સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એક અકસ્માત – અમેરીકામાં

મારો પુત્ર – ઉમંગ અને હું, ટેક્સાસના પાટનગર ઓસ્ટીનથી થોડેક આગળ હાઇવે ઉપરથી કલાકના 60 માઇલની ઝડપે પૂરપાટ પસાર થઇ રહ્યા હતા. સાંજનો આઠ વાગ્યાનો સમય હતો અને અમારે હજુ ચારેક કલાકનું ડ્રાઇવીંગ કરીને ટેક્સાસના છેક નૈઋત્ય છેડે પહોંચવાનું હતું. અમારી આગળ બીજી ચાર કારો પણ રસ્તા ઉપર પાણીના રેલાની જેમ સરકી રહી હતી. અમારા ટેપરેકોર્ડરમાંથી મનહર ઉધાસના સુરીલા કંઠે ગવાતા ગીતોની સુરાવલી લહેરાઇ રહી હતી અને અમે આ ગીતોને માણતાં આનંદથી મુસાફરી કરી રહ્યા હતા.
ત્યાં જ ઉમંગે અચાનક ગાડીને બ્રેક મારી અને હું ગ્લવ કંપાર્ટમેંટની સાથે અથડાતાં રહી ગયો. ઉમંગ બ્રેકની ઉપર લગભગ ચોંટી ગયો હતો. આગળવાળી કાર ઘણી જ ઝડપે અમારી નજીક અને નજીક આવી રહી હતી અને હું બોલી ઉઠ્યો, “ ઉમંગ ગાડી બંધ કર … જલદી… “. પણ ઘડીના છટ્ઠા ભાગમાં તો અમારી કારનો આગળનો ભાગ     આગળવાળી કાર સાથે અથડાયો અને અમારી કાર એકદમ થંભી ગઇ.
મારું ધ્યાન રસ્તા ઉપર હતું જ નહીં, તેથી આમ કેમ બન્યું તેની મને કાંઇ ખબર પડી નહીં. હૃદયના ધડકારા થોડા શાંત પડ્યા ત્યારે ઉમંગે મને કહ્યું- “ પપ્પા, આપણે બચી ગયા. “
મેં કહ્યું-“ અરે , પણ તેં આમ કેમ કર્યું?”
તેણે જવાબ આપ્યો –“ એક કાર આપણી કાર કરતાં ઘણી વધારે ઝડપથી આપણને ઓવરટેક કરીને આગળ જતી રહી, અને બીજી બધી કારો કરતાં પણ આગળ નીકળી ગઇ. પછી કાંઇક થયું અને આગળવાળી કારના ડ્રાઇવરે બ્રેક મારતાં આપણી ઘણી નજીક આવવા માંડી, એટલે મેં પણ તરત બ્રેક મારી, પણ આ ઝડપે અથડામણ ટાળી શકાય તેમ જ ન હતું.”
મેં કહ્યું-“ ભગવાનનો પાડ માન કે આપણે સહી સલામત બચી ગયા.”
ઉમંગે કાર ચાલુ કરવા પ્રયત્ન કર્યો, પણ કંઇક વાસ આવવા માંડી. મેં કહ્યું.” ઉમંગ! આપણે કશું કરવું નથી. ચાલ આપણે કારમાથી બહાર નીકળી જઇએ. આગ લાગવાની શક્યતા છે.“
આથી અમે કાર બંધ કરી બહાર નીકળ્યા. અમારી કારનો આગળનો ભાગ ખાસ્સો દબાઇ ગયો હતો અને આગળ ચાર કારો પણ આડી અવળી થઇ ઊભી રહી ગઇ હતી. અમારી પાછળવાળી કાર થોડી આઘે હશે અને ફંટાઇ શકી હશે એટલે અમે પાછળથી પણ માર ખાવામાંથી બચી ગયા હતા! અમારી કારના નીચેના ભાગમાંથી પ્રવાહીનો રેલો સ્પષ્ટ રીતે વહેતો દેખાતો હતો. બીજી કારોમાંથી પણ માણસો બહાર આવી ગયા હતા.
ત્યારે ખબર પડી કે, પેલી કાર કે, જેણે અમને બધાને ઓવરટેક કરીને આગળ જવા પ્રયત્ન કર્યો હતો તે એક જુવાન જેવો માણસ ચલાવતો હતો.. તેની કાર અમારી લેનમાં દાખલ તો થઇ. પણ તેની થોડેક જ આગળ બીજી કાર જઇ રહી હતી. તેથી તેણે એકાએક બ્રેક મારવી પડી. આથી બધી કારો એકબીજા સાથે અથડાય તેમ થયું. ત્રણેક સેકંડમાં આ બધી ઘટના બની ગઇ અને અમે રસ્તા પરના એક મોટા અકસ્માતના સાક્ષી બની ગયા. અમારી કારની આગળની કારની આગળવાળી કાર તો રસ્તાની સાવ કાટખુણે થઇ ગઇ હતી. તેમાંથી બહાર નીકળેલી એક મેફ્ક્સિકન જેવી લાગતી બાઇને ગળાના ભાગમાં ઘણી ઇજા થઇ હોય તેમ લાગતું હતું.
અમારામાંથી કોઇકે સેલફોનમાંથી 911 નંબર લગાવી પોલિસને તરત ફોન કર્યો હશે, એટલે ત્રણેક મિનીટ પણ નહીં થઇ હોય અને, રંગબેરંગી લાઇટોના ઝબકારા મારતી બે પોલીસકારો પૂર ઝડપે આવી પહોંચી અને અમારી કારની પાછળ આવીને ઊભી રહી.ગઇ. તેમાંની એકમાંથી એક પોલીસમેન બહાર આવ્યો અને તેણે સૌથી પહેલાં અમને પૂછ્યું કે, અમે સલામત છીએ કે નહીં? ત્યાર બાદ એક પછી એક બધી કારના માણસોને તે પૂછી વળ્યો કે કોઇને કાંઇ ઈજા થઇ છે ખરી? પેલી મેફ્ક્સિકન બાઇને તેણે આશ્વાસન આપ્યું અને કહ્યું કે ચિંતા ના કરો..
આ દરમ્યાનમાં તેની સાથેના બીજા પોલીસમેને ટ્રાફિક કંટ્રોલ કરવાના પગલા લઇ લીધા હતા. અને નારંગી અને સફેદ રંગના પટાવાળા ડઝન જેટલા શંકુ આકારના સાઇન બોર્ડો લગાવી તેણે અમારી લેન ઘણી આગળથી બંધ કરી દીધી હતી. બેય જણાએ કોઇ ખોટા ઊશ્કેરાટ વગર પોતપોતાનું કામ પતાવી દીધું હતું. બીજી પોલીસકારે ભાગી રહેલા પેલા ગુનેગાર જુવાનીયાને પકડી લીધો હતો અને તેને હાથકડી લગાવી દીધી હતી.
આટલી વાત પાચેક મિનીટ માંડ ચાલી હશે, ત્યાં તો પૂર ઝડપે ઝબકારા મારતી બે એમ્બ્યુલન્સ વાનો આવી પહોંચી. સાથે એક લ્હાયબંબો પણ હતો. અને પોલીસની બીજી ત્રણ કારો પણ હતી. એકની ઉપર ‘શેરીફ્’ નું નામ ચીતરેલું હતું. તેમાં કોઇ મોટો અમલદાર બેઠેલો હતો..અમારી કારની પાછળ આ બધું હાઉસન જાઉસન ખડું થઇ ગયું.
પહેલી એમ્બ્યુલન્સમાંથી પ્રાથમિક સારવારના નિષ્ણાત જણાતા ત્રણ માણસો પેલી બાઇની પાસે તરત પહોંચી ગયા અને તેને પ્રાથમિક સારવાર આપવાની શરુઆત કરી દીધી.
હવે પેલા પોલીસ ઓફીસરે આ બનાવ શી રીતે બન્યો તેની વિગતવાર તપાસ કરવાની શરુઆત કરી. બધાને શાંતિથી સવાલો પૂછવા માંડ્યા અને કાગળોમાં લખવા માંડ્યું.
આટલાંમાં તો એક હેલીકોપ્ટર આવી પહોંચ્યું અને અમે ઊભા હતા તેની આજુબાજુ આકાશમાં ચકરાવા લેવા માંડ્યું. તેમાંથી અત્યંત તીવ્ર ઊજાસ વાળી સર્ચલાઇટ વડે તેણે અમારા આખા વિસ્તાર પર જાણે કે મધરાતે સૂરજ ઊગ્યો હોય તેવો પ્રકાશ પાથરી દીધો.. પણ નીચેથી પેલી એમ્બ્યુલન્સમાંથી કોઇએ તેને ખબર આપી હશે કે, ઘવાયેલી વ્યક્તિની હાલત ખાસ ગંભીર નથી, એટલે તે હેલીકોપ્ટર ત્યાંથી પાછું જતું રહ્યું.
પેલી બાઇને સ્ટ્રેચર ઊપર સુવાડી, ઓક્સિજનના બાટલાના નાળચાથી તેને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરી, તેને એમ્બ્યુલન્સમાં લઇ. ગયા. તેની સાથેના માણસોને પણ સાથે બેસાડી દીધા. તરત જ પૂર ઝડપે તે એમ્બ્યુલન્સ હોસ્પિટલ જવા ઉપડી ગઇ.
થોડીક વારમાં તો નુકશાન પામેલી કારોને પોલીસ સ્ટેશન લઇ જવા માટે ત્રણેક ટો કરવાની ટ્રકો પણ આવી પહોંચી. ત્યાર બાદ બીજી બધી કાયદાકીય વિધિ પતાવતાં કલાકેક થયો હશે. અમને બધાને વીમા માટે જરૂરી કાગળો અપાઇ ગયા. અમને કહેવાં આવ્યું કે જેમની કારો ચાલી શકે તેમ નથી તેમને આપેલા કાગળો બતાવતાં, કાર રેન્ટલ એજંસીમાંથી વિના મુલ્યે અને કોઇ તકલીફ વગર અવેજીની કારો મળી જશે.
ઓસ્ટીનના ઉપનગરમાં રહેતા ઉમંગના સાળાને અમે ફોન કર્યો હતો. તે ઘટના સ્થળે આવી ગયા અને અમને રેન્ટલ એજન્સી સુધી લઇ ગયા. અને અમને નવી નક્કોર કાર દસેક મિનીટની વિધિ પતાવ્યા બાદ મળી ગઇ.
* * * * * * *
સૌને થશે કે સમૃદ્ધ દેશમાં આવું બધું તો હોય – તેમાં શી નવાઇ?
પણ આખી ટોળીની શિસ્તબદ્ધતા, અને કોઇ જાતના ગભરાટ કે ઉશ્કેરાટ વગરનું, તેમના કામોનું આયોજન દાદ માગી લે તેવું હતું. અને પેલા સૌથી પહેલા આવેલા પોલીસમેને બીજું કશું જાણવાની પંચાત કર્યા વગર, અમે સલામત તો છીએ કે નહીં – તે જ્યારે પૂછ્યું ત્યારે અમને એ દેવદૂત જેવો લાગ્યો હતો.

7 responses to “એક અકસ્માત – અમેરીકામાં

 1. amit pisavadiya જુલાઇ 8, 2006 પર 9:05 એ એમ (am)

  westen countries system is very sound that’s why they progressing. all work with discpline. કામ થી કામ.

 2. Moiz Khumri ઓગસ્ટ 24, 2006 પર 1:42 પી એમ(pm)

  I am extremely happy to know that you were saved miraculously.When did this happen?
  We must appreciate such a wonderful safety system and try to cultivate atleast few of its good practices.

 3. Ramesh ઓગસ્ટ 28, 2006 પર 6:21 પી એમ(pm)

  Atmiya Sureshbhai,

  Oh, my God. Congratulations on coming out safe from this accident. I did not closely look at all the postings and I do repent for not doing so. Karmni gati and that is how you were saved. I do get scared when a fast going car overtakea, or chages two to three lanes and sometimes takes exit at the last moment.

  We talk much of disciplne but practice seldom. If we do relegiously India would be at the TOP OF WORLD.

  Regards to all.

  Ramesh

 4. Rajendra Trivedi,M.D. સપ્ટેમ્બર 21, 2006 પર 1:01 એ એમ (am)

  DEAR SURESH,
  WE ARE HAPPY THAT UMANG AND YOU ARE SAFE.IT WAS A BAD ACCIDENT. JUST FINISHED READING.
  NOTHING IS TOO LATE.THANK GOD.
  KEEP DOING GOOD.
  YOU KNOW!!
  GOD TAKES CARE OF US.
  LOVE TO FAMILY.

 5. chetna એપ્રિલ 25, 2007 પર 6:34 એ એમ (am)

  i m happy to knw that u were saved..i apriciate the quick action of police/system…we should learn from them…

 6. krunal choksi, South dakota એપ્રિલ 30, 2007 પર 9:55 એ એમ (am)

  thts true…here in USA….Police is the firt help in need…..i wish tht same thing happen in our India too……

 7. Pragnaju Prafull Vyas સપ્ટેમ્બર 17, 2007 પર 11:38 એ એમ (am)

  આવા તો બે વાર અનુભવ થયા તેથી આ વાતની નવાઈ ન લાગી.
  છેલ્લા અકસ્માત વખતે તો સીડી પર આવૂં ગીત પણ વાગતું હતું!
  She was driving last Friday on her way to Cincinnati
  On a snow white Christmas Eve
  Going home to see her Mama and her Daddy with the baby in the backseat
  Fifty miles to go and she was running low on faith and gasoline
  It’d been a long hard year
  She had a lot on her mind and she didn’t pay attention
  she was going way too fast
  Before she knew it she was spinning on a thin black sheet of glass
  She saw both their lives flash before her eyes
  She didn’t even have time to cry
  She was sooo scared
  She threw her hands up in the air

  Jesus take the wheel
  Take it from my hands
  Cause I can’t do this on my own
  I’m letting go
  So give me one more chance
  To save me from this road I’m on
  Jesus take the wheel

  It was still getting colder when she made it to the shoulder
  And the car came to a stop
  She cried when she saw that baby in the backseat sleeping like a rock
  And for the first time in a long time
  She bowed her head to pray
  She said I’m sorry for the way
  I’ve been living my life
  I know I’ve got to change
  So from now on tonight

  Jesus take the wheel
  Take it from my hands
  Cause I can’t do this on my own
  I’m letting go
  So give me one more chance
  To save me from this road I’m on

  Oh, Jesus take the wheel
  Oh, I’m letting go
  So give me one more chance
  Save me from this road I’m on
  From this road I’m on
  Jesus take the wheel
  Oh, take it, take it from me
  Oh, why, oh

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: