સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સુંદરમ્ સાથે એક મુલાકાત

6 ડીસેમ્બર 1969ની સવાર. મારાં પત્ની અને હું પોંડિચેરી આશ્રમમાં માતાજીની ખાસ મુલાકાત માટે લાઇનમાં ઊભા છીએ. અમારા લગ્નની આ પહેલી જયંતિ છે.  માતાજીના  આશિર્વાદ લેવાની તીવ્ર ઇચ્છા છે.
જાણે આ ઘટના હજુ હમણાં જ બની હોય તેટલી માનસપટ પર હૂબહૂ અંકાયેલી છે. તે દિવસે માતાજીના પગમાં માથું મૂકતાં એક અજબ જ અનુભવ થયો., જેનું વર્ણન જ ન કરી શકાય. સાવ હળવા ફૂલ જેવા બની ગયા.
બહાર આવ્યા ત્યારે અમારા એક જાણીતા વાસુદેવભાઇ મળ્યા, જેમણે આ ખાસ મુલાકાત ગોઠવી આપી હતી. તેમણે કહ્યું ,” તમે બહુ નસીબવાળા છો. આજે સાંજે શ્રી. સુંદરમ્ ના ઘેર તેમનો સાવિત્રી વાંચનનો કાર્યક્રમ છે. તમે જરૂર આવજો.”
અમે તો સાંજે ત્યાં પહોંચી ગયા. લગભગ ત્રીસેક ગુજરાતીઓ આવેલા હતા. શ્રી. સુંદરમ્ નો નિવાસ દરિયા કિનારે હતો. શાંત સ્થાન, દરિયાનો શાંત ઘૂઘવાટો, મંદ મંદ વાતો પવન અને સાવ સાદા ઓરડાની ગરીમા. જીવનમાં આવું વાતાવરણ ફરી ક્યારે ય માણ્યું નથી.
‘આનંદમયી, ચૈતન્યમયી …” સ્તુતિના સમૂહગાન પછી શ્રી. સુંદરમ્ નું વ્યાખ્યાન શરુ થયું. મીઠો, સંસ્કારી, ધીમો પણ સ્પષ્ટ અવાજ. બે ત્રણ પંક્તિઓ મૂળ શ્રી. અરવિંદની ‘સાવિત્રી’માંથી બોલે અને પછી તે સમજાવે. થોડીક પોતાના અનુવાદની પંક્તિઓ પણ આવતી જાય.
સૃષ્ટિ માં જ્યારે પ્રથમ સજીવ તત્વ પ્રગટ થયું હશે તે સમયની શ્રી. અરવિંદની પરિકલ્પના હતી અને પછી ઉત્ક્રાંતિની પ્રક્રિયાની કાવ્યાત્મક, આધિભૌતિક રજૂઆત. Evolution શબ્દ તો વિજ્ઞાનમાં ભણ્યા હતા, પણ Involution શબ્દ જાણવા મળ્યો. પરમ તત્વ કઇં રીતે આ સજીવ સૃષ્ટિની ઉત્ક્રાન્તિની સાથે સાથે અંદર ઊતરતું ગયું છે અને ચેતના નવા નવા સ્તરોમાં કઇ રીતે પાંગરતી ગઇ છે, તે તેમના કંઠે સાંભળ્યું ત્યારે ખબર પડી કે શ્રી. અરવિંદની આ કવિતામાં કેટલી કાવ્યાત્મકતા , કેટલું સત્ય અને કેટલું વિચાર ગામ્ભીર્ય છે, અને શ્રી સુંદરમે તે સત્ય કેટલું આત્મસાત્ કર્યું હતું .
સવારના આધિ ભૌતિક અનુભવ પછી અમારા માનસ ઉપર આ બીજો અમી છંટકાર થયો. વ્યાખ્યાન પતી ગયા પછી, શ્રી. સુંદરમ્ સાથે થોડીક ઔપચારીક વાતો થઇ ત્યારે પણ તેમના વ્યક્તિત્વની માર્દવતા અને સરળતા અને વાણીની મીઠાશ માણવા મળ્યા.
આ અનુભવ પછી આ 37 વર્ષમાં જીવનના અનેક અનુભવોમાંથી અને તડકી છાંયડીમાંથી પસાર થયા છીએ પણ આ અમી છાંટણાં હજુ કાલે જ થયા હોય તેમ લાગે છે.
આવો હતો આપણા આ મહાકવિ સાથેનો અમારો મેળાપ.

7 responses to “સુંદરમ્ સાથે એક મુલાકાત

 1. Pingback: સુંદરમ્ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Rajendra Trivedi,M.D. સપ્ટેમ્બર 22, 2006 પર 2:50 પી એમ(pm)

  DEAR SURESH,

  IT IS THE GOD’S BLESSING TO MEET MATAJI AND FEEL THE WAY YOU AND YOUR WIFE FELT THAT EVENING ON DECEMBER 6TH 1969.
  SPENDING EVENING WITH MAHAKAVI ‘SUNDARM’….THE SON OF A IRON SMITH WAS SOME THING TO ENJOY AND LIVE WITH.
  IN 1969,I WAS AWAY FROM HOME,LIVING IN PRAGUE DOING NEUROSURGERY.
  YOUR STORY REMINDS ME MY UNPLANNED MEETING WITH MOTHER TERRESA.
  GEETA ,MY SON JAGDEEP AND ME WERE COMMING BACK FROM BOMBAY TO BOSTON VIA ROMA.
  THERE,MOTHER NOW, SAINT TARRESA.SHE WAS WITH FEW OTHER NUNS FLYING TO ROMA TO VISIT POPE.WE ALL WERE FLYING TO ROMA..I NEVER TALKED OR SAW HER BEFORE.BUT FELT THE GRECE OF HER “SAINTHOOD” AND HER LOVE FOR PEOPLE, SEEING HER PICTURE.A PATIT WOMAN WITH WHITE SARI WITH BLUE BORDER…
  I STOPED NEAR HER SIT IN AIR ITALIA IN THE MID AIR,TAKING FOR 20 MINUTES.SHE NEW AND VISITED OUR BLIND SCHOOL AND FAMILY.SHE TOLD ME HOW GOOD WORK JITU AND JAGDISH ARE DOING AT BPA,AHMEDABAD.
  SHE INVITED TO SEE THE WORK THEY ARE DOING.
  YOU ARE DOING GOOD WORK WITH THIS BLOG.LOVERS OF GUJARATI BLOGGERS WILL THANK YOUR TEAM.

 3. amit pisavadiya સપ્ટેમ્બર 23, 2006 પર 4:53 એ એમ (am)

  સુંદર , આવી વ્યક્તિઓને રૂબરૂ મળવુ તે પણ એક ઇશ્વરકૃપા જ છે ને.

 4. nilam doshi સપ્ટેમ્બર 25, 2006 પર 11:01 એ એમ (am)

  પોંડીચેરી જવાની સતત ઇચ્છા છતાં હજુ જઇ શકાયું નથી.કદાચ આ દિવાળીમાં જઇ શકાય!!! જોઇએ.પણ આપના અનુભવ વાંચ્યા પછી જવાની ઇચ્છા વધુ તીવ્ર બની.આભાર સાથે.

 5. Siddharth desai ઓગસ્ટ 30, 2011 પર 4:41 એ એમ (am)

  Shree sundaramji no maare parichay maara baalyavshthathi hato shala darmyan temana madhur gito maari basimaa ane bija ghana gito hu shikhyo hato ane aaje pashath varshe pan gau chhu maara pitashree snehrashmi ne lithe maare temane malavanu thatu hatu bahu premal hata ane balako saathe vaat karata temane ghanoj aanand avato hato

 6. hirals જૂન 24, 2020 પર 9:26 એ એમ (am)

  ઇશ્વરકૃપા. નસીબદારને જ આવા અનુભવ થાય.

 7. Pingback: આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી પરમે | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: