સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એસ્કીમો ‘શમન’ – એંડ્ર્યુ હાર્વે

…… અને પછી હું શાંતિ શોધતો હતો. પણ એટલામાં તો હું સાવ ઉદાસ થઇ ગયો. મારી આંખોમાંથી ચોધાર આંસું નીકળવા માંડ્યા. શા કારણે હું આટલો ઉદાસ થાઉં છું તે પણ મને ખબર ન પડી.
         અને ત્યાં તો એકાએક બધું જ કોઇ પણ કારણ વગર બદલાઇ ગયું. અને મને કોઇ મહાન અને અવર્ણનીય આનંદ થવા માંડ્યો. તે આનંદ એટલો બધો તીવ્ર હતો કે, કે હું તેને મારી અંદર રોકી ન શક્યો. મારા મુખમાંથી એક ગીત સરી પડ્યું. તે ગીત એટલું તો પ્રબળ હતું કે તેમાં ‘આનંદ” ના ભાવ સિવાય બીજા કોઇ શબ્દને સ્થાન ન હતું. આનંદ! આનંદ! આનંદ ! કેવળ આનંદ !
           અને આ આનંદને મોકળાશ આપવા મેં મારા અવાજની સૌથી વધુ તીવ્રતાથી ગાવા માંડ્યું. આ ભેદી આનંદની પરાકાષ્ટાની અધવચમાં હું શમન(*) બની ગયો. મારી દૃષ્ટિ અને મારા શ્રવણમાં એક પરિવર્તન આવી ગયું.
            મને ‘કમનક’ (*) મળી ગયું હતું – મારું પૂર્ણ જ્ઞાન – મારા શરીર અને મનનો ‘શમન’ પ્રકાશ. અને આ એવી રીતે થયું હતું કે હું માત્ર જીવનના અંધકારની આરપાર જ જોઇ શકતો નહતો, પણ તે પ્રકાશ મારા શરીરને વીંધીને આરપાર નિકળી જતો હતો. આ પ્રકાશ સામાન્ય માનવ આંખોથી દેખાય તેવો ન હતો, પણ કુદરતના બધા તત્વો – જમીન, આકાશ, દરિયો – એ સૌ તેને જોઇ શકતા હતા. અને આ બધાં તત્વો મારી નજીક આવી ગયા અને મારા મદદનીશ તત્વો બની ગયા.
એક એસ્કીમો શમન
(એંડ્ર્યુ હાર્વેના ફકરાનો ભાવાનુવાદ –સુરેશ જાની)

___________________
*  એસ્કીમો શબ્દો

       અંતરની વાણીની અનુભૂતિ કોઇ સમાજ કે વ્યક્તિ કે કાળ પૂરતી મર્યાદિત નથી હોતી. સુસંસ્કૃત સમાજથી અળગા અને અત્યંત ઠંડા પ્રદેશોમાં રહેતા એસ્કીમો સમાજમાં પણ આવી અનુભૂતિ થતી હોય છે.   

One response to “એસ્કીમો ‘શમન’ – એંડ્ર્યુ હાર્વે

  1. Pingback: પ્રકરણ – 54 ખાનનો વીજય દરબાર « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: