સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શિક્ષણનું ખરું કામ – મનુભાઇ પંચોળી- ‘દર્શક’

ભણાવવું એટલે શું?
ભણાવવું એટલે જ્ઞાન આપવું
અને સાથે મરદાનગી આપવી.
આજે શિક્ષણનું મુખ્ય કામ
અન્યાય સામે લડતાં શીખવવાનું છે.

આપણા શિક્ષણમાંથી, સાહિત્યમાંથી,
એવી તાકાત જન્મવી જોઇએ કે જેથી
સામાન્ય માણસ ઊઠીને ઊભો થાય
અને અન્યાય નિવારણ માટે લડત આપે.
શિક્ષણનું ખરું કામ આ છે :

ભણેલો માણસ શૂરવીર હોય,
સેવા પણ એને માટે જ છે:
સેવામાંથી મરદાનગી પ્રગટ થવી જોઇએ,
સામાન્ય માણસમાં નૂર પ્રગટવું જોઇએ,
શિક્ષણ, સાહિત્ય અને સેવાએ
જે કરવાનું છે તે આ છે.

શિક્ષણ ખાતર શિક્ષણ નહીં,
સાહિત્ય ખાતર સાહિત્ય નહીં,
સેવા ખાતર સેવા નહીં,
તે ત્રણેમાંથી શક્તિ પ્રગટવી જોઇએ.
માણસ બેઠો થવો જોઇએ.
આવી તાકાત જો ન નીપજતી હોય,
તો શિક્ષણ-સાહિત્ય- સેવા બધું નકામું.

મનુભાઇ પંચોળી – દર્શક

5 responses to “શિક્ષણનું ખરું કામ – મનુભાઇ પંચોળી- ‘દર્શક’

 1. Pingback: દર્શક « ગુજરાતી સારસ્વત પરિચય

 2. nilam doshi ઓક્ટોબર 17, 2006 પર 10:53 એ એમ (am)

  એકદમ સાચી વાત.શિક્ષણ નું સાચું કામ આ જ છે.પણ….

 3. Rajendra Trivedi, M.D. માર્ચ 17, 2008 પર 3:26 એ એમ (am)

  DEAR BHAI SURESH,

  YOU ARE HELPING TO MANY IN GUJARATI THE GREAT THINKERS BY YOUR BLOGS AND WISDOM.

  IN THE LAST MEETING WITH MANUBHAI IN LOWELL,MA
  WE HAD THIS VIEWS AND WISDOM NOTICED OF “DARSHAK”.

  શિક્ષણ ખાતર શિક્ષણ નહીં,
  સાહિત્ય ખાતર સાહિત્ય નહીં,
  સેવા ખાતર સેવા નહીં,
  તે ત્રણેમાંથી શક્તિ પ્રગટવી જોઇએ.
  માણસ બેઠો થવો જોઇએ.
  આવી તાકાત જો ન નીપજતી હોય,
  તો શિક્ષણ-સાહિત્ય- સેવા બધું નકામું.
  HOW TRUE!

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 4. Dilip Patel માર્ચ 17, 2008 પર 12:58 પી એમ(pm)

  સુરેશકાકા,

  આપ ગુજરાતી બ્લોગ-જગતમાં વિવિધ બ્લોગ્સ દ્વારા આ રીતે વિચારપ્રેરક સાહિત્ય પીરસવાની અવિરત સેવા કરીને આદરણીય મનુભાઇ પંચોળી (દર્શક)ના જણાવ્યા મુજબ શિક્ષણનું ખરું કામ કરી રહ્યા છો. ખૂબ ખૂબ આભાર.

  ભણેલો માણસ શૂરવીર હોય,
  સેવા પણ એને માટે જ છે:
  સેવામાંથી મરદાનગી પ્રગટ થવી જોઇએ,
  સામાન્ય માણસમાં નૂર પ્રગટવું જોઇએ,
  શિક્ષણ, સાહિત્ય અને સેવાએ
  જે કરવાનું છે તે આ છે.

  દિલીપ ર. પટેલ

 5. Pingback: વાચન યજ્ઞ – મનુભાઈ પંચોળી ” દર્શક ” ની જન્મ શતાબ્દી | ટહુકો.કોમ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: