સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એવા જો સંત રે મળે – સતી લોયણ

જી રે લાખા, એવા જો સંત રે મળે
તો એને ધોડી ધોડીને મળજો રે…

જી રે લાખા, હું ને મારું છે લોઢાના કટકા જી,
એને તમે કામ વચનેથી ભેળો રે,

જી રે લાખા, સાસ – ઉસાસની તમે ધમણું ધખાવો જી,
એને તમે તા’રે દઇને તપાવો જી,

જી રે લાખા, સતની એરણ પર તમે ઠીક કરી ઠેરાવો જી,
એને ગિનાન સાણસીથી પકડાવો રે,

જી રે લાખા, તા’રે આવ્યા રે વિના તમે ટાઢું મા ટીપજો જી,
જીનજે માથે શબદુના ઘણને લગાવો રે ,

જી રે લાખા, એક રે થિયા પછી એના અલંકાર બનાવો જી,
એનું બ્રહ્મ અસ્ત્ર તો બની જાશે રે,

જી રે લાખા, સતસંગની સરાણું દઇને સજ્જ કરી જોજો,
જ્યારે એનો જીવ બુધ્ધિ કાટ ઉખડી જાવે રે,

જી રે લાખા, કાટ ઉખડે પછી કાળ નંઇ લોપે જી,
સે’જે તમે વૈકુંઠમાં જાશો રે,

જી રે લાખા, સેલરશીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
ત્યારે તમે પૂરણ બ્રહ્મ બની જાશો જી,
તેજમાં તેજ મળી જાશો જી.

જી રે લાખા, એવા જો સંત રે મળે
તો એને ધોડી ધોડીને મળજો રે…

સતી લોયણ

           લોક વાયકા પ્રમાણે લુહાર જ્ઞાતિની સતી લોયણના મોહમાં અંધ બનેલ લાખા રાણાને કોઢ ફૂટી નીકળે છે ત્યારે લોયણ લાખાને બ્રહ્મજ્ઞાન આપે છે. આ શબ્દો પરા વાણીમાંથી પ્રગટ્યા છે તેમ કહેવાય છે.
         સાદી સીધી અને નિરક્ષર એવી એક લુહારણ બાઇનું પણ અંતર જ્યારે ઉઘડી જાય છે ત્યારે તેને પરમ તત્વની સીધી પહેચાન થઇ જાય છે.

One response to “એવા જો સંત રે મળે – સતી લોયણ

  1. ruta ફેબ્રુવારી 20, 2007 પર 11:16 એ એમ (am)

    This bhajan is filled with so many nuggets of pure satsang which is valuable and useful to all of us today, not just in Sati Loyan’s time. Her other notable bhajans like, ‘brahm ma bharvu hoi to het vadhaaro’ is particularly touching also.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: