સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પતંગ?

ઢઢ્ઢો જો ટટ્ટાર, ઊભો રે’,
ફસક્યો તો તે પણ ફસકે છે,
છે કમાન તો પહોળી છાતી,
ને છટકી તો નહીં કોઇનો,

જાતજાતના રંગ રૂપ છે,
નાના મોટા કંઇ માપ છે.
કોઇ પાવલો, કોઇ અડધીયો
પટાદાર વળી આંખેદાર છે,

કોઇ ઘેંસીયો, કોઇ ફૂદડીયો
કોઇ ઝીલ, કોઇ મંગેદાર છે.
હોય મોટો એ ભડભાદર તો,
કંઇ ટુક્કલને સ્હેલ દેત છે.

કન્ના બાંધો તો જ કાબુમાં,
નહીં દોર તો વહે લ્હેરમાં
ગીન્નાયો તો વજન માંગતો,
ઘવાય તો પટ્ટા માગે છે.

પવન પડે તો આવે પાછો,
ઠમકા મારે રહે હવામાં,
બીન હવામાં ગોથ મારતો,
પવન ભરાય તો ફાટી જાય છે.

ઢીલે પેચ લે, વળી ખેંચીને,
શત્રુને તે મા’ત કરે છે.
કદી પેચમાં કપાઇ જાતો
સમીર સાથ તે વહી જાય છે.

કહી વારતા ચતુર સુજાણ સૌ !
પતંગની કે મારી તમારી ?

–    ‘સર્જન સહીયારું’ પર તા. 25 જાન્યુઆરી, 2007 ના રોજ

4 responses to “પતંગ?

 1. SV જાન્યુઆરી 28, 2007 પર 7:11 એ એમ (am)

  Beautiful. Very well written. Looking forward to your penning more.

 2. Shah Pravinchandra Kasturchand જાન્યુઆરી 28, 2007 પર 8:46 એ એમ (am)

  સુરેશભાઈ,
  તમે કહો છો એ પ્રમાણે તમે ભાગ્યેજ કવિતા લખો છો.પણ તમારા આજના આ પતંગને ઊડતો જોઈ
  મને તમારી આ વાત પર વિશ્વાસ બેસતો નથી.
  તમારા આ પતંગે ઘડપણને જરીક વાર તો સાચેસાચ ભુલાવી દીધું.ઉત્તર ગુજરાતના મારા કડી
  ગામમાં મારા ઘરના છાપરે ઉતરાણના દિવસે “કાપ્યો છે,કાપ્યો છે”ની જાણે
  હું બૂમો પાડી રહ્યો હોઉં એવું લાગે છે.
  આજ પછી તમારો આ પતંગ સદા કવિતાના આકાશમાં ઊડતો રહે એવી મારી શુભેચ્છા સ્વીકારશો.

  પ્રવીણભાઈ.

  http://www.angelfire.com/poetry/pravinchandra/

 3. Professor Dinesh O. Shah જાન્યુઆરી 28, 2007 પર 8:56 એ એમ (am)

  Dear Sureshbhai,

  The take-home message in your last two lines is excellent! I am impressed with all the adjectives of the patang that you still remember! Thank you for sharing with all of us. Dinesh O. Shah

 4. Pingback: પતંગ | હાસ્ય દરબાર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: