તું બધે છે જ, સદા છે જ, છતાં ક્યાંય નથી.
નેણના નૂર તને દેખવાને પાત્ર નથી.
જીવે શી રીત કોઇ જીવ રે! તુજ સાથ વિના,
ટકી શકે ન ધરા પર, જો તેનો શ્વાસ નથી.
ફુલોની પાંદડી કરતાં ય રે! તું કોમળ છે,
છતાં બળવાન કે, ખડકોની કો’ વિસાત નથી.
શબ્દ કો નીસરે કદીય નહીં તુજ મુખથી,
’તું’ વિણ હરફ નીકળે સ્વરો? વિસાત નથી.
લપકતી આગ જગે, એક ઇશારે તારા,
દીવો એકેય ન પ્રગટી શકે, તવ સાથ નથી.
કવિને દાદ મળે ફેરવે તું મુખ પાછું !
હે હવા! વાહ! ખરે તારી કો’ મિસાલ નથી.
( છેલ્લી કડીમાં ‘ હવા’ અને ‘વાહ’ નો શ્લેષ જુઓ ! )
તા. 9 – એપ્રીલ – 2007 ના રોજ ‘ સર્જન સહીયારું ‘ પર પહેલી વાર પ્રકાશિત…
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