સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જાહેર પત્ર – 2

”  આ ક્ષણમાં શક્તિશાળી બનીને જીવો. ”

          મારા ઇમેલની સાથે મોકલાતો મારો આ જીવનમંત્ર ઘણાને ગમ્યો છે. મને ઘણા બધા સંદેશા મળે છે કે, આવું ઘણું બધું અને વારંવાર લખો. દુનિયાના ખૂણે ખાંચરે  ગુજરાતી લોકોને આ પ્રવૃત્તિ જચી છે. માટે જ મારા જન્મ દિન પર મને મળેલા અભૂતપૂર્વ સંદેશાઓથી મારા મનમાં ઊઠેલું તોફાન, શાંત થઇ જાય અને વિસરાઇ જાય તે મારે નથી થવા દેવું.

         માટે આજના દિવસે હું સંકલ્પ કરું છું કે મારા મનમાં જ્યારે કોઇ ઊભરો આવે, ત્યારે તરત જ તે મારા કોમ્પ્યુટરના કી પેડ પર ઠલવાઇ જશે. જેથી તે ઊભરો મારા પૂરતો જ મર્યાદિત ન રહે , પણ બધા વાચકો સાથે હું તે વહેંચું. અહીં જાતજાતના વિષયો પરના મારા વિચારો આવશે. કદાચ અત્યાર સુધી જે રાહ પકડાઇ છે તેનાથી સાવ જૂદો જ વિષય  પણ આવી જાય.

       માત્ર એ જ વાત સામાન્ય રહેશે કે, તે મારા અંતરમાં પ્રગટેલો મારી પોતાની જાત સાથેનો સંવાદ હશે.

       જો તમને આ સંકલ્પ ગમ્યો હોય અને મને પ્રતિભાવ આપશો, તો આનંદ થશે, મારો આ વહેંચવાનો ઉત્સાહ અનેકગુણિત થશે.
       અને ન ગમ્યો હોય તો પણ જણાવશો, જેથી હું મારી કલ્પનાના પ્રદેશના વિહારની વ્યર્થ  અભિવ્યક્તિ કરતાં અટકું. 

31 responses to “જાહેર પત્ર – 2

 1. Kishor Raval માર્ચ 12, 2007 પર 11:31 એ એમ (am)

  All our trhoughts need editing for content, structure and lucidity. There is no justification for bombarding everyone with raw emotions. People have no time to handle it.
  A lot of thoughts also need to be censored.

 2. ઊર્મિસાગર માર્ચ 12, 2007 પર 11:43 એ એમ (am)

  યસ…. અંતરની વાણીને વાચા આપવી એટલી સહેલી નથી હોતી…
  તમારા સંકલ્પને ચાલુ રાખો દાદા… અમને એમાથી ઘણું ઘણું જાણવાનું અને શીખવાનું પણ મળશે.

 3. Sarjeet માર્ચ 12, 2007 પર 11:44 એ એમ (am)

  હા, અમને ઘણું શીખવા મળશે.

 4. bhairavi માર્ચ 12, 2007 પર 11:47 એ એમ (am)

  Directional thoughts always broaden the thinking horizon .Keep them coming Masa.

 5. જય માર્ચ 12, 2007 પર 11:58 એ એમ (am)

  હું સંપૂર્ણપણે સહમત છું. તમારા વિચારો માંથી મને ઘણું શીખવાનું મળે છે અને સાચું કહું તો જ્યારે ‘સહિયારું સર્જન’ પર જ્યારે વાંચ્યુ, “એક એક કરીને જીવનની ઘણી અમૂલ્ય ક્ષણો હાથમાંથી કોરી જ સરી જાય છે. તમારી જેમ અમને પણ વર્તમાન ક્ષણમાં જીવવાની અને અંતરની વાણી સાંભળવાની પ્રેરણા મળતી રહે એવી અભિલાષા!” ત્યારે મને એક નવી દ્રષ્ટિ મળી એમ કહું તો ચાલે. એ જ અરસામાં અચાનક ત્રણ-ચાર પ્રોજેક્ટ આવી પડયાં હતાં અને ખુબ મંઝાયો હતો. આ વાંચ્યા પછી પુરા જોમ સાથે ઝંપલાવ્યું. હજી તો તમારી ભીતરમાં કેટલું બધ જ્ઞાન છુપાયું હશે? તમે તમારે વાણી લખશો તો જ અમને જાણવા મળશે.

 6. manishi jani માર્ચ 12, 2007 પર 2:06 પી એમ(pm)

  ha…chalu rakho….mazzza pade che…

 7. Dinesh O. Shah માર્ચ 12, 2007 પર 2:51 પી એમ(pm)

  Dear Sureshbhai,

  It is a good idea but may pose some problems also. People can take your writing out of context ! What I would suggest is that you share those thoughts on issues where there could be two, three or four possible solutions. You make your choice and then tell us what is the logic behind your decision. In other words, tell your friends how your mental compass works at the cross roads of life. Then people can reflect on it and enhance their wisdom from your experiences. Gandhiji did this with his colleagues on several such issues, where one can not decide which is the best course of action. In the final analysis, I would like to know your thoughts on many complex issues of our life and specifically the life in USA. In my opinion, the process of living is lot simple in India as compared to that in USA. We can learn lot from people like you. With best wishes and warmest regards,

  Dinesh O. Shah

 8. Rajiv માર્ચ 12, 2007 પર 3:09 પી એમ(pm)

  Someone like me who is absolutely disconnected from Gujarat language these days will benefit a lot from your thoughts and gujarati reading regularly.I really appreciate what you are doing for us all.With all the best wishes…regards

 9. Jay Gajjar માર્ચ 12, 2007 પર 3:56 પી એમ(pm)

  Yes please. Very good idea. Good thought. Keep the spirit and let it flow like a stream. Many will get inspired. Good Luck
  Regards
  Jay Gajjar, Mississauga, Canada

 10. Arti Desai માર્ચ 12, 2007 પર 8:16 પી એમ(pm)

  Sureshbhai
  Yes please.I have seen power and positive purpose in your thoughts.Let us all get inspired.

 11. Kamal Vyas માર્ચ 12, 2007 પર 9:13 પી એમ(pm)

  YES. Kaviraj.
  Good and inspiring one.
  Kamal

 12. હરીશ દવે માર્ચ 12, 2007 પર 9:20 પી એમ(pm)

  જાહેર માધ્યમોનો ઉપયોગ વિવેકપૂર્વક, જવાબદારીપૂર્વક થાય તે અનિવાર્ય છે. આપણે ઈંટરનેટને જંક મેટરનું સંગ્રહસ્થાન બનતું રોકીએ. આપણે સત્વ શીલ, લોકભોગ્ય , હેતુપૂર્વકનું લેખન કરીએ તે ઈચ્છનીય છે. તમારી પાસે સત્વ છે અને તેની ઔચિત્યપૂર્ણ, વિવેકપૂર્ણ રજૂઆત સૌ આવકારશે. …….. હરીશ દવે અમદાવાદ

 13. nilam doshi માર્ચ 12, 2007 પર 9:23 પી એમ(pm)

  દાદા.શુભસ્ય શીઘ્રમ… રાહ ન જુઓ.અમે પ્રતીક્ષા કરીએ છીએ.

  અમને ઘણું જાણવા અને શીખવા મળશે.આપની પાસેથી.

  તો રેડી..સ્ટેડી ..ગો….

  all the best.we all r with u always

 14. Piyush માર્ચ 12, 2007 પર 9:25 પી એમ(pm)

  I agree to what you say. Thoughts if put in a proper way can change your life. It’s your attitude which defines the success.

  Life is not measured by the moments you take. It is measured by the moments that take your breath away.

  Keep doing the good work. Thoroughly enjoy all your publishes.

 15. Jugalkishor માર્ચ 12, 2007 પર 9:33 પી એમ(pm)

  સારી વાત સૌને ગમે. ” સુખડું વહેંચ્યેથી વધે; દુ:ખડું વ્હેંચ્યેથી ઘટે !” આપણે તો ગમતાંનો નહીં સારાનો જ ગુલાલ કરવો છે. ગમતું બધું સારું ન પણ હોય ! લિવ ધી મોમેંટ પાવરફુલ્લીની જેમ લીઈઈવ મેનીથીંગ પણ ભવિષ્યે આવે તો તેયે કરવું.

 16. mahendra માર્ચ 12, 2007 પર 10:05 પી એમ(pm)

  yes pl go ahead..what all comes sponteniouly is vluable.. like gandhiji and other worked with truth.. bring out.. param satya from within.. and see that it transforms life of at least one out of many..
  grand luck

 17. વિવેક માર્ચ 12, 2007 પર 10:09 પી એમ(pm)

  કિશોર રાવલના પ્રતિભાવ સાથે હું સહમત છું. વ્યક્તિગતવિચારને સમષ્ટિ સુધી મૂકતા પહેલાં યોગ્ય કાપ-કૂપ થવી જરૂરી છે. આપના વિચારોનું સ્વાગત છે પણ એ યથાર્થ શીખ બની રહે અને નિરર્થક બકબક ન બની રહે એ જરૂરથી જોજો. મને મરીઝનો એક શેર યાદ આવે છે:

  ઉભરો રહે ન દિલમાં, ન બદનામીઓનો ડર,

  શોધું છું ભેદ કહેવાને નબળા સ્મરણના દોસ્ત !

 18. pravina Avinash માર્ચ 13, 2007 પર 5:59 એ એમ (am)

  હા, આ વિચાર આવકાર્ય યોગ્ય છે.
  તમને બધા ‘દાદા’ ના ઉપનામ થી
  સંબોધે છે.બીજું પણ સંબોધન શોધો.
  અનુભવની એરણનું આચમન મળે
  નહીં કે વિતેલ જીંદગીનો બળાપો.

 19. Neela Kadakia માર્ચ 13, 2007 પર 9:53 એ એમ (am)

  yes carry on. We really need good thoughts which definately help in life.

 20. Amit pisavadiya માર્ચ 13, 2007 પર 10:02 એ એમ (am)

  yes… વર્તમાન જ સર્વશક્તિમાન છે…

 21. Shah Pravinchandra Kasturchand માર્ચ 27, 2007 પર 5:15 એ એમ (am)

  પહેલી વસ્તુ ધ્યાનમાં રહેવી જરુરી આ છે: ઊભરો આવે એ નુકસાન કરે છે.
  ગૃહિણીઓ આ વાત સારી રીતે સમજે છે.પુરુષો આ વાત સારી રીતે સમજતા નથી.
  આ ક્ષણમાં શક્તિશાળી બની જીવવા માટે ઊભરો નહીં,વિવેક,સંતુલન અને સ્થિરતા જરુરી છે.

  શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: