ભાગ – 1 લખ્યા પછી ઘણા સંદેશા મળ્યા. વાચકોના મગજમાં મુખ્ય વાત એ ઘુમરાતી લાગી કે આ બધું ભણ્યા તે શું નકામું? તે બધું ભુલી જવાનું?
બહુ જ સાચી અને વજુદવાળી વાત. આપણે જે ભણ્યા તેના થકી તો આપણો જીવનનીર્વાહ ચાલે છે. તેને તો ન જ છોડી દેવાય ને? તો પછી શું છોડવાનું ? શું ભુલી જવાનું?
જે ભુલી જવાની વાત છે તે દરેક ચીજને, દરેક પરીસ્થીતીને મુલવવાની આપણી ટેવની વાત છે. આપણા જોખવાના કાંટા, આપણા ચશ્માં, આપણી પ્રતીક્રીયાઓ આ બધામાં આમુલ પરીવર્તનની વાત છે. આપણી માન્યતાઓ, આપણા પુર્વગ્રહો, આપણા ગમા- અણગમા … આ બધાને બાજુએ મુકવાની વાત છે. એ બધામાં ‘ઢ’ બનીને એકડે એકથી ફરી શરુ કરવાની વાત છે.
આપણી જે કાંઇ સમસ્યાઓ છે તેના મુળમાં આ અધુરું જ્ઞાન રહેલું છે. તે જ્ઞાનને તીલાંજલી આપી નીષ્પક્ષ રીતે આપણા જીવનમાં આવતી વ્યક્તીઓ, સમસ્યાઓ, પરીસ્થીતીઓ – એ બધાંનું મુલ્યાંક્ન કરવાની વાત છે – કોઇ પુર્વગ્રહ વીના. સાવ તાજી વીચારધારાના આધાર પર.
કદાચ ઇશ્વરને બધું સમર્પણ કરવાની વાત પણ આ જ વાત છે. જાતને બાજુએ મુકી દેવાની વાત. અંતરની વાણીની વાત.
એક ઉદાહરણ –
મેં પહેલા ભાગમાં જે સેમીનારની વાત કરી હતી; તેના પહેલા દીવસના અંતે રાત્રે દસ વાગે પહેલું સત્ર સમાપ્ત થયું ત્યારે ‘ડેબુ’એ અમને એક ઘરકામ આપ્યું! અને તે હતું – ‘ સેમીનારના સ્થળ પરથી નીકળી બીજા દીવસે સવારે નવ વાગે પાછા આવો તે દરમ્યાન જે કાંઇ બને તેની વાત બધાને કરવાની. એ પતે પછી બીજા દીવસનું શીક્ષણ શરુ થશે.’
હવે રાતના અગીયાર અને બીજા દીવસના નવ વાગ્યાની વચ્ચેના સમયની આ વાત મને તો સાવ ઉટપટાંગ લાગી.
બીજા દીવસે સવારે ‘ડેબુ’ એ એક અઢારેક વર્શના છોકરાને ઉભો કર્યો અને તેનો અનુભવ બધાને કહેવાનું કહ્યું. આપણે તેને ‘અ’ કહીશું.
‘અ’ બોલ્યો –
હું ઘેર ગયો . 11-30 વાગ્યા હતા. ઘંટડી વગાડી. મારાં વૃધ્ધ દાદીએ દરવાજો ખોલ્યો. હું જોડા કાઢીને સુવાના ઓરડામાં જતો હતો ત્યાં દાદી બોલ્યા – ” ‘અ’ બેટા, દુધ પીશ? ” . મને આ ઘરડી દાદી બહુ વળગતી આવે તે સહેજ પણ ન ગમે. હું સાંભળ્યા વીના મારી રોજની ટેવ પ્રમાણે, મારા ઓરડા ભણી જતો હતો. આખો દીવસ જાતજાતની વાતો સાંભળી હતી તેના પરથી મને વીચાર આવ્યો – ‘ભલે ને, દુધ પી લઉં. ‘ દાદી દુધ ગરમ કરીને લાવ્યા. ટેબલ પાસે બેસી મેં દુધ પીધું . દાદી પણ સામે બેઠાં.
ડેબુએ ‘અ’ ને અટકાવ્યો અને કહ્યું – ” દાદીએ તને શું આપ્યું? ”
‘અ’ – ” દુધ જ તો વળી.”
ડેબુ – “અને તેં દાદીને શું આપ્યું?”
‘અ’ – ‘લો વળી, કાઇ જ નહીં.”
ડેબુ – ” દાદીના મોં પર કેવા ભાવ હતા?”
‘અ’ – તે ખુશ થયેલી દેખાઇ.”
ડેબુએ અમને બધાને પુછ્યું – ” બોલો ‘અ’ એ દાદીને શું આપ્યું? ”
કોઇ જવાબ શી રીતે આપે?,
ડેબુ – “મીત્રો ! ‘અ’ એ તો એક મહાન ભેટ દાદીને આપી. જે દીકરો દાદીની દુનીયામાંથી ખોવાઇ ગયો હતો; તે તેણે દાદીને પાછો આપ્યો. તેનો આનંદ દાદીને હતો. ”
પછી ઉમેર્યું – ” આપણે આપણી દુનીયામાં જ રહેતા હોઇએ છીએ. જ્યારે બીજાની દુનીયામાં પ્રવેશ કરીએ, ત્યારે જ આપણને આ ભાવ સમજાય. જેમ જેમ આપણે આ સમજતા થઇએ તેમ તેમ આપણી દુનીયા ખુલતી જશે, ખુલતી જ જશે. અને આપણી ઘટનાઓને જોવાની નજરમાં આમુલ પરીવર્તન આવતું જશે.”
અઠવાડીયા પછી બધાનું એક મીલન રાખ્યું હતું. ઘણા બધાને મંચ પર બોલાવી તેમના જીવનમાં શું ફેરફારો થયા તે બધાને જણાવવા ઇજન અપાયું હતું .
‘અ’ નો વારો આવ્યો ત્યારે તેણે કહ્યું – ” તમે જે દાદી અને દુધવાળા પ્રસંગની વાત સમજાવી હતી, તે મારા મગજમાં એવી તો ઉતરી ગઇ કે, હવે હું સાવ અતડો હતો તે મીલનસાર બની ગયો છું, અને આ સાત દીવસમાં મને અગીયાર નવા મીત્રો મળ્યા છે. ”
આ છે અભણ થવાના ફાયદા… જુનાં ચશ્મા ઉતારી નવા પહેરવાના ફાયદા.
Like this:
Like Loading...
Related
sachi vat che pan bhantar mali jay che pachi aaj kal na bachchao ma bahu gamand aavi jay che. kash koik emne pan abhan thata sikhdave, bahu saras lekh
Firstly, I dont agree with Neeta.
It is just that we get fixed in our understanding of people & relate them with only a part of their appearance to us.
for e.g if somebody is not spending well, we think of him as “kanjoos” – which he/she might not be all the time
We become fixed in our mind about qualities of people & it goes with our loved ones as well.
So, the message is to – be free of our pre-conceived idea about things & people. Try to understand things from other person’s point of view. Be in that person’s shoes & analyze if it would be good to say/do something before you say/do something.
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે and commented:
HOW TO BE ILLITERATE ?/