સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જોનાથન લીવીન્ગ્સ્ટન સી ગલ – રીચાર્ડ બાખ

“Me? Jon, I’m just a plain seagull, and you’re….”
“….. the only Son of the Great Gull, I suppose?” Jonathan sighed and looked out to sea. “You don’t need me any longer. You need to keep finding yourself, a little more each day, that real, unlimited Fletcher Seagull. He’s your instructor. You need to understand him and to practice him.”

– ‘Jonathan Livingston Seagull’ ( Richard Bach )
[         “ હું ? જોન, હું તો સામાન્ય ગલ છું અને તું તો… “ – ફ્લેચર બોલ્યો.
” ….મહાન ગલનો એક માત્ર પુત્ર એમ? “ જોનાથને ઊંડો શ્વાસ લઇને અફાટ સમુદ્ર સામે જોઇને કહ્યું.”  હવે તમારે લોકોને મારી કોઇ જરૂર નથી. તારે માત્ર તારી પોતાની જાતને જ શોધતા રહેવાનું છે, દરરોજ એક અંશ થોડોક વધારે – પેલા ખરેખર અસ્તિત્વ ધરાવતા, કોઇ પણ મર્યાદા વગરના, ફ્લેચર સી ગલની શોધ. તે જ તારો ગુરુ છે. તારે માત્ર તારી જાતને જ પૂર્ણ રીતે સમજવાની છે અને તેની પાસેથી જ તાલીમ લેવાની છે.” ]
રીચાર્ડ બાખ ની પ્રખ્યાત લઘુ નવલ ‘જોનાથન લીવીન્ગ્સ્ટન સી ગલ’ ના છેવટના ભાગનો આ સંવાદ છે. જોનાથન આ નવલનું મુખ્ય પાત્ર છે અને ફ્લેચર તેનો શિષ્ય છે.

જોનાથન ઉડવાની કળામાં અંતિમ કક્ષાએ પહોંચેલ પક્ષી છે. તેનું લક્ષ્ય તો હજુ પણ વધારે ઝડપી બનવાનું અને ઉડવાની નવી કળાઓ શીખવાનું હતું, પણ તેણે જ્યારે ગલ પક્ષ્રીની દુનિયામાં સૌથી વધુ ઝડપે ઉડવાનો વિક્રમ તોડ્યો, ત્યારે તેને ગલના સમાજમાંથી તિરસ્કૃત કરીને બહાર ફેંકી દેવામાં આવ્યો હતો તે ઘટના યાદ આવી.

આથી બીજા પક્ષીઓને આ કળા શીખવા પ્રોત્સાહિત કરવાનું નક્કી કરી તે પાછો વળ્યો. હવે તો ઘણા યુવાન પક્ષીઓ ઘરડાંઓની શિખામણને તિલાંજલી આપી જોનાથનને રસ્તે જવા તૈયાર થઇ ગયા હતા. ફ્લેચર તેમનામાંનો એક, સૌથી આગળ પડતો શિષ્ય હતો. તેને આ કળા શીખવા અને શીખવવાની જવાબદારી સોંપી, જોનાથન પોતાનું લક્ષ્ય સિધ્ધ કરવા ફરી પાછો ઉપડે છે, તે વખતનો આ સંવાદ છે.

ગીતાના સંદેશનું આનાથી વધારે સારું રૂપક મેં જોયું નથી. માત્ર એંશીએક પાનાની ચોપડી અને એક જ મુખ્ય પાત્ર અને તે ય મુમુક્ષુ નહીં પણ વધુ કાબેલ થવાની તમન્નાવાળું પક્ષી. બહોત ખુબ…

આખી નવલ બહુ જ સુંદર છે અને જીવન જીવવાની એક બહુ જ અગત્યની અને વાસ્તવિકતાથી સભર વાત, દિલમાં ચોંટી જાય તેવી રીતે કહી જાય છે.

લેખક પોતે અમેરીકાના લશ્કરમાં ફાઇટર પ્લેનનો પાઇલોટ હતો. મોત બે ઘડી જ છેટું હોય, છતાં સુપરસોનીક પ્લેન અગાધ શાંતિમાં ધસમસી રહ્યું હોય તેવી સાવ એકાંત ક્ષણે, સૈનિક હોવા છતાં દિલથી કવિ અને આંતરદર્શી આ મહાન લેખકને જીવનના જે હકારાત્મક દર્શનો થયાં હતાં, તેમાંથી નીપજેલી આ કથા છે.

વેવલી, નીરાશા પ્રેરક ભક્તિ ;  પલાયનવાદી મોક્ષની ઝંખના અને અસાર સંસારની વ્યર્થ વાતો કરવા કરતાં યુવાન પેઢીએ આવા ધમધમતા જોનાથનને અનુસરવાની જરૂર છે.

સૌ મિત્રોને આ પુસ્તક વાંચવાની ખાસ ભલામણ કરી વિરમું છું.

Advertisements

2 responses to “જોનાથન લીવીન્ગ્સ્ટન સી ગલ – રીચાર્ડ બાખ

  1. Pingback: યાયાવર ગાન | ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: