સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વીઘ્ન

प्रारभ्यते न  खलु विघ्नभयेन नीचैः
प्रारभ्य विघ्नविहताः विरमन्ति मध्याः
विघैः पुनः पुनरपि प्रतिहन्यमानाः
प्रारब्धमुत्तमजनाः न परित्यजन्ति ॥

(વસંતતીલકા)

       નબળી મનોવૃત્તીવાળા કાર્યની શરુઆત જ કરતા નથી.
મધ્યમ મનોવૃત્તીવાળા વીઘ્નોથી થાકીને વચ્ચેથી જ અટકી જાય છે.
ઉત્તમજનો વીઘ્નોથી અનેક વાર આક્રમણ થયા છતાં લીધેલા કાર્યને મુકતા નથી
.

—————————————————————————————————

       હું જીવનની વીશમતાઓથી કંટાળીને જંગલમાં ગયો. મેં ઇશ્વરને એક પ્રશ્ન પુછ્યો . ” હે, ઇશ્વર! જીવન ચાલુ રાખવા માટે તું એક વજુદ વાળું કારણ તો બતાવ. ”

        અને કોઇ અવાજે મને સામે રહેલા ફર્ન અને વાંસના ઝાડના ચૈતન્યને આ સવાલ પુછવાનું કહ્યું.

        ફર્નના વૃક્ષે કહ્યું. ” મારાં બીજને ઇશ્વરે તડકો, પાણી અને જમીનમાંથી પોશણ આપ્યું, અને એક વર્શમાં તો હું વધવા લાગ્યું.”

        વાંસના વૃક્ષે કહ્યું ” પાંચ પાંચ વર્શ સુધી ઇશ્વરે મને પોશણ આપ્યું, મારાં મુળ મજબુત થતાં ગયાં. અને જ્યારે તે પુરતા પ્રમાણમાં તાકાતવાળા થયા ત્યારે મારામાંથી પહેલો અંકુર ફુટ્યો. અને છ જ માસમાં હું ફર્નને આંબી ગયું.”

         હું  આ વાત સાંભળી મારા સંસારમાં નવા ઉત્સાહથી પાછો વળ્યો.   

( અંગ્રેજી પરથી અનુવાદ ) 

13 responses to “વીઘ્ન

 1. sunil shah ઓગસ્ટ 2, 2007 પર 8:50 એ એમ (am)

  ખુબ સરસ..! વીઘ્નો જ જીવનને નવો માર્ગ ચીંધે છે. આફતોથી ડર્યા વગર, લીધેલા કાર્યને વળગી રહેનારાને જ દુનીયા વીર તરીકે ઓળખે છે.

 2. Chirag Patel ઓગસ્ટ 2, 2007 પર 9:09 એ એમ (am)

  ફર્ન એ જ ‘હંસરાજ’?

  આ વાત એક બીજી બાબત પ્રત્યે પણ ધ્યાન દોરે છે: કીડીને કણ અને હાથીને મણ. જેને જેટલું અને જેવું જરુરી છે, કુદરત આપે જ છે. આપણે કેવો ઉપયોગ કરીએ એ ઘણું અગત્યનું છે.

 3. Harnish Jani ઓગસ્ટ 2, 2007 પર 9:25 એ એમ (am)

  Very good choice for translation- Very true-message

 4. Jugalkishor ઓગસ્ટ 3, 2007 પર 12:53 એ એમ (am)

  સરસ, સુરેશભાઈ,
  આનો સમશ્લોકી અનુવાદ કરીશું ?
  પ્રયત્ન કરી જોઉં છું !

 5. Jashavant ઓગસ્ટ 3, 2007 પર 4:57 એ એમ (am)

  નબળી મનોવૃત્તીવાળા કાર્યની શરુઆત જ કરતા નથી.
  મધ્યમ મનોવૃત્તીવાળા વીઘ્નોથી થાકીને વચ્ચેથી જ અટકી જાય છે.
  ઉત્તમજનો વીઘ્નોથી અનેક વાર આક્રમણ થયા છતાં લીધેલા કાર્યને મુકતા નથી.

  સુંદર ઉદહરણ અને અનુવાદ. આમાં કાર્ય કયું છે અને કેવી રીતે થઇ રહ્યું છે તે ખૂબ મહત્વનું છે.

 6. vijesh shukla ઓગસ્ટ 4, 2007 પર 10:40 એ એમ (am)

  very good..! If one remembers “work is worship”as said in the GEETA and works accordingly, no obstacles can come in the way of success.

 7. Jugalkishor ઓગસ્ટ 8, 2007 પર 6:01 એ એમ (am)

  અગાઉ કહ્યા મુજબ આ એક પ્રયત્ન, સમશ્લોકી અનુવાદનો :

  કનીષ્ઠ,મધ્યમ અને ઉત્તમ મનુષ્ય. (વસંતતીલકા)

  આરંભથી જ ડરી બેસી રહે કનીષ્ઠો,
  વીઘ્નોથી જે ડરી, મુકે અધુરું, વચેટો;
  વીઘ્નો પરંતુ કરી પાર, ન કાર્ય છાંડે-
  એવાં મનુષ્ય નકી ઉત્તમ, કાર્યનીષ્ઠો !

 8. Kashmira ઓગસ્ટ 9, 2007 પર 10:34 પી એમ(pm)

  I would appreciate if the English translation is also given. Not because I do not understand Gujarati or Sanskrit but people with whom I share this, they do not understand Sanskrit or Gujarati. And I don’t want to be unfair to the people with my poor translating skills.
  I enjoy reading everything that you upload.
  Thank you,

 9. chhaya ઓગસ્ટ 15, 2007 પર 9:08 એ એમ (am)

  Dear friends;
  AA khubaj sachot lakhyu chhe.
  God badhanu dhyan rakhej chhe ema koi shak nathi..

 10. Pingback: Wisdom- To live with Smile,In Pleasure and Pain! « તુલસીદલ

 11. HEMANG NANAVATY એપ્રિલ 12, 2009 પર 8:40 એ એમ (am)

  Murabbi Shri Sureshbhai,

  As usual ‘LAJAWAB’ difficult to find words to express the mastery you have to convert lekhan into face to face SANWAD

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: