( ઇન્દ્રવંશા – વંશસ્થ )
———————————-
આવ્યા તમે ભારતના પ્રવાસમાં,
પોંખ્યા અમે ચાહતના મીજાજમાં.
સાથે રહીશું, રમીશું, બીરાજશું,
છુંટાય પડશું, તમને સ્મરીશું.
તમે ય કેવા નીવડયા વીલાયતી,
રહી પડ્યા, પાથરી સેજ કાયમી.
તમને સ્મરે ના હરફે રવાનગી,
બની ગયા આપ અમારા સારથી.
ગુલામ થઇને હરખ્યા અમે યે,
ધોળી ત્વચાનાં ગુણગાન ગાઇએ.
ભુલી ગયા માત અમારી ભારતી,
વીલાયતીને ઉમદા જ માનીએ.
તમે ટળ્યા તો ય અમે ભુલ્યા નથી,
રસમો તમારી સઘળી બનાવટી.
અમે બનાવ્યા ઠગને પ્રજાપતી,
મુછમાં હસો આપ, ‘આ કેવી જાતી?’
તમે ય સુણજો જગના નીવાસી,
અમે ય જાગ્યા વીસમી સદી મહીં.
વહાણ હાંક્યા સહુ બંદરે અમે,
અમે છીએ ગૌરવવાન ગુર્જરી.
– સુરેશ જાની
Like this:
Like Loading...
Related
દાદા, તમને તાજો તાજો જ કોઇ મહેમાનનો અથવા મહેમાન-નવાઝીનો ‘સરસ મઝા’નો અનુભવ થયો છે કે શું? 🙂
તમે હવે લાંબાં કાવ્યો છંદમાં કરવા માંડ્યા ! તમને થોડક જ સમયમાં પક્કડ આવી જવાની. છંદનું એવું છે કે આપણે એની પાછળ પડી જઈએ એટલે પછી એ એ આપણી પાછળ પડે.તમે તૈયારી રાખજો.
Pingback: ફ્યુઝન બર્થ ડે પાર્ટી « હાસ્ય દરબાર
wonderful, excellent and true