– ગુજરાતી સોનેટો
– અંગ્રેજીમાં સોનેટો
– મારી રચના
– વધુ જાણો
– 1 – : – 2 – : – 3 –
– વિલીયમ શેક્સ્પીયર
__________________________________________
સોનેટ એ મૂળ ઇટાલીયન કાવ્ય પ્રકાર છે. 13 મી સદીના જેકોપો લેન્ટીની નામના સીસીલી, ઇટાલીના વિદ્વાને તેને પહેલી વખત ફ્રેડરીક – બીજાના દરબારમાં રજુ કર્યું હતું. પણ સોનેટ લોકપ્રીય થયું હોય તો ચૌદમી સદીના ફ્રાંસેસ્કો પેટ્રાર્કાની રચનાઓથી થયું છે.
આપણી ભાષામાં સોનેટ અંગ્રેજીમાંથી આવેલું છે. અંગ્રેજીમાં સોનેટ કાવ્ય રચનાનો પહેલો ઉપયોગ થોમસ વ્યાટે 16મી સદીની શરુઆતમાં કર્યો હતો એમ મનાય છે. ઘણા અંગ્રેજ કવિઓએ ઉત્તરોત્તર સોનેટની શૈલીને વિકસાવવામાં ફાળો આપેલો છે. પણ શેકસ્પીયરને અંગ્રેજી સોનેટના સૌથી મહાન કવિ ગણવામાં આવે છે.
ગુજરાતીમાં સોનેટના પ્રથમ પુરસ્કર્તા સ્વ. શ્રી. બળવન્તરાય ઠાકોર હતા.

સોનેટમાં 14 પંક્તિઓ હોય છે. છન્દ કોઇ પણ હોઇ શકે છે. પણ દરેક પંક્તિના અંતે આવતા શબ્દમાં પ્રાસ મળતો હોય તો સોનેટની રસાળતા વધે છે. આ માટે જુદી જુદી શૈલીઓના જુદા જુદા નિયમો હોય છે. સામાન્ય રીતે બે જાતના સોનેટ પ્રચલિત છે.
- પેટ્રાર્કશાયી સોનેટ – મૂળ ઇટાલીમાંથી આવેલી શૈલી
- આમાં પહેલા ચરણમાં 6 અને બીજા ચરણમાં 8 પંક્તિઓ હોય છે. પહેલા ચરણમાં કાવ્યના વિચારનું મૂળ ધીરે ધીરે વિચાર વિસ્તાર પામે છે. બીજા ચરણમાં આ વિચારમાંથી નીપજતો સાર અથવા તેનાથી વિરુધ્ધનો વિચાર રજુ કરવામાં આવે છે.
- શેક્સ્પિયરશાયી સોનેટ – શેક્સ્પીયરે શરૂ કરેલી શૈલી
- આમાં કુલ ચાર ચરણ હોય છે. 4-4-4 અને 2 . પહેલી ત્રણ ચરણમાં મૂળ વિચાર ધીરે ધીરે વિકાસ પામે છે, તેને લગતા ઉદાહરણો આપવામાં આપવામાં આવે છે , વિગેરે . છેલ્લી બે પંક્તિમાં આમાંથી નીપજતો સાર વાચકને મળે છે.
Like this:
Like Loading...
Related
Very good info…
I was really waiting for this!
Thank you dada!!
Pingback: મિષ્ટ દાંપત્યે (હાસ્ય હાઈકુ-સોનેટ) « કાવ્ય સૂર