સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

લ્યો, અમે તો આ ચાલ્યાં – તુષાર શુકલ

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું
સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને
લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું
યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને
લ્યો, અમે તો આ ચાલ્યાં
.

–  તુષાર શુકલ ( આખું ગીત વાંચો અને સાંભળો )

       ગુજરાતીમાં સર્વાંગ સુંદર વીદાયગીતો લખાયાં છે. આવા ગીતોમાંનું આ એક ગીત છે. આને તમે કોઇ પણ વીદાય પ્રસંગે ગાઇ  અને માણી શકો. પણ મને તે એક મૃત્યુગીત વધારે લાગે છે. જીવનની અંતીમ સંધ્યાએ જીવન માટેનું આવું દર્શન, મૃત્યુને છાજે તેવી ગરીમા આપી જાય છે.

     આપણું જીવન અનેક ચઢાવ-ઉતારની કથા હોય છે. દરેકની પોતાની આગવી કથા. ” …  દુઃખપ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી.” એવી જીંદગીને આ રીતે પણ તેના અંતીમ ચરણમાં જોઇ શકાય.

     જીવનનું ગીત… ગીત જેવા જીવનનું ગીત. જે કાંઇ ગમ્યું છે તે આપીને, મહેંક પસારીને ગાયેલું ગીત. ઘનઘોર રાત્રીમાં ય ચાંદની નીહાળીને મલપતા જીવનનું ગીત.  
    જીવવા કાંઇક ધાર્યું હોય અને કાંઇક જુદું જ જીવી જવાય. અને છતાં ય એ વ્યથા માટે, એ ઉચાટ માટે એક જ આંસુ.  બસ એક જ આંસુ.  જીવનકથાની એ ડાયરીના પાનાંને સમેટતાં માત્ર એટલુ જ કહેવાનું –
”  લ્યો, અમે તો આ ચાલ્યાં.
    અને જીવન તરફનો અભીગમ – ફુલ અને ઝાકળ જેવો આ સંબંધ.  બે જ ઘડીમાં ઉડી જાય, પણ ત્યાં સુધી ઝળકતું જીવન. અને છતાંય એ બે આત્મસાત તો ન જ થાય ! અંતર તો રહે, રહે ને રહે જ. બસ એ અંતર થોડું મપાયું ન મપાયું અને …
લ્યો, અમે તો આ ચાલ્યાં.”
    જીવનના પોત ઉપર આ દ્રશ્ટી આપણે રાખી  શકીએ? આવું ગીત છેલ્લા શ્વાસે ગાઇ શકીએ ?  અંતરની વાણીમાં ? જો એ ગવાય તો જીવ્યા.  ગુંજતા ગીત જેવા , રાતરાણીની સુગંધની જેમ મહેંક ફેલાવતા જીવ્યા.  

    અને બીજા કોઇ સંદર્ભમાં ય આ ગીત ગાઇએ – કોઇનાથી છુટા પડીએ તો પણ આવું જ ગીત અંતરમાં ઉભરે. તો સાચી રીતે છુટા પડ્યા.

———————————————–

    શ્યામલ – સૌમીલના ગીત સમારંભના અંતે, તુષારભાઇની અત્યંત મધુર વાણીમાં, આ કાવ્યના રસદર્શન સાથે જ્યારે છુટા પડવાનું થયું; ત્યારે તખ્તા પરના સૌ અને સાંભળનાર સૌની વચ્ચે જે આત્મીયતા – ફુલ અને ઝાકળ જેવી આત્મીયતા સ્થપાઇ તે આ વીચારનો , આ ભાવનો પ્રતીસાદ પાડતી હતી.

4 responses to “લ્યો, અમે તો આ ચાલ્યાં – તુષાર શુકલ

  1. જય જુલાઇ 22, 2007 પર 10:19 પી એમ(pm)

    અંતર શાસ્વત છે, વિચારો ક્ષણિક છે, પણ ભાવ અતિગહન હોય શકે. ચાલ્યાં જતાં વિચારોને અંતર ક્દાચ કહેતું હોય, ‘ભાવ બનાવે છે મને ઉન્મત, વધુ મજબુત, અને અમર’. માટે જ આંતરનાદ દરેક માનવીએ સાંભળવો જ રહ્યો..કદાચ માનવ જીંદગીની સફળતાનું રહસ્ય ‘અંતર’ પાસેથી મળી રહે.

  2. DR. CHANDRAVADAN MISTRY ઓક્ટોબર 29, 2007 પર 2:27 પી એમ(pm)

    I listened to that geet & left my comments already….and I do not mind saying again..VERY VERY NICE GEET

  3. Tushar shukla મે 14, 2008 પર 10:26 એ એમ (am)

    Thanks . you did tried to feel the song . always welcome on “morpichh@yahoo.co.in ” tushar shukla

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: