ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ, આમના.
– સાંઇ કવિ – મકરન્દ દવે
આ ગીત મને બહુ જ પ્રિય છે. આપણા જીવનનો બહુ કરૂણ ચિતાર અહીં આપ્યો છે. પણ સાથે આર્દ્રતાથી કરેલી પ્રાર્થના પણ છે. આવી રીતે પ્રાર્થના કરીએ ત્યારે જ તે સંભળાય.
માનવ જીવનની ઘટમાળ એવી
દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.
પણ છતાં એક અદ્ ભૂત ખુબી એ પણ છે કે, એ જ જીવનની અંદર – કશેય દૂર ન જવું પડે તેવી રીતે – મોટો આનંદ, ચૈતન્ય અને સત્યનો ખજાનો ભરેલો પડ્યો છે. માત્ર તેની પર માનવ સ્વભાવના અને હજારો વર્ષ જૂનાં સંસ્કારોના પડળો લાગેલા છે. એ ખજાનાને કવિ અહીં સાવ તળપદી ભાષામાં ‘જીવણ’ કહીને સંબોધે છે.
બસ, આપણે આર્દ્રતા અને કરૂણા સભર ભાવથી આ જીવણને ઇજન આપવાનું છે કે તમે મારા જીવનમાં આવો. છૂપાયેલા ન રહો.
વાચકોના પ્રતિભાવ