સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એક બીજો પ્રયોગ !

પ્રીય ભાઇ શ્રી. કાર્તીક મીસ્ત્રીના બ્લોગ ‘મારા વીચારો, મારી ભાષામાં’ પરની એક ટપાલ વાંચીને આ ડોહાને શુર ચડ્યું કે ,ગુજરાતી કક્કો આખો આવી જાય તેવું વાક્ય લખું તો જ ભડનો દીકરો ખરો !!

અને બાપુ ! આંય કણે આ ડોહો મચી પડ્યો…..  જુઓ આ ગઇકાલ રાતનું સર્જન  –

ઇ.સ. 1978 ની 25 તારીખે, 06-34 વાગે, ઐશ્વર્યવાન, વફાદાર , અંગ્રેજ ઘરધણીના આ ઝાડ પાસે ઉભેલા બાદશાહ; અને ઓસરીમાંના ઠળીયા તથા છાણાના ઢગલા દુર કરીને, ઔપચારીકતાથી ઉભેલા ઋષી સમાન પ્રજ્ઞાચક્ષુ ખાલસાજી ભટ મળ્યા હતા.

આમાં ‘અ’ ની બારાખડી ; ‘ક’ થી ‘જ્ઞ’ વ્યંજનો અને 0 થી 9 ના આંકડા આવી જાય છે !!!

હવે ટેસ્ટીંગ વાળા ભાયું ને બેન્યું , આ અંગ્રેજ ઘરધણી, બાદશાહ અને ભટજીની વાત દીલ દઇને વાપરો…

8 responses to “એક બીજો પ્રયોગ !

 1. Vinay જૂન 12, 2007 પર 9:32 એ એમ (am)

  લાજવાબ…

  શિયાળ અને કુતરાના ભાષાંતરીત વાક્યમાંથી છુટ્યા…

 2. sunil shah જૂન 12, 2007 પર 11:10 એ એમ (am)

  અદ્ ભુત ! આવા નવાનવા પ્રયોગો કરતા રહો..મઝા આવે છે.

 3. Kartik Mistry જૂન 12, 2007 પર 9:22 પી એમ(pm)

  શિયાળ અને કૂતરાનું ભાષાંતરિત વાક્ય આ બંદાનું છે..

 4. Nilesh Vyas જૂન 12, 2007 પર 11:59 પી એમ(pm)

  દાદા.. તમારી કવીતામાં તો બોવ મજા આવી ગઈ
  પણ કુતરૂં ને શીયાળની ભાશા ??? ઈમા મને તો કાંઈ ના હમજાણું !!!

 5. pinaldave જૂન 13, 2007 પર 2:28 પી એમ(pm)

  દાદા.
  જોરદાર. જલસા પડી ગયા વાંચીને.બહુ ગમ્યુ.
  પિનલ દવે

 6. dhavalrajgeera જૂન 14, 2007 પર 6:54 પી એમ(pm)

  BHAI SURESH,
  YOU ARE TRYING TO USE YOUR BRAIN THE BEST WITH NEW IDEAS.
  GOOD LUCK.

%d bloggers like this: