”Hello friends,
You have come here, spending 2500/- Rs, of your precious money, Just for listening to me for three days. You naturally have lots of expectations to get something from this discourse, and it is quite reasonable too.
So, ladies and gentleman! It is my earnest and most sincere promise to you, and I will fulfill it with my best possible might – that. ‘ YOU WILL GET NOTHING FROM THIS SEMINAR.’
Shocked? Disillusioned? You think that this seemingly decent looking man is a cheat?
I earnestly request you all to listen to me carefully for one hour. And after that, if you still feel the same way, my friends at the back will return your precious 2500/- Rs. BUT, you will lose nothing !
Because if you get NOTHING here, you will have access to EVERYTHING ……”
– ‘Debu‘
——————————————————————————————————-
ઉપરોક્ત શબ્દો 1996ની સાલમાં અમદાવાદમાં, હું જેમાં ભણવા ગયો હતો તેવા, એક સ્વ-સુધારણાના સેમીનારના શીક્ષકના હતા. હું તે સેમીનાર કરનાર સંસ્થાનું નામ નહીં આપું, કારણકે હું અહીં કોઇનો પણ પ્રચાર નથી કરતો. અહીં તો માત્ર ‘અંતરની વાણી’ જ મળશે.
ચાલો! ‘કશું નહીં’ મેળવવાનું શીખીએ, અભણ થવાનું શીખીએ !!
ભણવું બહુ દુર્ગમ છે. આપણે જન્મ્યા ત્યારે સાવ અભણ, ભોટ, ‘ઢ’ હતા. માત્ર ભાવ જગતમાં જ રહેતા હતા. રુદન, સ્મીત અને કીલકારીઓ જ આપણી ભાષા હતી. આપણે દરેક અનુભુતીમાંથી ભણતા હતા. દરેક અનુભવમાં આગળ ધપવાનો, પા પા પગલી ભરવાનો, પડવાનો, આખડવાનો આનંદ હતો. કોઇના ફફડતા હોઠ પણ આપણને ‘બ’ અને ‘મ’ કેમ બોલાય તે શીખવતા હતા. ‘ઢ’ હોવામાં કોઇ લઘુતા નહોતી.
પછી તો બાપુ, આપણે ભણવા માંડ્યા! બહુ ભણ્યા, અને એટલે ગણવા પણ માંડ્યા. ક્યાં નફો અને ક્યાં નુકશાન, તે સમજવા માંડ્યા! આખી દુનીયાને આપણા ખીસ્સામાં કેદ કરવાના ખ્વાબ સેવવા માંડ્યા.
અને હવે તો આપણે બહુ ભણેલા, ગણેલા, સુસંસ્કૃત,પંડીત બની ગયા.
પણ એ અનુભુતીનો આનંદ તો ગયો તે ગયો જ, એ કીલકારીઓ ગઇ. એ સ્મીત ગયું. અરે દીલ દઇને હવે રોઇ પણ શકતા નથી. જે જંજીરો જગતને જેર કરવા ઘડી હતી તેમાં આપણે જ બંદીવાન બની ગયા. જીવન ઝેર બની ગયું.
ફરી એ આનંદ મેળવવો છે? પ્રત્યેક પળ જીવવાનો આનંદ? તો ફરી પાછા અભણ બનો. ભણવા કરતાં ભણેલું ભુલવું બહુ કઠણ છે. પણ જે જવાંમર્દ કે જવાંજનાના (!) હોય તે જ કઠણ કામ કરે. અભણ થઇશું તો જ નવું શીખી શકીશું.
મેં પેલા સેમીનારમાં આ અભણ થવાની રીત શીખી. અને હું ફરી પાછો બાળક બનવા માડ્યો. દેશ છોડ્યો, અને દીકરીના બાળકો જોડે રમતાં રમતાં પાછો બાળક બની ગયો. ‘જે કંઇ બની ગયો એ બરાબર બની ગયો!’ સાત નવી હોબી શીખ્યો, ગુજરાતી સાહીત્ય શીખવા માંડ્યો. મારી માન્યતાઓ, સુગ અને અણગમાને તીલાંજલી આપી, નવી જોડણી ય શીખ્યો અને જોડણીદોષથી મુક્ત બન્યો. અંતરની વાણી પ્રગટવા માંડી.
માટે ચાલો! મારી સાથે સાથે અભણ થવાનું શીખવા આવશોને? બહુ મજા આવશે, છુક છુક ગાડી રમવાની, ગીલ્લીદંડા અને લખોટીઓ રમવાની મજા. ‘બા’ને વીતાડીને રીઝવવાની મજા.
—————————————————–
મને સૌથી વહાલી એવી મારી કવીતા વાંચો
Like this:
Like Loading...
Related
હ્રદય જ્યારે નીર્મળ થાય/હોય ત્યારે જ અંતરનો પ્રકાશ નીખરી આવે છે. આપની સાથે અભણ થવું ગમશે.
સૌથી પહેલો અક્ષર અ છે તેને ભણ ! હે ભાઈ, અ-ભણ, અ ને ભણ.
પછી કશું ભણવાનું નહીં રહે ! માટે અ,ભણ.
ગીતા પરીખ શું કહે છે ? :
કક્કો
અભ્યાસ કક્કા સમ જીંદગીનો
આરંભ કીધો ‘અ’ થકી અહો મેં.
અંતે પહોંચી ‘જ્ઞ’ સુધી છતાંયે
રહી ખરા જીવનથી જ “અજ્ઞ” !
અ-ભણ એટલે “અલ્યા-ભણ”
Bappu, We are jealous of You!!
On another thought some of us who are not even half way through the life, it may be difficult to be totally “ABHAN” but, we can learn how to be dettached and enjoy life’s struggles.
Pingback: ચાલો અભણ થઇએ - ભાગ -2 « અંતરની વાણી
“.સુ.જા……Baaa……pppu,”
“…અને હવે તો આપણે બહુ ભણેલા, ગણેલા, સુસંસ્કૃત,પંડીત બની ગયા….”
“…જે કંઇ બની ગયો એ બરાબર બની ગયો!…..
“.હતા, તે કંઈ ખોટા…ખરાબ અસ્વીકાર્ય હતા શામાટે ?
” જોડણીદોષથી મુક્ત બન્યો. અંતરની વાણી પ્રગટવા માંડી.,જોડણીદોષથી મુક્ત બન્યો. અંતરની વાણી પ્રગટવા માંડી.” એ તો આજની માન્યતા કાલે ત્યજવી પણ પડે ,તૈયારી રાખવી ….[ખરા જીવનથી જ “અજ્ઞ” !]
એક મહિનો માત્ર ‘એ અંતરતમની વાણી સાંભળવાનું રાખો…karee to juo vaa’laa कर गुजरना ..”चुप रहेना “
Pingback: ચાલો અભણ થઇએ – ભાગ -2 | સૂરસાધના
આ ફકરામાં આપે ઘણૂં કહી દીધું.>> “મેં પેલા સેમીનારમાં આ અભણ થવાની રીત શીખી. અને હું ફરી પાછો બાળક બનવા માડ્યો. દેશ છોડ્યો, અને દીકરીના બાળકો જોડે રમતાં રમતાં પાછો બાળક બની ગયો. ‘જે કંઇ બની ગયો એ બરાબર બની ગયો!’ સાત નવી હોબી શીખ્યો, ગુજરાતી સાહીત્ય શીખવા માંડ્યો. મારી માન્યતાઓ, સુગ અને અણગમાને તીલાંજલી આપી, નવી જોડણી ય શીખ્યો અને જોડણીદોષથી મુક્ત બન્યો. અંતરની વાણી પ્રગટવા માંડી.”
તે ઉપરાંત વીપશ્યનાના સેમિનારમાં અનુભૂતિ થઈ તે ધનભાગ્ય અને ધીરજપૂર્વકનો સ્વને અવકાશ આપવાથી મળેલ લ્હાવો છે.
મારા કાવ્ય “ખીલું ખીલું” પર મનનિય રસદર્શન કરવા માટે આનંદ સાથ આભાર.
સસ્નેહ, સરયૂ પરીખ.