(એ ભાઇયું અને બેન્યું ! ઉંઝા જોડણી વાપરવા બદલ જરીક મને ખમી ખાજો! )
બ્લોગીંગ શરુ કર્યું તો કર્યું હતું માત્ર નીજાનંદ માટે અને એક રમકડું કોઇ બાળકને મળ્યું હોય અને તે કુતુહલથી રમે તેવો ભાવ હતો. પહેલાં તો એમ જ લાગતું હતું કે આ કોણ વાંચશે? જેમ જેમ વાચકોના પ્રતીભાવ મળતા ગયા અને નવા નવા સાધનો સાથે ફાવટ આવતી ગઇ તેમ તેમ આ ઉત્સાહ ઘટવાને બદલે વધતો ચાલ્યો. સાચું કહું તો, જો વાચકોના પ્રતીભાવ ન મળ્યા હોત તો કદાચ એક વરસ તો શું એક મહીનો પણ ચાલ્યું ન હોત.
પછી તો આમ કરું ને તેમ કરું એમ નવા નવા વીચારો આવવા માંડ્યા, સર્જકતા કદીયે નહોતી એટલી પાંગરી. કોઇ નવા નીશાળીયાની મુશ્કેલી દુર કરતાં નવા મીત્રો બનવા માંડ્યા. આમ મારી ગાડી તો છુક છુક કરતી પુરપાટ દોડવા માંડી. શરુ કર્યું ત્યારે હું ન ભુલતો હોઉં તો પંદરેક બ્લોગ હતા. અને પછી તો જુના જોગી ધવલના મંતવ્ય પ્રમાણે બીલાડીના ટોપની જેમ બ્લોગો ફુટવા માંડ્યા ! વાંચવાના સીન્ડીકેશન થવા માંડ્યા.
મારા જ બ્લોગની વાત કરું તો શરુઆત, ગમતી કવીતાઓ અને તેના મને લાગેલા અર્થઘટનથી થઇ. આ એક અભુતપુર્વ ઘટના મારા જીવનમાં હતી. આ પહેલાં વાંચનનો આનંદ માત્ર મારા પુરતો સીમીત હતો. હવે બધાને તે વહેંચવાનો આનંદ અનેરો લાગ્યો. આમાં પોતાનામાંથી, પોતાના કુટુમ્બ અને મીત્રમંડળના એક નાના વર્તુળમાંથી બહાર આવવાનો એક નવો અનુભવ હતો. એક નવા આકાશમાં ઉડવાનો અનુભવ હતો. અને કેટલું મોટું આકાશ. જ્યાં જ્યાં નેટ પહોંચે તે બધાં આકાશ. પોતે મેળવવાના આનંદને સ્થાને કોઇને આપવાનો આનંદ. એક નવી પાંગરી રહેલી સર્જકતાનો આનંદ.
પછી કોઇ ક્ષણે વીચાર આવ્યો કે જે સર્જકોની રચનાઓ મને ગમી છે, તેમના વીશે હું શું જાણું છું? સદ્ ભાગ્યે ઘરમાંથી જ અમુક પુસ્તકો મળી ગયા, જેમાં આવી માહીતી હતી. મને તે વાંચવાની મઝા આવી. તરત વીચાર સ્ફુર્યો કે આ મારા બ્લોગ પર મુકું તો કેટલા બધાને ફાયદો થાય? આમ વર્ડપ્રેસ પર સારસ્વત પરીચયનો પહેલો બ્લોગ બનાવ્યો અને પહેલી જીવનઝાંખી ફાધર વાલેસની મુકી – જેમના લખાણોએ મારા યુવાનીકાળમાં મને નીરાશાના ગર્તામાંથી બહાર કાઢ્યો હતો. સારા પ્રતીભાવો મળ્યા અને ગાડી આગળ ચાલી. આ કામમાં સૌથી પહેલા ભાઇશ્રી હરીશભાઇ દવે મારી સાથે જોડાયા અને પછી તો ધીરે ધીરે અમીત પીસાવાડીયા, ઉર્મીસાગર, જયશ્રી ભક્ત, જુગલકીશોર વ્યાસ અને છેલ્લે જય ભટ્ટ પણ મારી સાથે આ પુણ્યકામમાં જોડાયા. આજની તારીખમાં 244 જેટલી જીવનઝાંખી અમે આપી શક્યા છીએ. બીજા ક્ષેત્રોના ખ્યાતનામ વ્યક્તીઓના જીવનચરીત્રો આપતો ‘ગુજરાતી પ્રતીભા પરીચય’ બ્લોગ પણ બન્યો. મારી રચનાઓ અને માનીતી કવીતાઓ માટે આ ‘ કાવ્યસુર’ શરુ કર્યો. ત્યાર બાદ તેમાં નવો ‘આજની વ્યક્તીવીશેષ ‘ વીભાગ ઉમેર્યો.
એક દિવસ કુન્દનીકાબેનની ચોપડી ‘પરમ સમીપે’ વાંચતાં થયું કે આ તો બધાને વંચાવવું જ પડશે. આ પ્રેરણાથી ‘અંતરની વાણી’ બ્લોગ ચાલુ થયો, જે મારો પોતાનો સૌથી માનીતો બ્લોગ બની રહ્યો.
આ ઉપરાંત બીજા મીત્રોના બ્લોગો “ લયસ્તરો, કવીલોક, હાસ્ય દરબાર, તુલસીદલ, કલરવ, સર્જન સહીયારું ” વી. પર સાથે કામ કરવાનો મોકો પણ સાંપડ્યો. આ સૌ મીત્રોનો આ તક મને આપવા માટે હું અત્યંત ઋણી છું.
