સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આદીત્ય? – સુરેશ જાની

છંદ –  શાર્દુલ વીક્રીડીત
ગણ –  મ સ જ સ ત ત ગા
રાગ – ઉગે છે સુરખી ભરી રવી મૃદુ, હેમંતનો પુર્વમાં.

————————————————————————- 

ચોમાસે ઘનઘોર વાદળ થકી, છલકાવીયાં સૌ સરો.
જેમાંથી જળવીજળી નીપજતી, સસ્તી ઘણીયે વળી.

દ્રુમો આ પ્રગટ્યા મહાન વનમાં પાણી અને તેજથી.
યુગોના યુગ હા! ગયા સરકતા, તેના બન્યા કોલસા.

લીલુડી ધરતી રસાળ લણતી ધાન્યો તણા પાકને.
તૃણોના ઢગલા અગાધ બનતા, ઘી દુધના સર્જકો.

લાખો જાનવરો દબાઇ ખડકો વચ્ચે બન્યા ઇંધણો.
ચાલે ચક્ર બધાય વાહન અને ઉદ્યોગના તે થકી.

ઘુ ઘુ સાગર ઘુઘવે સતત ને ગર્જે ઘણા દર્પથી.
હોંકારા ભણતો સમીર ચલવે ચક્કી બધી તાનથી.

શક્તી સુરજની લઇ મલપતાં કેવાં ઘણાં સાધનો!
હીસાબો ચપટી મહીં કરી દીયે, બુધ્ધી ભર્યા યંત્ર સૌ.

ક્યાં સુધી ટકશે બધાં ય ઝરણાં શક્તી તણાં આ અરે!
સંસ્કૃતી અતીવેગમાં સરકતી, વીનાશના માર્ગમાં,

આશા એક જ એ રહી જગતને અસ્તીત્વની દોટમાં.
વ્હાલા સુરજદેવ! આજ જગવો વીસ્ફોટ નાના કણે.

સુરેશ જાની

————————————————————-

           સુર્યની સપાટી અને ગર્ભમાં, અબજો વર્ષોથી, સતત ચાલુ રહેતા પ્રચંડ વીસ્ફોટો જ પૃથ્વી પરની બધી જ શક્તીના, સજીવોના, જીવનના પાયામાં રહેલા છે.
           આ કવીતાને ‘આદીત્ય ?’ એ નામ આપ્યું છે, કારણકે તે નામના ‘ટોકોમેક’ પર ભારતમાં સંશોધન ચાલી રહ્યું છે – વીશ્વના ઘણા દેશોમાં પણ.  થર્મોન્યુક્લીયર શક્તીનો આ અખુટ સ્રોત જ માનવજાતના અસ્તીત્વ માટેનો છેવટનો વીકલ્પ છે. એ પ્રક્રીયા પૃથ્વી ઉપર અત્યંત નાના પાયા પર, પરમાણુની ય અંદર, નીયંત્રીત રીતે સર્જાવી શકાય તે માટેની આ આશાભરી પ્રાર્થના છે.

તા. 10, જુન – 2007 ના રોજ ‘ સર્જન સહીયારું ‘ પર પહેલી વાર પ્રકાશીત

15 responses to “આદીત્ય? – સુરેશ જાની

 1. sunil shah જૂન 11, 2007 પર 6:51 એ એમ (am)

  અદ્ ભુત! પ્રુથ્વી પરની કુદરતી ઘટનાઓ પૈકી મોટાભાગની સુર્યને આભારી છે.
  સુર્ય વીના માનવ જીવન શક્ય નથી.કદાચ એટલે જ સુર્યને દેવ ગણવામાં આવે છે.
  આવા અઘરા વીશય પર આટલી અસરકારક રીતે લભી શકો છો એ આજે જ અનુભવ્યું.

 2. Harnish Jani જૂન 11, 2007 પર 7:12 એ એમ (am)

  Nice to see “Chhand Kavya”-Very Good

 3. sunil shah જૂન 11, 2007 પર 8:11 એ એમ (am)

  ..ને અંતીમ બે પંક્તીઓમાં.. સમગ્ર જીવ જગત માટે પ્રુથવી પર જ ઉર્જાનો અખુટ સ્ત્રોત મળી
  રહે તેવા પ્રયત્નો સફળ થાય એવી આદરણીય સુ.ભાઈની પ્રાર્થના સફળ થાય એવું આપણે સૌ
  પ્રાર્થીએ.સુરજદાદાના ગર્ભમાં હાઈડ્ડરોજનનું સતત હીલીયમમાં રુપાંતર થયા કરે છે, ને તેના પરીણામે
  સતત–પ્રચંડ ઉર્જા ઉદ્ ભવતી રહે છે. અલબત્ત,પરમાણુંઊર્જાના વીવેકપુત ઉપયોગ દ્વારા માનવજાતને ઉપયોગી ઉર્જા મળતી રહે તે અંગેના પ્રયત્નો સતત ચાલે છે.
  આપણો સુર્ય તેના જીવનના મધ્યાહ્ ને છે. તેના અસ્તીત્વને આશરે સાડા ચાર અબજ વર્સ થયા છે, હજુ બીજા
  એટલા જ વર્સ તેનું અસ્તીત્વ રહેશે.જોકે, તેનું સ્વરુપ બદલાતાં ક્રમશ;ઉત્સર્જાતા પ્રકાશની તીવ્રતા મંદ
  પડતી જશે.સોલર એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી શકાય એવા સસ્તા અને સરળ સાધનો હાથવગાં બને તો
  પ્રવર્તમાન ઉર્જાની કટોકટી મહદઅંશે નીવારી શકાય.
  સુ.ભાઈની ચીંતા સમગ્ર જીવ જગત– વીશેશ તો માનવ જગતને માટે છે, ત્યારે ચાલો આપણે સૌ તેમના
  સુરમાં સુર પુરાવીએ.

 4. Uttam Gajjar જૂન 11, 2007 પર 12:00 પી એમ(pm)

  માસાજાસતતાગથી કવિ રચે શાર્દૂલવીક્રીડીતે

  અમે વીદ્યાર્થીઓને અક્ષરમેળ છંદનાં આવાં સુત્રો આપતા..
  વીદ્યાર્થીઓને તે કંઠસ્થ થઈ જતું..

  તમારી રચના બહુ ગમી..આજે છંદોબદ્ધ રચના કેટલા કવીઓ આપે છે?..

 5. Rajendra Trivedi, M.D. જૂન 11, 2007 પર 6:44 પી એમ(pm)

  DEAR BHAI SURESH,

  YOU ARE THINKING A HEAD.
  WHEN,WE VISITED MOUNT ST. HELEN LAST WEEK AND SEE ADITYA I THINK WHAT YOU PUT IN YOUR POEM.
  WE SEE HOW MUCH POWER OUR SEA, EARTH AND SUN HAS ON ALL LIVINGS.
  “URGA- SOLAR POWER IS THE WAY TO GO.
  KEEP GIVING YOUR VIEWS THIS WAY.

 6. Jugalkishor જૂન 14, 2007 પર 9:13 એ એમ (am)

  એક ફક્ત પહેલી લીટીમાં જ એક અક્ષર વધુ છે: છલકાવીયાં ને બદલે છલ્કાવીયા કરવાથી 19 થઈ જશે.
  બાકી અભુલ છંદ ગોઠવણી !

 7. Pradip . S. Dave-Ahmedabad જૂન 17, 2007 પર 12:41 એ એમ (am)

  Suresbhai,I can not believe that you were engineer by profession.
  after reading this poem and knowing that now you are professing “SUN”
  I may also like to add one word to your motto-Live this moment powerfully -Believe this or LEAVE!!!!!!
  Pradip Dave-Ahmedabad

 8. gdesai જૂન 19, 2007 પર 4:12 પી એમ(pm)

  ક્યાં સુધી ટકશે બધાં ય ઝરણાં શક્તી તણાં આ અરે!
  સંસ્કૃતી અતીવેગમાં સરકતી, વીનાશના માર્ગમાં

  શ્રી સુરેશભાઇ,
  અતિ સુંદર રચના ચે આ
  ક્યાં સુધી એ તો કોને ખબર છે પણ હું માનું છું કે

  એકદી આ બધાય શક્તિ ઝરણા ભળી જાશે શૂન્યમાં
  શૂન્યેથી ઉગશે સૂરજ નવો વહેશે ઝરણા નવા

 9. neetakotecha ઓગસ્ટ 5, 2007 પર 2:58 એ એમ (am)

  aadarniya suresh bhai
  khub sunder. ek ek pankti ena eek ek shabd badhu j saras. khub gamiu.

 10. Pingback: અમેરીકન હાઈવે પરની ત્રણ ઘટનાઓ « ગદ્યસુર

 11. mahendra જાન્યુઆરી 18, 2008 પર 8:35 એ એમ (am)

  wow…
  kavi nee kalpanao har hamesh karyanvit thay che.. ane thashej…

 12. Pingback: એક સાહિત્યપ્રેમીનો પ્રશંસનીય સાહિત્યિક અભિગમ – જય ગજજર « ગદ્યસુર

 13. Ramesh Patel એપ્રિલ 20, 2011 પર 10:12 પી એમ(pm)

  આદરણીય શ્રી સુરેશભાઈ,
  છંદ સાથે જગતને સંચાલિત કરતી સૂર્ય શક્તિની મહા ચેતનાને આપે સમજી જાણી અને ગાયી.
  આવી સરસ સત્ય છલકાવતી કવિતા માટે ખૂબ ખૂબ અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ) અંતરથી આભાર

 14. Pingback: રિસાયકલ કેન – એક અવલોકન | "બેઠક" Bethak

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: