શાંત ઝરુખે વાટ નિરખતી…..
અને
વરસો બાદ ફરીથી આજે એ જ ઝરુખો ….
કયા કલા અને સાહિત્યપ્રેમીએ ‘સૈફ પાલંપુરી’ ની આ નઝમને શ્રી ‘મનહર ઉધાસ’ ના સૂરીલા કંઠે નહીં સાંભળી હોય? ઘણીવાર આ નઝમ સાંભળીને મને થતું કે શાયરે જે વ્યક્તિને જાણતા પણ નથી તેને માટે શા માટે આટલું દર્દ ભર્યું ગીત લખ્યું છે?ઘણા વિચાર પછી મને આ નઝમનું નીચે મુજબ અર્થઘટન જણાયું છે, જે સાહિત્યપ્રેમીઓની વિચારણા માટે રજુ કરું છું:-
અહીં ઝરુખો એ જિંદગીનું પ્રતિક હોઇ શકે. પહેલો ભાગ જીવનની શરુઆતના ભાગ- બાળપણને વર્ણવે છે. બાળકની નિર્દોષ સુંદરતાને શાયરે એક સુંદરી સાથે સરખાવી નથી લાગતી?
અને બીજા ભાગમાં જીવનના અંત ભાગનું- મ્રુત્યુ સાવ નજીક આવી ગયું હોય તે ઘડીનું કરુણ વર્ણન આપણને પણ સૂના સૂના નથી કરી નાંખતું?
Like this:
Like Loading...
Related
સરસ અર્થઘટન , કાકા.
Sureshbhai- I was very impressed by your blog as I got time today to read. I have been searching the magic formula for happiness for a long while and have interviewed a lot of people and you have really summerised it very nicely In Anandmayi -2 parts-I can not but agree with you more about your experinces- plase continue to write–With lots of good wishes—Yusuf kundawala, Richardson, Texas -(I have made a poem about happiness that I will forward you later as i improve on it)
simply great……….
shant zarukhe no anathi vadhu sunder
arthaghatan na hoi sake……….
amadavadma pan have to,
aatlu shuddha guj. sambhalava to maltu j nathi
pan vanchava pan nathi maltu
karan kavi,lekhakone pan khichdi guj. aavdi
gayu chhe…..
bhashani saralata, moulikta ane sachotataa j
enu potanu gaurav jalvi sake…..
congratulations…….
just keep it up…….
aanandno dhodh bija per pan varsavata raho te j
prabhune prarthana…………..
“અહીં ઝરુખો એ જિંદગીનું પ્રતિક હોઇ શકે.
પહેલો ભાગ જીવનની શરુઆતના ભાગ-
બાળપણને વર્ણવે છે.
બાળકની નિર્દોષ સુંદરતાને શાયરે એક સુંદરી સાથે સરખાવી નથી લાગતી?
અને બીજા ભાગમાં જીવનના અંત ભાગનું-
મ્રુત્યુ સાવ નજીક આવી ગયું હોય તે ઘડીનું કરુણ વર્ણન
આપણને પણ સૂના સૂના નથી કરી નાંખતું?”
સુંદર અર્થ ઘટન.
આ કાવ્ય ફરી વાંચી જરાક બીજી રીતે જોઈએ તો
ગમે તે ઊંમર હોય પણ
“ત્યાં ગીત નથી,સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી,
ત્યાં સ્વપ્નાઓ ના મહેલ નથી ને ઊર્મિઓના ખેલ નથી,”
એજ જીવતા છતા મરેલા જેવી સ્થિતી છે.
શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી,
મે એક શહેજાદી જોઇ હતી,
એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનુ કાજળ હસતુ હતુ,
એક નાનું અમથું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતુ હતું,
એના સ્મિત મા સૌ સૌ ગીત હતા એને ચુપકી પણ સંગીત હતું.
એને પડછાયા ની હતી લગન એને પગરવ સાથે પ્રીત હતી,
એણે યાદના અસોપાલવથી એક સ્વપ્નમહેલ શણગાર્યો તો,
જરા નજર ને નીચી રાખીને એણે સમય ને રોકી રાખ્યો તો,
એ મોજા જેમ ઉછળતી હતી, ને પવનની જેમ લહેરાતી હતી,
કોઈ હસીને સામે જોવે તો બહુ પ્યાર ભયુઁ શરમાતી હતી,
એને યવ્વન ની આષિષ હતી, એને સર્વ બલાઓ દુર હતી
એના પ્રેમ મા ભાગિદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી
વર્ષો બાદ ફરીથી આજે એજ ઝરુખો જોયો છે,
ત્યાં ગીત નથી,સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી,
ત્યાં સ્વપ્નાઓ ના મહેલ નથી ને ઊર્મિઓના ખેલ નથી,
બહુ સુનું સુનું લાગે છે,બહુ વસમું વસમું લાગે છે,
એ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન,
મે તો એને માત્ર ઝરુખે વાટ નિરખતિ જોઇ હતી,
કોણ હતી એ નામ હતું શું એ પણ હું ક્યાં જાણું છું,
તેમ છ્તા દિલને આજે વસમું વસમું લાગે છે
બહુ સુનું સુનું લાગે છે
SHANT JARUKHE VAT NIRAKHATI A RUP NI RANI A AA KAVYA VANCHYU KE SAMBHLYU HOT TO ROJ A ZARUKHE VAT NA JOTI HOT?
MANE GARV CHHE KE HU GUJARAT MA JANMI CHHU.
I LOVE MY INDIA PAN MANE SAUTHI VADHU GARV GUJARATI HOVANO CHHE.