સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

‘કેમ છો?’ -આદિલ મન્સુરી

હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.
સામે મળી જવાય તો બીજું તો કંઇ નહીં,
પણ ‘કેમ છો?’ કહીને ન પાછા વળી જવાય.
આદિલ મન્સુરી

——————————————————————————

‘કેમ છો?‘ વાપરીને બનાવેલી રચનાઓ શોધતાં આ લોકપ્રિય શાયરની આ રચના નજરે ચઢી ગઇ.

અને મન વિચારોએ ચઢી ગયું.

       આપણે ભીડમાં જ રહેવા ટેવાયેલા છીએ. એકલા પડવાનું બહુ જોખમી છે! કદાચ ‘એ’ સામે મળી જાય અને આપણને એ સમ્મોહિત કરી દે. અને તો તો પછી પાછા શી રીતે અવાય? ! 

        હા! પોતાની જાતને મળવાનું બહુ જોખમી છે. એક વાર એ મુલાકાત થઇ ગઇ. બસ પછી એને મળ્યા વિના જ ન ચાલે.  એના વિનાની જિંદગી અધૂરી લાગે. અરીસામાં દેખાતી વ્યક્તિની સાથે આપણે આંખ અને દિલ મેળવવાનું ટાળતા હોઇએ છીએ. અરીસા સામે પાંચ મિનીટ પણ સતત ઊભા તો રહી જૂઓ! મારી મા કહેતી હતી-“ચાટલા સામે બહુ ના ઊભો રહે. ગાંડા થઇ જવાય !”

        બસ આ પાગલપન આપણને લાગી જાય એ જ બીક છે. આ બધી ભીડ, આ બધો કોલાહલ, આ બધી માયા, આ બધી મનગમતી બબાલ, આ બધી વૈખરી, જે જીવનભર ભેગી કરી છે તે જતી રહે, તેનો મોહ ઓસરી જાય, તેની આપણને અસૂયા થઇ જાય તેનો ડર છે!  અંતરની વાણી જાગી જાય તેનો ડર છે.

         ભીડમાં ખોવાઇ જવામાં કોઇ જોખમ નથી. ભલેને આપણી જાત જ ખોવાઇ જાય!   

સુરેશ જાની 

6 responses to “‘કેમ છો?’ -આદિલ મન્સુરી

 1. shivshiva ફેબ્રુવારી 23, 2007 પર 1:12 એ એમ (am)

  ભીડમાં ખોવાઇ જવામાં કોઇ જોખમ નથી. ભલેને આપણી જાત જ ખોવાઇ જાય!

  પ્રભુ પર છોડી દેવાનું?

 2. shivshiva ફેબ્રુવારી 23, 2007 પર 7:20 પી એમ(pm)

  હું પણ ભાગેડુ વૃત્તિમાં જરાયે માનતી નથી. પરિસ્થિતીમાં સ્થિર રહેવું એમાં જ ખરું મક્કમપણું છે. અને એ પ્રયત્ન કરવો જ રહ્યો. મને તમારો જવાબ ખૂબ ગમ્યો
  આભાર

 3. pradip જૂન 25, 2007 પર 2:02 એ એમ (am)

  ADIL MANSURI,
  TAME BHARE VAAT KARI,
  AAJE PRAS BETHO KE,
  BHID MA KHOVAI JAVU AE VAI (MURCHHA) CHHE.
  PAN, AAPNI JAAT NE MALVU AE TO TAVAI CHHE.
  I live this thought to readers for debate……………………………….

  Pradip.S.Dave
  Ahmedabad
  25/06/07

 4. સુરેશ જાની જૂન 25, 2007 પર 9:21 એ એમ (am)

  હા, આપણને ભીડમાં ખોવાવાનો રોગ ગમે છે.
  કદાચ આપણે સામાજીક પ્રાણી છીએ એટલે હશે.
  એકલા પડીએ અને જાતની ઓળખ થઇ જાય, તો આ મહોરું તુટી જવાનો ભય રહે છે. કદાચ આપણો હોવાપણાનો ભ્રમ જ ભાંગી જાય છે.
  અતીતના માર્ગની એકલતા બહુ ભયાવહ હોય છે. પણ જેમણે એ અનુભવેલી છે તેઓ એમ કહે છે કે, એ માર્ગે ગયા પછી પાછા વળવાનું મન નથી થતું.
  એ તો જોનાથન લીવીન્ગ્સ્ટનની સીગલના ઉડાણ જેવું ઉડાણ હોય છે તેમ જાણકારો કહે છે.

 5. aataawaani જાન્યુઆરી 24, 2015 પર 8:30 પી એમ(pm)

  ક્યારેક આપણે આપણી જાતને ખોવી પડે છે .અને ક્યારેક ખોવાવામાં આનંદ સાંપડતો હોય છે .
  मिटादे अपनी हस्तीको अगर कुछ मर्तबा चाहे .
  की दाना खाकमे मिल कर गले गुल ज़ार होता है .

 6. Sharad Shah જાન્યુઆરી 25, 2015 પર 8:15 એ એમ (am)

  અંદરની ભીડ આકરી છે એટલે બહારની ભીડમાં ખોવાઈ જઈએ એટલીવાર અંદરની ભીડનો અહેસાસ નથી થતો.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: