બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.
સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે.
અમેરીકાના શીશમહલની ચમક ધમક ના ચાહું છું
દાદાજીની આ મઢુલીને, દીલધડકનથી જાણું છું.
ઓવરકોટ ને બુટમોજાંની દુનીયાથી રીસાયો છું,
પહેરણ, પાયજામાની પહેલી પ્રીત પીછાણી આવ્યો છું.
ઝડપી, ઝટપટ, કારોની વણઝારથી હું ગભરાયો છું,
રીક્ષા ને સ્કુટરમાં ફરવા, અમદાવાદમાં આવ્યો છું.
ફેરફુદરડી ફરતાં ફરતાં, રાજમાર્ગ પર થાક્યો છું,
નભમાં લાંબેથી ઉડીને, કેડી ખુંદવા આવ્યો છું.
સપન જગતમાં રહુ છું, પણ સપના માડીના ભાળું છું.
બાળ સંગ ખેલું છું, ને રમતોની સંગત માણું છું.
હાય! થેંક્યુ! ના કોરાકટ ઉચ્ચારોથી, ઉબકાયો છું.
કેમ છો? ની ભીની ચોકલેટ, હું મસ્તીથી આરોગું છું.
લીલાં આંગણાં, સ્વચ્છ પાર્ક ને મ્યુઝીયમથી અકળાયો છું.
માડીની ધરતીની ધુળમાં, ગુલાંટ ખાવા આવ્યો છું.
શબદ પ્રીત થઇ અમેરીકામાં, કાલું ઘેલું બોલું છું.
કક્કો ઘુંટવા આ ચોરામાં, ગુરુજી! આજે આવ્યો છું.
ગુજરાતી ગીતોના હું તો, ચાર જ ટહુકા જાણું છું.
સોલી, પ્રુરુષોત્તમ, આશીત ને મનહરનો હું આશક છું.
સાક્ષર છો ને ગઝલ ભરેલી ગીરાના સૌ સ્વામી છો.
વઢશો ના મુજને દાદાજી! પ્યાર તમારો યાચું છું.
તમ સંગે ગીતોની સરતી, નાવ નીહાળી હરખું છું.
ચાર વરસનું બાળક છું ને ગીત તમારા ગાઉં છું.
————————————-
આ કવીતા પહેલી વાર ડીસેમ્બર – 2003 માં અમદાવાદની એમ .જે. લાયબ્રેરીમાં દર શનીવારે યોજાતા નવોદીત કવીઓના ‘સાહીત્યચોરા’ માટે લખી હતી અને ત્યાં જ રજુ કરી હતી. . છેલ્લેથી ત્રીજી લીટીમાં જે ‘ દાદાજી’ નો ઉલ્લેખ છે , તે આ સાહીત્યચોરાના સંચાલક શ્રી. બળદેવ પટેલ પણ સારી કવીતાઓ લખે છે, પણ બાળ સાહીત્યના સર્જક તરીકે વધારે જાણીતા છે.
Like this:
Like Loading...
Related
કાવ્યનો ઉપાડ ખૂબ સરસ છે
ને અંત સુધી પહોંચતાંમાં એક ભારતીય ની માતૃભૂમિથી દૂર હોવાની વેદના છે
Pingback: સુરેશ જાની « ગુજરાતી સારસ્વત પરિચય
ખૂબ જ સરસ … !
હાય! થેંક્યુ! ના કોરાકટ ઉચ્ચારોથી, ઉબકાયો છું.
કેમ છો? ની ભીની ચોકલેટ, હું મસ્તીથી આરોગું છું.
દાદા અમને ચોકલેટ ક્યારે આપો છો હવે ???
Pingback: સુજાણ » સ્વાગતમ્
Pingback: યાદને સલામ « કાવ્ય સુર
Pingback: ચાલો અભણ થવાનું શીખીએ « અંતરની વાણી
સરસ લખ્યું છે તમે તમારા વીશે. થોડું ઉમેરો કરું?
‘ઉ’ અને ‘ઊ’, ‘ઇ’ અને ‘ઈ’ના ભેદમાં અથડાયો છુ.
ચાર વરસનું બાળક છું ને સરળ જીવન જીવવા માંગુ છું.
Just trying to make it better!
‘ઉ’ અને ‘ઊ’, ‘ઇ’ અને ‘ઈ’માં અથડાયો છુ.
ચાર વરસનું બાળક છું ને સાદું જીવવા માંગુ છું.
ઇ,ઉ,અને ઈ,ઊ ના બહુ ભેદોમાં ગોવાયો છુ.
ચાર વરસનું બાળક છું, ને સાદું લખવા માંગુ છું.
Pingback: લીલું આદુ - એક અવલોકન « ગદ્યસુર
This makes you full of life..
Maja padi gai
i can read this.. enjoyed much. khub saras lakhayu che….dilthi lakhayu che…
congrats..
There are 2 primarily pecularities of a child – curiosuty & innocance…..It seems that u are having both, physically u r 62, by behaviour 26 and by this poem u r 6. You are young at heart. Nice job done.
સુરેશભાઇ, આ૫ની નિખાલસતા ખરેખર મને સ્પર્શી ગઈ. ગજબ કહેવાય. આ૫ણા કેટલાક બની બેઠેલા સાહિત્યકારોમાં આટલી નિખાલસતા હોત તો! એ લોકો તો કશું જ સર્જી શકતા નથી તોય મોટા ભા બની બેઠા છે. અંદર સાવ સૂનકાર. અહીં તો એ દશા છે કે સાવ લલ્લુ-પંજુઓ ૫ણ કવિ બની બેઠા છે, અને દલાલોનો રાફ્ડો ફાટ્યો છે. સુરેશભાઇ, મુશાયરાનું સંચાલન અને કવિકર્મ એ બન્ને બાબતો અલગ છે. ૫ણ અહીં તો એ ઘાટ છે કે મુશાયરાનો ગમે તેવો લલ્લુ-પંજુ સંચાલક ૫ણ કવિ બની બેસે છે, અને પોંખવા માટે દલાલો તૈયાર જ છે. થોડાક અંગત લાભ માટે આ દલાલો ગમે તેને કવિ બનાવી દે.
ખેર,મને તમારી નિખાલસતા અત્યંત સ્પર્શી ગઈ અને તમારા દિલની આવી સચ્ચાઈ જ તમને સારા કવિ બનાવે છે. મજામાં હશો.
ભવદીય
જલાલ મસ્તાન ‘જલાલ’
૯૮૭૯૧૯૭૬૮૬ મોબા.
અમદાવાદ.
સુરેશભાઇ, આ૫ની ‘ચાર વર્ષના ડોસાજી’ કવિતા ખરેખર ગમે એવી છે. લય તમે સરસ ૫કડ્યો છે, જાળવ્યો છે. અભિનન્દન. આ૫ સતત લખતા રહો, કોઇની શેહ-શરમ ન રાખશો. ઉત્તમ કવિતા આવશે. દલાલોથી સદાય ચેતજો. આવજો.
મજામાં હશો.
ભવદીય
જલાલ મસ્તાન ‘જલાલ’
૯૮૭૯૧૯૭૬૮૬ મોબા.
અમદાવાદ.
Pingback: બીચારું ભુલકું- રમેશ પટેલ(આકાશદીપ) « કાવ્ય સુર
words are dripped in feelings and song swings us in the world of childhood.you are the great..great..
Ramesh Patel(Aakashdeep)
બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.
સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે.
i think darek vayakti ni andar ek balak rahel che…jene 4 years na thavu che….
લીલાં આંગણાં, સ્વચ્છ પાર્ક ને મ્યુઝીયમથી અકળાયો છું.
માડીની ધરતીની ધુળમાં, ગુલાંટ ખાવા આવ્યો છું.
very touchy….
I like the poem of 4 years old man.
KHUB J SARAS, TAMARI LAIN MA AVAVNI TAIYARI MA CHHU, SUNDER KAVYA PAKTI.
બાસઠ વર્ષના ડોસાને ચાર વર્ષના થાવું છે,
ચાર વર્ષના થઈને અમેરીકામાં રહેવું છે,
મારે પણ ચાર વર્ષના થઈને રમવું છે,
રમાડશો તો, ટીકડી ગોળા તમને આપવું છે,
ચાલો, હા કહી તો મને ખુબ જ આનંદ છે,
હવે, સાથે રમતા રહીશું, તો ચંદ્રને આનંદ છે.
Sureshbhai..Thanks for the invitation by an Email…& I added a few lines to your imagination as a Child. Read these lines with the needed corrections !
Chandravadan ( Chandrapukar )
While in America…I should not have written “Tikdi-Goda ” & instead thought about Chewing Gum etc…..& as a friend suggested I must post the NEW VERSION of the EXTENSION of the Poem>>>>>>
બાસઠના આ ડોસાજીને ચાર વર્ષના થાવું છે,
ચાર વરસના થઈને મારે, અમેરીકામાં રહેવું છે,
મારે પણ લો! આપની સાથે આવી રમતો રમવી છે,
રમાડશો તો, ખુબ મજાની ચીંગમ, ટીકડી દેવી છે,
ચાલો, હા કહેશો તો મુજને ઘણો બધો આનંદ થશે,
સાથે રમતા રહીશું, તો આ ચંદ્રવદન રાજી થાશે.
I just read on 17th Sep 2009-
very very good- Dil khush thai gayu-
U should write more poems.
મઝ્ઝા પડી ભાઈ મઝ્ઝા પડી,
ભૂલેલા બાળપણની યાદે મઝ્ઝા પડી.
લય અને પ્રાસ વાળી સરળ રચનાને
માણવાની ખુબ ખુબ મઝ્ઝા પડી.
Pingback: નેવું વરસના જુવાન « ગદ્યસુર
Pingback: ચાલો અભણ થવાનું શીખીએ « ગદ્યસુર
Pingback: ચાલો અભણ થવાનું શીખીએ | સૂરસાધના