ભાઇશ્રી જુગલકીશોરે શરુ કરેલ ‘ નેટ – પીંગળ ‘ અને ઉર્મીસાગર સાથે મારા બ્લોગ ‘ સર્જન સહીયારું ‘ ના કારણે મારું કાવ્ય લેખન, જે નહીંવત્ હતું, તે નીયમીત બન્યું.
આમ પ્રવૃત્તી વધતી ચાલી….
વધુ આવતા અંકે ….
Like this:
Like Loading...
Related
Akela hi chala tha janibe manzil-Log aate gaye Karwan banta hi gaya-congratulations
મારો પ્રથમ મેઈલ મેં આ જ અરસામાં–તા.9-4-06–ઉત્તમભાઈને, ઈન્ટરનેટ કનેક્ષન આવ્યાની સાથે મોકલ્યો હતો. સુરેશભાઈનો પરીચય બળવંતભાઈ દ્વારા થયો ને એમને મારો સૌ પ્રથમ મેઈલ એમનો આ જ બ્લોગ વાંચીને તા.13-10-06ના રોજ મોકલ્યો હતો!
એમની સાથે તરત જ જોડાવાનું બન્યું. પણ બ્લોગમાં પોસ્ટ ગોઠવતાં તો બહુ વાર લાગી, આવડે જ નહીં !
1]આજે બે બ્લોગનું સંચાલન સરળતાથી કરી શકું છું 2]નૅટ પર લેસન્સ આપી શક્યો અને 3] ઉંઝા જોડણીનો સૌ પ્રથમ બ્લોગ ( સામયીક રુપે) શરુ કરી શક્યો તે એમના જ પ્રતાપે.
મારા પ્રથમ ગુરુ ઉત્તમભાઈ, ગુજરાતીમાં લખાણ માટે, પણ બ્લોગજગતના તો સુરેશભાઈ જ.
એમને અભીનંદન અને વંદન.
વાંચવાની અને જાણવાની મજા આવી…. 🙂
અને સાથે સાથે વિચાર આવ્યો કે હું ન જોડાઈ શકું આ કાર્યમાં ??
સુરેશભાઈ,
એક વિનંતી છે. [એક જોક]
તમારી આ ઊંઝા જોડણીમાં કેવા ગોટાળા છે કહું
‘પતિ’ એટલે હસ્બંડ ખરું અને તમારી ઊંઝા જોડણીમાં ‘પતી’. એટલે કેટલો અર્થનો અનર્થ થાય છે.’પતિ ગયો’ એમ લખવું હોય તો ઊંઝાની ભાષામાં ‘પતી ગયો’ થાય ખરું ને?
જોજો ખોટું ના લગાડતા આ તો જોડણીમાંથી કેટલો અનર્થ થાય તે જણાવ્યું.
પતિ થયો એટલે પતી ગયો એમજ ને .. 😉
Namaste. Enjoyed your two articles. They are very encouraging. All should be interested in learning blog the way you learned. Please enlighten the details how one can follow your foot steps. If it is easy I think all should learn and work hard for the promotion of our MATRUBHASHA.
Congatulations for your spirit and GOOD LUCK.
Jay Gajjar, Mississauga, Canada
સુરેશ્ભાઈનું આ ગુજરાતી ભાષાનું આ પુણ્યકાર્ય દરેકે દરેક ગુજરાતી લખતી વાંચતી વ્યક્તિ માટે પ્રેરણાદાયી બની રહ્યું છે. મારે માટે તો ખાસ.ઘણાં વર્ષોથી મને પોતાને ગુજરાતી માં લખવાની ઈચ્છા હતી. કોલેજ માં અને વધુ અભ્યાસ માં મેં કવિતાને અને સાહિત્યને તરછોડયાં. પણ પછી ‘ટહુકો’( http://tahuko.wordpress.com ), ‘ઊર્મિસાગર’ ( http:urmi.wordpress.com.) અને ‘સારસ્વત પરિચય'( http://sureshbjani.wordpress.com/ ) મારી સાહિત્યરૂચી ની સહારે આવ્યાં. એ પ્રેરણાંના સ્ત્રોતે ‘બંસીનાદ‘ ( http://bansinaad.wordpress.com )નું નિર્માણ કરી મારાં અસ્તિત્વ ના ઉત્સવમાં નિર્વ્યાજ પ્રેમ નો ઉમેરો કર્યો. સુરેશભાઈ ની પ્રેરણા તેમ જ સારસ્વત પરિચય ના અન્ય સભ્યો સાથેની દિવ્ય ‘મહેફિલ’ મારે માટે એક અનન્ય જીવનસ્ત્રોત બની ગયાં છે. અન્ય ગુજરાતી બ્લોગ્સ ( http://sarjansahiyaaru.wordpress.com/gujarati_blog_jagat/ ) ના અસ્તિત્વે ગુજરાતી ભાષાના ભવિષ્ય માટે એક આશા જગાડી છે. ગુજરાતની શાળાઓ આનો ફાયદો ઉઠાવી વિધાર્થીઓને પોતાના નવા નવા બ્લોગ્સ માટે માર્ગદર્શન આપે એવી મારી હાર્દિક ઈચ્છા અહીં રજુ કરૂં છું. જય્
now http://tahuko.com/
દાદા,અભિનન્દન.आगे बढते વાંચવાની મજા આવી.ખૂબ સરસ કામ કરો છો.પ્રેરણાદાયી,
Pingback: બ્લોગીંગનું એક વર્શ – મારો અનુભવ – ભાગ 3 « કાવ્ય સૂર