પુજ્ય શ્રી મહારાજે તેમની કામ કરવાની શક્તી બાબતમાં વીચારો લખેલા છે.
મહી નદીના કોતરોમાં રખડતાં રાતે માઇલોના માઇલો અડધા ઉંઘતાં ચાલતા. એક વાર તો હોડી ન મળતાં ભરતીમાં ભરાયેલી મહી નદી તેમણે તરીને પાર કરેલી.
બીજા એક પ્રસંગે જેલમાં તેમને 25 શેર અનાજ દળવાનું કામ સોંપાયેલું. પણ તેમનાથી તે પુરું ન થયું. તેનું તેમને બહુ જ દુખ થયું. બીજા દીવસે ઘંટીનો ખીલડો પકડી ભગવાનને પ્રાર્થના કરી, મનોમન સંકલ્પ કર્યો. ત્રણ જ કલાકમાં તેમણે આ કામ પતાવી દીધું.
તેમનાજ શબ્દોમાં –
” આજે હવે હું પોતે વિચારું છું, તો મને ય આ બધું માન્યામાં નથી આવતું. પણ એ હકીકત છે. શરીર તો રાક્ષસ છે, રાક્ષસ. કહો તે કામ કરી આપે. પણ એની ચોટલી તમારા હાથમાં હોવી જોઇએ.”
– સાભાર : ‘અરધી સદીની વાચનયાત્રા’ – શ્રી. મહેન્દ્ર મેઘાણી ભાગ -1 પાનું – 338
આપણે નાની નાની બાબતોમાં મન અને શરીરથી થાકી જતા હોઇએ છીએ, ત્યારે મહારાજશ્રીની આ વાત મનમાં રાખીએ.
Like this:
Like Loading...
Related
ઘણી ઘણી ચોટદાર વાત! ખરેખર તો જ્યાં ચોટલી છે ત્યાં જ શરીરને કાબુમાં રાખવાની કુંચી છે.
Sureshkaka,
Can you add the facility to type comments in Gujarati?
I read this in “Ardhi Sadi ni Vaanchanyaatra”.
I am touched by so many people that we didnt hear of in public life. But, contributed their life to the cause of awakening the masses.
Thanks for this blog & hope to see lots of good posts.
Shri Ravishanker Maharaj-I was fortunate enough to see him every morning on my way to college at 6;30AM– This was in Karelibag road,Vadodra in 1958. Dada was doing his morning walk-We would do namaste to Dada and just exchange smiles-
સ્વાગત !
મહારાજના ગદ્યથી શરુ કર્યું તે સારું કર્યું. એમના જીવનચરીત્ર વીષે ઝ.મેઘાણીએ લખેલી પુસ્તીકા માણસાઈના દીવા દરેકે વાંચવી જોઈએ. અદ્ભુત કથા છે, આ જમાનામાં કોઈ માની ના શકે તેવી !
નવો પ્રયોગ સફળ કરો.
bahu sachi vat ,aapdu man aapdu sharir ene jetli aadato padiye padvani j che aapda hath ma che aapde sara thavu che k kharab. bahu saras vat.
દાદા, ફરી એકવાર અભિનન્દન. આપના ઉત્સાહને સલામ.આપની ભાવના થી અભિભૂત.
ખૂબ સુન્દર કાર્ય
DEAR BHAI SURESH.
“SHIKHA OR CHOTALI PAKADAVA BRAMANNE BIJIVAR JANAMAVU PADE CHE.”
GURUNI JARUR PADECHE.
TU PAN GURUJ CHE NE!!!
VERY HAPPY TO HAVE YOU AS MY FRIEND.
KEEP UP YOUR GOOD WORK IN GUJARATI FOR GUJARATI SURFERS ON THE INTERNET.
“શરીર તો રાક્ષસ છે, રાક્ષસ. કહો તે કામ કરી આપે. પણ એની ચોટલી તમારા હાથમાં હોવી જોઇએ”. આ રાક્ષસ ને ચોટલીના ચોટદાર રુપક દ્વારા, દેહભાવ અને મનની ગુલામી ટાળીને બ્રહ્મભાવ પામવાની વાત, પૂજ્ય દાદાએ એમની સાદગીની જેમ કેવી સરળતાથી આત્મસાત્ કરાવી છે.
મુરબ્બી સુરેશકાકા, આપના આ ગદ્યસુરમાં સહુ વાચકોને જીવનસાર લાધે એજ અભ્યર્થના. આપને અંતરતમના અભીનંદન.
Pingback: ‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે. « કાવ્ય સૂર