સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બ્લોગીંગનું એક વર્શ – મારો અનુભવ – ભાગ 1

(એ ભાઇયું અને બેન્યું ! ઉંઝા જોડણી વાપરવા બદલ જરીક મને ખમી ખાજો! )   

          મને યાદ નથી કે, કઇ તારીખે હું આમાં પડ્યો કે તર્યો! પણ 2006 ના એપ્રીલ મહીનામાં આ ફુલ થવાનું (!) કાર્ય હાથમાં લીધું હતું તે નક્કી છે. રીડ-ગુજરાતીનો પાડ માનું કે, ત્યાં કોઇ એક લેખ વાંચતાં કોઇની કોમેન્ટમાં ‘બ્લોગ’ શબ્દ પહેલી વાર વાંચ્યો અને તેમના બ્લોગની મુલાકાત લીધી. તેના પરથી બ્લોગસ્પોટ ડોટ કોમની મુલાકાત માત્ર કુતુહલ વૃત્તીથી લીધી. જાણવા મળ્યું કે મારો પોતાનો બ્લોગ પણ હું બનાવી શકું – પાંચ જ મીનીટમાં; કોઇ ટેક્નીકલ જાણકારી વગર અને ખાસ અગત્યનું તો એ કે, એક પૈસા કે સેન્ટના ય ખર્ચ વગર – ખાસ આ અમદાવાદી માટેનું આકર્શણ – સારું, નમતું અને સસ્તું કે ઉધાર નહીં પણ મફત – અરે સાવ મફત !!
                                       sun_moon_northpole4.jpg

                 આપણે તો બાપુ ધોડ્યા ! અને પહેલા જ દિવસે ઉત્તર ધ્રુવ પરની એક રાત્રીનું ચીત્ર ચોંટાડી દીધું. સુર્ય કરતાં ય ચન્દ્રને મોટા બતાવતું આ ચીત્ર બહુ જ સાંકેતીક હતું . સુર્યના પ્રકાશથી અજવાળાતા ચન્દ્રની જેમ મહાન સાહીત્યકારોની રચનાઓના પ્રતાપે સાવ અંધારામાંથી થોડો ઉજાસમાં આવેલો આ વાચક પાંચ જ મીનીટમાં મારી પોતાની દુનીયાનો સૌથી મોટો લેખક બની ગયો ! પેલી એસ.એસ.સી. “ “ – પાંચ મીનીટમાં વાળી ગાઇડોની જેમ!
                 વાહ! આપણે જ લેખક, આપણે જ તંત્રી, આપણે જ ટાઇપ સેટર અને આખું પ્રેસ પણ આપણું પોતાનું જ, અને કોઇ ટપાલી કે છાપું વહેંચતા છોકરડાની મદદ વગર આખી દુનીયાના ખુણે ખુણે આપણું છાપું એજ ક્ષણમાં વાંચવા મળી જાય ! અને બીજું કોઇ ના વાંચે – ઘરના માણસો પણ નહીં – તો આપણે પોતે તો છીએ જ ને ?! પાછા ઘણા બધા વિભાગોની અભરાઇઓ પણ બનાવાય, જેમાં ટપાલો વ્યવસ્થીત ગોઠવી શકાય. કેલેન્ડર પણ હાજરા હજુર, જુનાં છાપાં પસ્તીમાં નહીં પણ એક બે ક્લીકેજ હાજર ! આપણી કાનપટ્ટી પકડવા કે આપણી વાહ વાહ કરવા કોમેન્ટ બોક્ષ પણ ખરી જ સ્તો . કોઇ ટપાલમાં કોઇ અક્ષમ્ય ક્ષતી રહી ગઇ હોય તો પાછી સુધારી પણ લેવાય. કોઇના વાંધા વચકા આવે તો પાનીયું પાછું પણ ખેંચી લેવાય ! અને કોઇ ચોક્કસ તારીખે અને સમયે છાપું બહાર પાડવું હોય તો તે ય એડવાન્સ બુકીંગમાં કરાય. એની એ ટપાલ જ્યારે જોઇએ ત્યારે ફરી પાછી સુધારા વધારા સાથે છાપી પણ શકાય. સામટી પાંચ સાત ટપાલો ચા પીને અને ઉજાગરો કરીને બનાવી દઇએ, એટલે ક્રુઝમાં વીના ઉચાટે ફરવા પણ જતા રહેવાય. અને ભાઇબંધ દોસ્તાર રાખ્યા હોય તો, આપણા ખભા અડોઅડ આપણું કામ પણ ઉપાડી લે.
                   ‘વાહ રે મેં વાહ’ કહી આપણે પોતે જ આપણો બરડો થાબડી લેવાનો ! ( અરે! ભાઇ , આ જાતે જ બરડો થાબડવાનું કામે ય મુશ્કેલ તો છે જ વારુ! બરાબર વચ્ચે જ થબડાવો જોઇં ને વળી ! )
                  આથી મૃગેશનો આભાર, એ અનામી કોમેન્ટકાર નો આભાર ( આ વળી એક નવો વર્ગ અને શબ્દ ઉપસી આવ્યો છે – બ્લોગીંગને કારણે સ્તો! ) અને ખાસ તો હીમાંશુભાઇ, કીશોરભાઇ, એસ.વી. , પંચમ, ધવલ અને બીજા મીત્રોનો આભાર – જેમણે મને ગુજરાતીમાં ટાઇપ કરતો કર્યો અને બ્લોગ વાપરવામાં મારા અજ્ઞાનને અજવાળવામાં મદદ કરી. હજારો અનામી આઇ. ટી. નીષ્ણાતો અને આવી મફત સેવા આપતી સંસ્થાઓને યાદ ન કરું તો હું નગુણો જ કહેવાઉં. તેમનો તો જેટલો પાડ માનીએ તેટલો ઓછો. વાંચનારો વર્ગ પણ કેમ ભુલાય- જેમની અમુલ્ય કોમેન્ટોએ કેટલો બધો પ્રાણવાયુ પુર્યો ? – આ ચોસઠ વરહના ખોળીયામાં? અને મારી ઘરવાળીને તો યાદ કરવી જ પડે, જેણે આ બધા ચાળા બહુ ઉદારભાવે સહન કર્યા !
                   અને આ બંદા આ સહુના પ્રતાપે લેખક બની ગયા ! પછી તો વર્ડપ્રેસમાં બનેલા બ્લોગ જોયા અને નવાં લગન કર્યા ! જુનીને ફારગતી યે આપી દીધી અને ઉતાવળમાં એ લગનની તારીખ પણ ભુંસી નાખી !
                  હવે બ્લોગીંગ વીશે કહું, તો આના થકી મારા આ પાછલા જીવનમાં એક નવી ઉશા ઉગી છે. નવા નવા અખતરા કર્યા છે, નવી દીશાઓ ખુલી છે. વાંચન એક દીશામાંનું બન્યું છે. એક કેન્દ્રીય વેબ સાઇટનું સ્વપ્ન ઉજાગર થયું છે. અનેક નવા મીત્રો મળ્યા છે – એવા ખાનદાન મીત્રો કે જેમના મોં પણ હજુ જોયા નથી, કે જેમની સાથે એક હરફ પણ વાત કરી નથી. આખી દુનીયાના બધા ખંડોમાં પથરાયેલા વાચકો મળ્યા છે. અને આપણું પ્રેસ ધમધોકાર ચાલે છે.
               બ્લોગીંગના ઘણા બધા ફાયદા તો આગળ જણાવી જ દીધા છે. થોડા કોઇ રહી ગયા હોય તો સખી દાતાર જેવા વાચકો કોમેન્ટમાં આપી જ દેવાના છે !
                 બહુ લોંબું થઇ જ્યું લ્યો ! હવે આગલી વાત કાલ પર… નહીં તો નેટ પર કુણ વાંચહે? !!

20 responses to “બ્લોગીંગનું એક વર્શ – મારો અનુભવ – ભાગ 1

  1. yogakarma એપ્રિલ 8, 2007 પર 4:01 પી એમ(pm)

    Pardon me. As I do not know how to type in Gujarati.

    You are so correct. When you say it is very interesting to see how the Moon is bigger than the Sun. Whole is relative once we realize that everything is relative and respective to our vision. I think Moksha has come from the same concept. Moksha means when we realize that everything is either smaller than us or either bigger than us. Once we reach that state everything does not matter to us. Reaching the state when none can take your pleasure out of yourself and you always remain happy. Just my two words!

  2. કુણાલ એપ્રિલ 8, 2007 પર 9:50 પી એમ(pm)

    એક્દમ હાચ્ચી વાત કરી હેં કાકા…. મેં બી પેલ્લા બ્લોગસ્પોટ પર જ ઊતો…. પછી આ પ્રેસ ચાલુ કરી… જે ઓય તે…પણ મજા તો આવે હેં… 🙂

  3. Kartik Mistry એપ્રિલ 9, 2007 પર 12:35 એ એમ (am)

    હમમ,

    મેં પણ લગભગ માર્ચ અંત ૨૦૦૬ માં બ્લોગિંગ (ગુજરાતીમાં) શરુ કરેલ..

    ૧ વર્ષની સફળતા માટે અભિનંદન..

  4. shivshiva એપ્રિલ 9, 2007 પર 3:30 એ એમ (am)

    નવા મિત્રો, નવી દિશાઓ, નવી વાર્તાઓ, નવા વિચારો
    જોત જોતામાં એક વર્ષ પૂરું થઈ ગયું????
    સમય કેવો પલક્ભરમા હાથથી સરી ચાલ્યો

  5. હરીશ દવે એપ્રિલ 9, 2007 પર 5:21 એ એમ (am)

    અભિનંદન, સુરેશભાઈ! પ્રથમ વર્ષગાંઠના પડાવ પર!! સાથેજ, આપની યાત્રા નિશ-દિન આગળ ધપતી રહે તે માટે શુભેચ્છાઓ!

    …. હરીશ દવે અમદાવાદ

  6. Pancham Shukla એપ્રિલ 9, 2007 પર 8:03 એ એમ (am)

    Good wishes mama and all the best. You are doing amazing thing with utmost regularity.

  7. Dilip Patel એપ્રિલ 9, 2007 પર 9:56 પી એમ(pm)

    સુરેશકાકા, અમને તો એવું લાગે છે કે બ્લોગિંગ દ્વારા વેબવર્લ્ડના સાહિત્યસાગરમાં માત્ર પડ્યાં કે તર્યાં જ નહીં, પણ આપે તો મરજીવા થૈ ડુબકારા મારીને ગૂર્જરસાહિત્યના મોતીડાં આણ્યાં ને વળી બ્લોગરમિત્રોની સાથે સાથે તરીને માણ્યાં. પહેલી વર્ષગાંઠના પ્રસંગે અભિનંદન અને અંતરતમની શુભેચ્છાઓ.

    દિલીપ ર. પટેલ, ઓરેંજ

  8. Sarjeet એપ્રિલ 10, 2007 પર 1:27 પી એમ(pm)

    મિત્રો વાળી વાત ખરી. મારા જેવા માણસને ઘણો સભ્ય બનાવનારા મિત્રો મળ્યા છે અને ‘મારું પોતાનું છાપું’ નો વિચાર દર્શાવતો ફકરો ટેક્નોલોજીના ફાયદા બતાવવામાં એકદમ સફળ થયો છે. આપનો આ અનુભવ વાંચીને મજા આવી.

  9. Mahendra Shah એપ્રિલ 10, 2007 પર 2:22 પી એમ(pm)

    Congratulations Sureshbhai. You are hundred percent right! Blogging, Internet,Web sites changed everything. Never imagined of these few years back!Yes, I too made many friends, admirers,thru these new tools by exposing my creativity to every one with in few seconds! It’s great!!!

    Mahendra.

  10. Harnish Jani એપ્રિલ 10, 2007 પર 4:18 પી એમ(pm)

    Sureshbhai-Conratulations-Keep it up–Many more to come
    Harnish Jani

  11. Nilesh Vyas એપ્રિલ 11, 2007 પર 12:04 એ એમ (am)

    Congrets DADA
    its really happiest moment, will hv to celebrate the completion of one year at gujarati blogging

  12. Nilesh Vyas એપ્રિલ 11, 2007 પર 12:34 એ એમ (am)

    Dada
    i just checked my blogging history… incidently i also started from 6th April 2006…so im just one day older from youat blogging… so lets celebrate dada

  13. ઇલાક્ષી એપ્રિલ 11, 2007 પર 5:11 એ એમ (am)

    અભિનંદન, સુરેશભાઈ! આપણે જ લેખક, આપણે જ તંત્રી, આપણે જ ટાઇપ સેટર અને આખું પ્રેસ પણ આપણું પોતાનું જ, અને કોઇ ટપાલી કે છાપું વહેંચતા છોકરડાની મદદ વગર આખી દુનીયાના ખુણે ખુણે આપણું છાપું. ….

    હોવુ, હાચી વાત કહી…અહિઁ ના કાવાદાવા કે મારુ છ્પાય ને બીજાનુઁ રહી જાય કે પછી છાપવાના પૈહા ને ના છાપવાના પણ પૈહા….અહી તો મહેનત કરી રમતા રમતા અને બીજાને મદદ કરી…પૈએ પૈહા નસીબ હોય તો, ને બાકી મનનો સઁતોષને આયખુ પુરુ ટાણે બીજા ને માટે બ્લોગ પસ્તી મેલતા જવાનુ…….શુભેચ્છા ના પુષ્પોથી નવુ બ્લોગીઁગ વર્ષ માટે ખુબ ખુબ બેસ્ટ વીશીસ…..

    ઇલાક્ષી પટેલ

  14. Ratilal Chandaria એપ્રિલ 11, 2007 પર 5:30 એ એમ (am)

    સુરેશભાઈ

    એક વર્ષની જહેમતના વધામણા સ્વીકાજો.

    રતિલાલ ચંદરયા.

  15. વિવેક એપ્રિલ 13, 2007 પર 9:35 પી એમ(pm)

    ખૂબ ખૂબ અભિનંદન, સુરેશભાઈ….

  16. Pingback: બ્લોગીંગનું એક વર્શ – મારો અનુભવ – ભાગ 3 « કાવ્ય સુર

  17. Rajendra Trivedi, M.D. સપ્ટેમ્બર 25, 2007 પર 10:14 પી એમ(pm)

    DEAR BHAI SURESH,

    ખૂબ ખૂબ અભિનંદન

    Conratulations-Keep it up–Many more YEARS to come

    GEETA AND RAJENDRA
    THE TRIVEDIS

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: