ચારેક સાથીઓ નવાં સોટી બખ્તર પહેરી નદીકીનારે આવી પહોંચ્યા. છેક પાછળ ચામડાંનો મોટો પીંડો ઉંચકી પાંચો અને બીજો એક નેસવાસી ધીમે ધીમે આવતા હતા.

ગોવાએ કહ્યું,” પાંચા, તારી નવી ચાલ કરગત ન નીવડી તો આપણે આજે મરાઈ જવાના.”

પાંચો તેના આયોજનમાં મક્કમ હતો. તેણે કહ્યું,” ગોવા, મા જગદંબા આપણી સહાય જરુર કરશે.”

પણ મોટા ભાગના બીજા મેદાનવાસીઓ શંકા કુશંકામાં ગરકાવ હતા. આજે મોત નીશ્ચીત હતું. સામે કાંઠે પ્રવર્તમાન ઉત્સાહનો અહીં સદંતર અભાવ હતો. બધો આધાર હવે જગદંબા ઉપર અને પાંચા ઉપર હતો.

પાંચાએ કહ્યું ,” આવી રહેલા તરાપાઓમાં હવે બધાએ જાડાં બખ્તર પહેરેલાં છે. આથી આપણે તેમને પોણી નદી સુધી આવવા દેવાના છે. ત્યાર બાદ મારું આ પોટલું એમનો મુકાબલો કરશે. કાલે મેં તમને બધાંને શીખવાડ્યું છે; તેમ એકસાથે એમાંનો સરંજામ વાપરવાનો છે.

અને બન્ને તરફ બધા કાગડોળે હવે શું થાય છે , તે જોઈ રહ્યા. તરાપાઓ નદીની મધ્યમાં આવી ગયા; પણ સામેની પારથી કોઈ તીર વર્ષાનો અભાવ હતો. તરાપાઓમાં બેઠેલા સૌને કાંઠા પર ભેગા થયેલા ગોવાના માણસોના ચીત્ર વીચીત્ર લીબાસ જોઈ શંકા થવા માંડી.  તેમના સરદારોએ એકબીજા સાથે સંતલસ કરી, “ કદાચ આપણાં તીર એમના આ નવા પહેરવેશને ભેદી નહીં શકે તો? “

છયે તરાપાઓમાંના મુખ્ય સરદારે જાહેર કર્યું ,” તો પછી આપણે ઉતરીને, મોટા પથ્થરોની આપણી ગદાઓ વડે એમની ઉપર હુમલો કરવો પડશે.”

તરાપાઓ હવે પોણી નદી પાર કરી ચુક્યા હતા. પણ સામેથી કોઈ હીલચાલ ન થઈ. તરાપાના સરદારોએ બધા સૈનીકોને એકસાથે સામે પારની ટોળી પર તીરવર્ષા કરવા એલાન આપ્યું. પણ એમના આશ્ચર્ય  વચ્ચે તીર અથડાઈને નીચે પડી જતા હતા; અથવા સામે વાળાના લેબાસમાં ખુંચી જતા હતા. પણ તે કશો ઘા કરવા કે ઈજા પહોંચાડવા કાબેલ ન હતા.

ખાન અને તેના સરદાર સાથીઓ પણ આ નીહાળી રહયા હતા. ખાને રોષમાં માથું કુટ્યું. તેણે ભુલાને કહ્યું ,” તમારા પાંચાએ ફરીથી કમાલ કરી દીધી. “

પણ ગોવાની બાજુ બધા રુપલીની આ કરામતથી નાચી ઉઠ્યા. એમની નાયીકા પણ ગોવા કે પાંચા જેટલી કાબેલ પુરવાર થઈ હતી.

અને હવે પાંચાએ એનું પોટલું છોડ્યું. એમાં બારેક ખાસ તીર હતાં અને ઝાડની પાતળી અને સુકી ડાળીઓનો ભારો હતો. પાંચાએ આ બધું કીનારા પર ઠાલવ્યું. સાથે લાવેલા અંગાર વડે તેણે ડાળીઓમાં અગ્ની પ્રગટાવ્યો.

તેણે બબ્બે તીર છ જણને સુપ્રત કર્યા; અને કહ્યું ,” આપણે ગઈકાલે તાલીમ લીધી છે તે પ્રમાણે, આ તીરની અણી પર બાંધેલ પોટલી સળગાવીને, તાકીને તીર તરાપાઓની  બરાબર વચ્ચે પડે તેમ છોડવાના છે.”

અને એકી સાથે છ તીર સન સન કરતાં અને બળતાં બળતાં તરાપાઓ તરફ આગળ વધ્યાં. તરાપાઓવાળાને શું થઈ રહ્યું છે , તે સમજ પડે તે પહેલાં આ તીર ઉંચેથી તરાપાઓની મધ્યમાં લાંગર્યા. તેમની ટોચ પરની બળબળતી ઝાળ થોડેક નીચે બાંધેલ ચામડાની પોટલીને અડી ન અડી ત્યાં તો એ પોટલી સળગી ઉઠી. એમાં ભરેલી ચરબી આ જ્વાળામાં હોમાઈ અને છયે તરાપાઓ પર આગની જ્વાળાઓ ભભુકવા લાગી. તરાપામાં બેઠેલા સૌ ભયભીત બનીને બેબાકળા બની ગયા. માની ન શકાય તેવી અને કદી કલ્પી પણ ન હોય તેવી આ આપત્તીથી બધા હતપ્રભ બની ગયા. નાસભાગ શરુ થઈ ગઈ. તરાપાઓએ સમતુલન ગુમાવ્યું અને બધા નદીના પાણીમાં ખાબક્યા. ભારેખમ પહેરવેશને કારણે બહુ ઓછા તરતા રહી શક્યા. નદીનું પાણી પણ આ જગ્યાએ બહુ જ ઉંડું હતું. બે જણ મેદાન વાળો કાંઠો નજીક હોવાના કારણે ત્યાં તરી આવ્યા અને બંદી બની ગયા. બીજા તરીને પાછા જવાનો નીષ્ફળ પ્રયત્ન કરી બુડી મુઆ.

ખાન અને તેના સરદારો આ ભયાનક દુર્ઘટનાના મુક સાક્ષી બની રહ્યા. ખાને ગોવાની સમગ્ર સેના કરતાં છ ગણાં સૈનીકો અને આત્મ વીશ્વાસ ગુમાવ્યાં હતાં. ગુસ્સામાં ખાને પગ પછાડ્યા. ભુલા, જગ્ગા અને બીજા બધા લમણે હાથ દઈ, પડી ગયેલા ચહેરે આ અપ્રતીમ પરાભવથી પોતાના નસીબને દોષ દેવા લાગ્યા.

ગોવાની તરફ તો ઉલ્લાસ માતો ન હતો. જગદંબાએ પાંચા અન રુપલીને સમયસર પ્રેરણા આપી હતી. મા તેમની સાથે હતી. કાળભૈરવ દુશ્મન પર કોપાયમાન હતો. બધા એકબીજાને તાલી દઈ નાચવા અને કુદવા માંડ્યા. બધાએ ગોવા અને પાંચાને ઉંચકી લીધા અને તેડીને નેસ તરફ લઈ ગયા. સ્ત્રીઓ અને બાળકોએ એમના વીજેતા બનેલા ભડવીરોને પોંખી લીધા.

બીજો હુમલો કરુણ રીતે અસફળ રહ્યો હતો. ખાનની પાશવી તાકાતનો   પાંચાની બુધ્ધી સામે ફરી એકવાર કારમો પરાભવ થયો હતો.

અફલાતુન તબીબ : ભાગ -1
1976 ની સાલનો શીયાળો

અમારી લાંબી લચક ઓફીસના એક છેડે મારા ઉપરી અધીકારી શ્રી. હર્ષવાલનું અને મારું ટેબલ છે. ઉપરી હોવા છતાં, મારી ઉપર તે બહુ જ પ્રેમભાવ રાખે છે – એક મીત્ર કે સગા ભાઈ જેવો.  સામે લાઈનમાં અમારી હાથ નીચેના અધીકારીઓ બેસે છે.

મને ઉધરસ ચઢે છે અને છેક છેવાડેનો અધીકારી હલી ઉઠે છે. આખી ઓફીસ મારી આ ખાંસીથી વાજ આવી ગઈ છે. હર્ષવાલ તો મારાથી બહુ જ કંટાળી ગયા છે. મારી ખાંસીથી સૌથી વધારે તકલીફ એમને છે. છેલ્લા પંદર દીવસથી આ જ હાલ છે. ડોક્ટરે મને દમની દવા આપેલી છે; જે હું ઓફીસમાં પણ સાથે રાખું છું. દવાનો ડોઝ પણ ડોક્ટરે વધારે લેવાનો કહ્યો છે – દીવસમાં ત્રણ વખત, અને તે પણ એક ચમચી નહીં પણ ચમચો ભરીને. ( દવાનું નામ પણ મને હજુ યાદ છે – ફેન્સેડીલ)

જમવાની રીસેસ પડવાની તૈયારી છે. છેવટે અકળાઈને હર્ષવાલ મને કહે છે, “ચાલ, મારી સાથે. આનો કાંઈક ઈલાજ કરાવવો જ પડશે.”

તેમના પ્રેમપુર્વકના આ આગ્રહને હું વશ થાઉં  છું. આમેય હું પણ મારી ખાંસીથી કંટાળી ગયો છું. કશોક નવો ઈલાજ મળી જાય, એની મને પણ ઉત્કટ ઈચ્છા છે.

અમે બન્ને એકાદ માઈલ દુર આવેલા શ્રી. ગીડવાણીજીના ઘેર  પહોંચી જઈએ છીએ. રુપેરી વાળવાળા અને સોનેરી અને ચમકતી ચામડીવાળા  ગીડવાણીજી એક ઋષી જેવા લાગે છે. સાવ શાંતીથી એ મારી કેફીયત સાંભળે છે – મારી ખાંસીને પણ!

અને છેવટે નીર્મળ અને રણકતા અવાજે મને હીન્દીમાં કહે છે,” ऐसा ही चालु रहा , तो आप जींदा नहीं रह सकोगे । “

હું લગભગ રડી પડું તેવા અવાજે કહું છું,” તો હું શું કરું?”

ગીડવાણીજી,” દવા આજથી બંધ. અને હું કહું તેમ ખાવાનું. ”

અને તેઓ મને વીગતે સુચના આપે છે. હર્ષવાલ તરત જ સાત દીવસની  રજા પર મને ઉતારી દે છે.

હું ઘેર પહોંચીને પથારીમાં સુઈ જાઉં છું. મારી પત્નીને કશી સમજ પડતી નથી. તે ચીંતાતુર બની મારા પલંગ પર બેસી જાય છે. હું તેને ગીડવાણીજીની આખી પધ્ધતી સમજાવું છું.

અને દવા વીના દર્દ નાબુદીનું મારું એ યાદગાર અભીયાન ચાલુ થઈ જાય છે.

બે દીવસના ઉપવાસ બાદ ત્રણ દીવસ સુધી, દીવસમાં ચાર વખત મારે મોસંબીનો રસ લેવાનો છે.  મારી પત્ની ગાડીમાં ઉપડી જાય છે; અને અમદાવાદ સ્ટેશન પાસે આવેલા ફળ બજારમાંથી પાવલી છાપ મોસંબીનો આખો કરંડીયો ખરીદી  લાવે છે.

બે દીવસ ઉપવાસ અને ત્રણ દીવસ કેવળ મોસંબીના  રસ બાદ મારું શરીર ઘણું ઉતરી ગયેલું છે ; પણ ઉધરસનો એ પ્રકોપ શાંત પડી ગયો છે. કદીક એક સુકું ઠમકું આવી જાય એટલું જ.ચાલું ત્યારે કુદવાનું મન થઈ જાય એટલી બધી સ્ફુર્તી શરીરમાં વર્તાય છે.

અમને બન્નેને ગીડવાણીજી તો દેવદુત જેવા લાગે છે. અમે તેમને યાદ જ કરતા હતા; ત્યાં શ્રી. હર્ષવાલ સાથે તેઓ અમારે ઘેર આવી પહોંચે છે. મારી તબીયતમાં થયેલા સુધારાથી એમના મુખ પર નીર્મળ , બાળક જેવું સ્મીત છવાઈ જાય છે.

અને નવો પ્રયોગ શરુ થાય છે. બધાં બારી બારણાં બંધ કરી, છાતી ખુલ્લી કરી; ગરમ અને ઠંડા પાણીના  પોતાં મુકવાની સુચના આપે છે. હું તો થરથરી  ઉઠું છું. ઉંટાટીયા જેવી ખાંસીવાળાને ખુલ્લી છાતી પર પાણીનાં પોતાં!  જાણે શત્રુ જનોઈવઢ તલવારનો ઘા કરવાનો હોય તેવો ભય મને વ્યાપી જાય છે.

ગીડવાણીજી મારો ભય પામી જઈને, હસીને કહે છે ,” फीकर मत कीजीये , कुछ नुकसान नहीं होगा; आप झींदा ही रहेंगे!”

અને તેમની  હાજરીમાં જ આ ખતરનાક પ્રયોગ  શરુ કરવામાં આવે છે. મારા આશ્ચર્ય વચ્ચે પાંચ જ મીનીટ બાદ, ખાંસી ખાંસીને ભારે બની ગયેલું ગળું અને છાતી હળવા ફુલ જેવા બની  ગયા હોય, તેવો અનુભવ મને થાય છે.

દીવસમાં ત્રણ વખત આમ ગરમ ઠંડા પાણીનાં પોતાં મુકવાની અને પછી તરત ધાબળો ઓઢી લેવાની સુચના આપી, ગીડવાણીજી વીદાય લે છે. સાથે સાથે ખોરાક શરુ કરવાની સુચના પણ આપે છે. પાંચ દીવસનો ભુખ્યો હું હરખાઈ જાઉં છું.

અને ખોરાક કેવો? સવારે ઉઠીને મોસંબીનો રસ. કલાકે કલાકે એક જાતનું ફળ. સવારના જમવામાં તાજી કાચી ભાજી, સુકી રોટલી અને બાફેલું શાક! આ સ્વાદીષ્ટ વાનગી ગળાની નીચે શેં ઉતરશે એ ભયથી, મારું મોં ઉતરેલી કઢી જેવું બની જાય છે.

પણ જમવાના સમયે પાંચ દીવસના ઉપવાસ બાદ આ મહાન ભોજન બત્રીસ પકવાન કરતાં પણ મીઠું લાગે છે. બપોરે અને સાંજે મોસંબીનો રસ અને ફળ તો ખરાં જ. અને રાત્રે જમવામાં આ જ  દીવ્ય ભોજન.

અને આ ક્રમ એક અઠવાડીયા સુધી ચાલુ રાખવાનો.

હું આજ્ઞાંકીત નીશાળીયાની જેમ અભીમન્યુના આ બધા કોઠા પાર કરું છું.

અને મીત્રો ! પંદર દીવસના અભીયાન  બાદ શીયાળાની કડકડતી ઠંડીમાં, સવારના પહોરમાં, સ્વેટર પહેર્યા વગર,  સ્કુટર ચલાવી શકું; એટલી ક્ષમતા મારા દમીયલ કોઠામાં  આવી ગઈ છે. નજીક આવેલા મ્યુનીસીપલ સ્વીમીંગ પુલમાં તરવાનું પણ હું ચાલુ કરી દઉં છું.

અને એ યાદગાર બીમારી અને એ યાદગાર ઈલાજ બાદ આ ત્રીસ વરસમાં સામાન્ય સરદી થઈ હશે પણ; આંકશીયા ઉંચા આવી જાય તેવી એ કાળઝાળ ખાંસી ફરી કદી થઈ નથી.

નોંધ :

આ સત્યકથા વાંચી, ઉત્સાહમાં આવી જઈ, જાતે આવા પ્રયોગો શરુ ન કરતાં સારા અને પ્રામાણીક પ્રાકૃતીક ચીકીત્સાના જાણકારની સલાહ મુજબ ઉપચાર કરવો.