સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એ આવશે – સુંદરમ્

એ આવશે અંતરનો અવાજ થઇ,
કે તોપગોળો થઇને ધણેણતો.
એ આપશે સ્વર્ગ તણું સુખાસન,
કે વેદનાના નરકાગ્નિઓ બધા :
એ સર્વ એનાં વરદાન મંગલ –
કૃતાર્થ થઇ તૃપ્ત બની વધાવીએ.

સુંદરમ્

   અંતરના અવાજને સાંભળતા થઇએ તે પછી આપણું કલ્યાણ જ થશે કે બધું સારું જ થશે કે આપણને સ્વર્ગ જેવું સુખ મળશે તેમ આપણે માનવા માંડીએ તો તે માન્યતા સાવ પાયા વિનાની છે.

    અંતરની વાણીની શોધ કંઇક પામવા માટે નથી, કે કંઇક નવા બનવા માટે ય નથી. તે તો આપણે જેવા છીએ તેવા જ બની રહેવા માટેની શોધ છે.  જ્યારે આપણે તેને સાંભળતા થઇએ, અને આપણને તે સાંભળ્યા વિના ચાલે જ નહીં તેવી સ્થિતિ પ્રાપ્ત થાય પછી સુખ અને દુઃખ, હર્ષ અને શોક એ સૌથી આપણે અલિપ્ત થઇ શકીએ છીએ.  

      કોઇ પણ સંજોગ આવી પડે પણ આપણું મુક્ત ઊડાણ પછી ચાલુ જ રહી શકે છે. આપણે સૌ ગુલામીઓથી મુક્ત થઇ શકીએ છીએ.    

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: