એક બાળકે મને કાગળ લખ્યો છે. તેમાં એ પૂછે છે: ” પારસમણિ ખરેખર હોય છે ખરો?”
—–
ખરો પારસમણિ તો આપણા અંતરમાં રહેલો છે. આપણી પોતાની અંદર જ એવી કોઇક વસ્તુ રહેલી છે, કે જેના સંબંધમાં આપણે આવીએ, તો આપણી જિંદગી બદલાઇ જાય; આપણે પોતે જેવા હોઇએ તે મટી જુદા જ બની જઇએ. માનવમાંથી જાણે દેવ બની જવાય.
પોતાની અંદર રહેલો આ પારસમણિ ઘણાને હાથ લાગતો નથી. એમાંના કેટલાકને કોઇ ગુરુમાં કે મહાપુરુષમાં એ પારસમણિ મળી આવે છે. એવાનો પરસ થતાં આપણું જીવન બદલાઇ જાય છે.
ભગવાન એક એવા પારસમણિ છે કે, જો કોઇ તેને અડકે – અરે, એને અડકવાનો વિચાર પણ કરે – તો એવા માણસમાં ફેરફારો થવા લાગે છે અને આખરે માણસ પોતે પારસમણિ જેવો બની જાય છે!
એવો પારસમણિ આપણને મળે તો, બસ – પછી બીજું કાંઇ ન જોઇએ !
– અંબાલાલ પુરાણી
અહીં આપણી શોધ આ પારસમણિ માટેની છે.
Like this:
Like Loading...
Related
શ્રી અંબાલાલ પુરાણીજી સાથે મારે ઝાંબિયામાં ત્યાંની કોપર માઈનમાં અંડરગ્રાઉન્ડમાં કોપરનું પ્રોડક્ષન જોવા જવાનો પ્રસંગ હતો ત્યારે તેમની ચપળતા જોઈને ત્યાંના સંચાલક ગોરાએ તેમની ઉંમર પૂછી અને નવાઈ પામ્યો કે પાંસઠ વર્ષે પણ તમે યુવાન પેઠે બધે સહેલાઈથી ચઢવાનું અને જોવાનું ઘણા ઉત્સાહથી કરો છો એ કેવી રીતે પ્રાપ્ત કર્યું તેમણે કહ્યું રોજના આસન અને યોગના પ્રતાપે આ થયું છે.