સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રભુને સર્વ સોંપીને – સ્વામી જગદીશતીર્થ, Swami Jagdishtirth

પ્રભુને સર્વ સોંપીને, પ્રભુનું ધાર્યું થાવા દે,
પ્રભુની આ બદનબંસી, પ્રભુને તું બજાવા દે.

પ્રભુના સૂરથી ન્યારો, કરે તું સૂર મમતાનો,
પ્રભુના સૂરમાં તારો, હૃદયનો સૂર મિલાવી દે.

પ્રભુ શિરસ્વામી છે મોટો, પછી શો છે તેને તોટો,
પ્રભુના અંકમાં બેસી, પ્રભુનું ધાર્યું થાવા દે.

પ્રભુના જગતબાજારે, બન્યો સેવક તું વ્યવહારે,
પ્રભુના નામ પર ત્યારે, નફો નુકસાન થાવા દે.

પ્રભુની નાટ્યશાળામાં, બન્યો નરદેહ આ જ્યારે,
રમાડે ખેલ ખેલાડી, વૃથા શું તું કૂટે ત્યારે ?

બન્યો તું દોઢ-ડહાપણિયો, મધુરા વાક્ય તું બોલે,
કરે વ્યવહાર તું સઘળો, મમત ને હું તણા બોલે.

ચરાચર દેહની બંસી, બજાવનહાર સાચો છે,
નથી તે પારખ્યો પ્રેમે, કસોટીમાં તું કાચો છે.

કહે પ્રારબ્ધિની સત્તા, નથી પ્રારબ્ધ તેં જોયું,
રમે ઈન્દ્રિય ભોગોમાં, અચળમાં ચિત્ત ના પરોવ્યું.

નચાવે ભ્રાંતિઓ તુંને, થયો અભ્યાસનો કેદી,
શરણ જગદીશમાં વૃત્તિ, પછી થાનાર થાવા દે.

–  સ્વામી જગદીશતીર્થ

3 responses to “પ્રભુને સર્વ સોંપીને – સ્વામી જગદીશતીર્થ, Swami Jagdishtirth

 1. pradip જૂન 26, 2007 પર 10:33 એ એમ (am)

  ‘Jagdish’ janyo che prabhu me tane, hamana
  Nahi tode hamari bhramana, khatri chhe prateyk kshanma

  Wonderful attempt by “Jagdish”
  Pradip Dave
  Ahmedabad

 2. Haritbhai Pandya સપ્ટેમ્બર 4, 2007 પર 1:47 પી એમ(pm)

  pabhuna surman taro hradayno sur milavide.
  THE MOST APEALING PANKTI! THANKS.

 3. Rajendra Trivedi, M.D. સપ્ટેમ્બર 6, 2007 પર 6:57 એ એમ (am)

  બન્યો તું દોઢ-ડહાપણિયો, મધુરા વાક્ય તું બોલે,
  કરે વ્યવહાર તું સઘળો, મમત ને હું તણા બોલે.

  ચરાચર દેહની બંસી, બજાવનહાર સાચો છે,
  નથી તે પારખ્યો પ્રેમે, કસોટીમાં તું કાચો છે.

  કહે પ્રારબ્ધિની સત્તા, નથી પ્રારબ્ધ તેં જોયું,
  રમે ઈન્દ્રિય ભોગોમાં, અચળમાં ચિત્ત ના પરોવ્યું.

  નચાવે ભ્રાંતિઓ તુંને, થયો અભ્યાસનો કેદી,
  શરણ જગદીશમાં વૃત્તિ, પછી થાનાર થાવા દે.

  GREAT THINKER..AND SAINT.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: