સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ટપાલ પેટીમાંનો કાગળ

પાત્રો

સદુભાઇ ટપાલી, અનામી યુવતી

સમય

એક સોમવારની સવાર 

ઘટના

 • સદુભાઇ ટપાલપેટીમાં એકઠા થયેલા કાગળો તેમના થેલામાં નાખી રહ્યા છે.
 • યુવતી ચીંતાથી તે જોઇ રહી છે. સદુભાઈને તેનો લખેલો કાગળ પાછો આપવા વીનંતી કરે છે.
 • સદુભાઈ કાયદો બતાવી ના પાડે છે.
 • યુવતી પોતાની કરમ કઠણાઇ કહે છે. તે કાગળ ગુસ્સામાં તેણે પોતાના પ્રેમીને લખ્યો હતો. દર શનીવારની જેમ તે પ્રેમીએ તેને પરમ દીવસે બહાર ફરવા જવાની ના પાડી હતી, કારણકે તેની ફોઇ ગામથી આવેલી હતી. યુવતી એકલી જ વીરહનો ગમ ભુલવા શનીવારે બન્નેની માનીતી રેસ્ટોરન્ટમાં ગઇ હતી. અને ત્યાં તેણે પ્રેમીને કોઇ અજાણી યુવતી સાથે લળી લળીને વાતો કરતો દુરથી જોયો.
 • તે ગુસામાં ચાલી ગઇ, અને રવીવારે બહુ ગુસ્સાવાળો કાગળ લખી નાંખ્યો.
 • રવીવારે રાતે પ્રેમીનો ફોન આવ્યો કે તે સોમવારે તેની ફોઇની દીકરી અને આ યુવતી બન્નેને સાથે  રેસ્ટોરન્ટમાં લઈ જવા માંગે છે!
 • યુવતી હવે પશ્ચાતાપની આગમાં બળી  રહી છે. જો તેણે લખેલો કાગળ તેને  પાછો ન મળે, તો તેનું આખું ભાવી જીવન રોળાઈ જાય તેમ છે.
 • સદુભાઈ પોતાની ફરજ પહેલી, તેમ માની થેલો બાંધી સાઈકલ ઉપાડે છે.
 • યુવતી અસહાય બની સાતે આસમાન તેની પર તુટી પડ્યાની વ્યથા અનુભવે છે.
 • સદુભાઈ પાછું વળીને જુએ છે, આ ભાવ સમજે છે અને થેલો ખોલી તેણીને તે કાગળ લેવા દે છે.

અંત

કાગળ પરત મળતાં યુવતીના ચહેરા પરનો આનંદ સદુભાઇના ચીત્તમાં મોટું પુણ્ય કર્યાનો ભાવ પ્રગટાવે છે.

સાભાર

વીણેલાં ફુલ – ભાગ – ૩ પાનાં નં- ૮૭

લેખીકાઓ

 ‘હરીશ્ચંદ્ર’ બહેનો

4 responses to “ટપાલ પેટીમાંનો કાગળ

 1. uttam Gajjar ઓગસ્ટ 5, 2007 પર 4:56 એ એમ (am)

  સર્જક–પરીચય..
  ‘પછી ખબર પડી કે ‘હરીશ્ચંદ્ર’ એક નહીં; પણ બે વ્યક્તીઓ છે. બન્ને સ્ત્રીઓ. એકનું નામ ચંદ્રકાન્તા, બીજીનું હરવીલાસ. બન્ને વીનોબાની માત્ર શીષ્યા જ નહીં; તેમના સેવાયજ્ઞમાં સક્રીય રીતે આજીવન કાર્ય કરનારી વ્રતધારીણીઓ. સાહીત્યના રસને ઘુંટીઘુંટીને પીનારીઓ.’

  –ગુલાબદાસ બ્રોકર, પુણે, ૧ ડીસેમ્બર ૧૯૯૨, æવીણેલાં ફુલ’ ભાગ–૧૦ની પ્રસ્તાવનામાંથી સાભાર…
  ∙∙∙ ∙∙∙ ∙∙∙

  ‘ભુમીપુત્ર’ના છેલ્લે પાને પ્રગટતી ‘હરીશ્ચંદ્ર’ બહેનોની સંક્ષેપ કથાઓ ગુજરાતી લેખનમાં વીશેષ ભાવે સ્થાન પામી છે. આ કથાઓ એ બહેનોની સ્વતંત્ર કૃતીઓ નથી; ભારતની વીવીધ ભાષાઓમાંથી ચુંટી કાઢેલાં ફુલો તેમણે ગુજરાતી ભાષાપ્રેમીઓને ધર્યાં છે પણ એની વીશેષતા જેટલી એના લાઘવમાં છે, એટલી જ એની જબ્બર સુચકતામાં છે….અનુવાદ તો આ છે નહીં; બધું જ નવું સ્વરુપ છે. નવું સ્વરુપ આપવું; છતાં જુનું રાખવું અને પોતાની જાતને ક્યાંય દેખાવા ન દેવી, તે એક તપ માગે છે. આવી મધુર તપસ્વીતા તો બન્ને બહેનોનાં જીવનમાં છે જ; પણ આમાં પણ એ તપ ઉતર્યું છે.
  ‘વીનોબાજીની પ્રેરણાથી લગભગ ચીર પ્રવાસમાં રહેનારી આ બહેનોએ દક્ષીણ–ઉત્તર–પુર્વ–પશ્ચીમ ભારતમાંથી આ બધી વાર્તાઓ કેવી રીતે શોધી અને તેનો પુનર્જન્મ બન્નેએ કેવી રીતે કર્યો તે પણ એક નવાઈભરી ઘટના છે. બે જણ લખે; છતાં એક જણે, એક હાથે લખ્યું હોય તેવું લાગે, તે બન્નેનાં મનૈક્યની પ્રસાદી છે…આવી પ્રસાદી મળતી રહો અને આપણે આરોગતા રહીએ…’

  ––મનુભાઈ પંચોલી
  લોકભારતી–સણોસરા, ૨૧–જાન્યુ. ૧૯૮૪ ‘વીણેલાં ફુલ’ ભાગ–૧ની પ્રસ્તાવનામાંથી સાભાર..

  આવી આ અણમોલ વારસા રુપ વાર્તા–ખજાનામાંથી પણ વીણેલી વાતોના મુળ પ્રાણતત્ત્વ કે ચાવી સમાન મુદ્દા રજુ કરી વાર્તાબીજના હાર્દ તરફ વાચકને દોરી જઈ તેના વાર્તા–વાચનના રસને પોષવાનો તમારો ઉપક્રમ બહુ ગમ્યો. આજે ચંદ્રકાન્તાબહેન નથી. હરવીલાસબહેન એકલાં હજીય દર પંદર દીવસે એક વાર્તા ‘ભુમીપુત્ર’ને છેલ્લે પાને આપે છે. એના પંદર ભાગો હવે મળે છે..આગે બઢો.. શુભેચ્છાઓ..ઉ.મ..

 2. Satish Parikh ઓગસ્ટ 6, 2007 પર 6:13 પી એમ(pm)

  aavi vartao jarur moklta rahesho. ghani j rasprad ane arthasabhar varta chhe.

 3. Ketan Shah ઓગસ્ટ 7, 2007 પર 9:52 પી એમ(pm)

  Aa ek laghukatha bahu j moti vaat kahi jay che.

  Rajuat khub j gami.

  “ANGER IS A SHORT MADNESS”

 4. Preeti Pathak ઓગસ્ટ 13, 2007 પર 10:25 પી એમ(pm)

  Maara PC par pehli vaar Gujarati shabdo joi ne gamyu. Laghukatha bahu badhu kahi jaay chee jo samajiye to.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: