સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

‘તિજોરી’- આચાર્ય વિજયરત્નસુંદરસૂરિ

આ શબ્દ કાને પડતાં જ આંખ સામે આવી જાય રૂપિયાની થપ્પીઓ, સોનાનાં ઘરેણાં, હીરા, માણેક, મોતી વિગેરે.
પણ સબૂર!


        આ સંસારમાં પ્રભુનાં વચનો જેવું મૂલ્યવાન ઝવેરાત બીજું કોઇ નથી કારણકે, એ ઝવેરાતના માધ્યમે તો આત્મા ખુદ પરમાત્મારૂપ બની જાય છે. અરે, પરમાત્મારૂપ નથી બનતો ત્યાં સુધી શાંતિ- સમાધિ અને સદ્ ગતિનો સ્વામી તો બનતો જ રહે છે. એ અમૂલ્ય ઝવેરાતનો ખુલ્લો ખજાનો એટલે જ
‘તિજોરી’
            માણસને હકીકતમાં પૈસા નથી ગમતા. એને ગમે છે – સુખ, સગવડ, સુવિધા અને સલામતી. એ તમામના દર્શન એને થાય છે., પૈસામાં . અને એટલે જ એ પૈસા પાછળ પાગલ બનીને દોડતો રહે છે. પણ જો એને સમ્યક્ સમજ આવી જાય કે, ‘જે પૈસા ખુદ અસલામત છે એ પૈસામાં મને સલામત રાખવાની ક્ષમતા તો હરગીજ નથી’ ; તો આ વિનશ્વર સમ્પત્તિ પાછળની તેની આંધળી દોડ સ્થગિત થઇ ગયા વિના ન રહે. અને એ દોડ સ્થગિત થઇ જાય, મંદ થાય, પછી જ શાશ્વત સમ્પત્તિ પાછળ પા પા પગલી માંડવાની શરુ થાય છે. આ સમ્યક્ સમજના આપણે સ્વામી ખરા?

આચાર્ય વિજયરત્નસુંદરસૂરિ 

           જેમના પુસ્તકોની લાખો નકલો ખપી ગઇ છે તેવા આ જૈન મુનિના વચનો સર્વકાલીન છે. તેમણે જીવન માટે માર્ગદર્શક બસ્સોથી વધુ પુસ્તકો લખ્યા છે અને અનેક વ્યાખ્યાનો આપ્યા છે. તેમના અમૂક પુસ્તકોના તો અનેક ભાષાઓમાં અનુવાદ પણ થયા છે.
          અહીં જે ‘પ્રભુની વાણી’ શબ્દ તેમણે વાપર્યો છે, તે જ ‘અંતરની વાણી’ અને સદ્ ગતિ એટલે પરલોકમાં સુખ એમ નહીં, પણ અહીં અને આ ઘડીનું સુખ એમ સમજવાનું છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: