સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઘાસ પરનું ઝાકળ – એક અવલોકન

આજે સવારે મારી દીકરીના દીકરાને સ્કુલ-બસમાં બેસાડીને પાછો ઘરમાં આવતો હતો, ત્યારે આગળની લોનમાં, ઘાસ ઉપર ચળકી રહેલા, ઝાકળબીંદુઓ પર  ધ્યાન ગયું. સુર્ય મારી સામે હતો. અનેક બીંદુઓ રુપેરી રુઆબમાં ઝગમગી રહ્યાં હતાં.

જરા પુંઠ ફેરવીને પાછળની લોન તરફ નજર કરી. બહુ જ ઓછા બીંદુઓ દેખાતા હતા, પણ એક બેમાંથી લાલ રંગનાં કીરણો નીકળતાં હતાં.  માથું થોડું  આડું અવળું કરતાં, તે બીંદુઓના રંગ બદલાતા જણાયા.

પરાવર્તન અને વક્રીભવનના નીયમોથી કદાચ આ ઘટના સમજાવી શકાતી હશે પણ ….

——————————————————————————-

     જ્યારે સુર્ય સામે હતો, આંખને નડતો હતો, ત્યારે  ઘણા બધા ઝાકળ-રત્નો હાજર થઇ જતા હતા, અને બધાંય સુર્યપ્રકાશને આખેઆખો રજુ કરતા હતા.

       અનુકુળતાવાળી, સુર્ય ન દઝાડે તેવી પરીસ્થીતીમાં સુર્યનો બહુ નાનો ખજાનો જ પ્રાપ્ય હતો, અને તે ય તેના કીરણોના એક બે અંશ જ રજુ કરતો હતો.

જ્યારે જીવનમાં મુશ્કેલીનો સમય હોય ત્યારે બધા રંગો એટલે જ દેખાઈ જતા હશે? !

10 responses to “ઘાસ પરનું ઝાકળ – એક અવલોકન

 1. chetu ઓગસ્ટ 7, 2007 પર 4:37 એ એમ (am)

  અમુક સમયે અમુક વાતો નો અહેસાસ ફક્ત આપણું મન જ કરી શકે છે..આપની ઝાંકળબીંદુ ની વાત થી ઘણા તારણૉ નીકળી શકે છે..!…

 2. જશવંત ઓગસ્ટ 7, 2007 પર 5:20 એ એમ (am)

  માથે ચડેલા સૂર્યની સામે આપણે આ રીતે નથી જોઇ શકતાં કેમકે એનાં તીખા કિરણો આપણી આંખ સહન નથી કરી શકતી. ગોગલ્સ પહેરવા પડે. કુદરત તો કુદરતી જ છે. માનવ પોતાને સહેલું પડે એમ એને જુએ છે. સૂર્યના સીધા કિરણોમાં સાત રંગ છૂપાયેલા જ છે પણ એને એજ રુપમાં જોવા માટે એવી આંખો ક્યાંથી લાવવી?

 3. સુરેશ ઓગસ્ટ 7, 2007 પર 7:17 એ એમ (am)

  જશવંતભાઇની વાત બહુ જ સરસ છે.
  મને એક અનુભવ થયો અને મેં તેનું અથઘટન કર્યું , પણ તે ઘટનાને અનેક રીતે મુલવી શકાય. બધું આપણી દ્રશ્ટી પર આધાર રાખે છે.
  પણ મને લાગે છે કે, આપણે આપણા આવા નાના નાના અનુભવો આમ રજુ કરી મંતવ્યોની આપ-લે કરીએ તો બહુ સરસ અને કોઇ આધાર વાળી જ્ઞાન ગોશ્ટી થાય.
  બીજું એ કે, નજર ખુલ્લી રાખીએ તો નાના નાના પ્રસંગો પણ આપણને જોવાની નવી રીતો આપી શકે.
  આભાર , જશવંતભાઇ.

 4. Chirag Patel ઓગસ્ટ 7, 2007 પર 8:36 એ એમ (am)

  રાતાં પીળાં ચક્કરો, અણુ ભરમ થતાં, જોડતાં જાળ મોટાં.

  વારી જાઉં છટાને, હર મહત તત્વ, ઝાકળે આભ સ્ફુરે!

 5. મગજના ડોક્ટર ઓગસ્ટ 7, 2007 પર 9:01 એ એમ (am)

  સુરજ ને તેની ઉરજા કીરણોની શક્તિ….અનન્ત છે.
  એવા અનેક સુરજ આ અવકાશમાં છે.
  માનવી કઈ રીતે સુર્યને જોવા માગે છે,ઉપયોગ કરવા માંગે છે ને કરતો રહેશે તે માટે જ્ઞાન ,પ્રયત્ન ને સાધનને શોધતો આવેછે ને રહેશે.
  સુરજ ની હાજરી રાતે ચાંદ આપે છે.
  ઝાકળ મોતી બની નજરે ચઢે છે.
  ધરતી ની હરીયાળિ પ્રાણવાયુ બને છે.
  માનવી સુરજના કિરણો માંથી બળતણ ને વિજળી બનાવે છે.

  અને આપણા સુરેશદાદા આવા સુંદર સુવાકય આપતા રહેછે ને રહેશે.

  રાજેન્દ્ર ત્રિવેદી.

 6. સુરેશ ઓગસ્ટ 7, 2007 પર 11:00 પી એમ(pm)

  બીજી એક વીચારવાની દ્રશ્ટી-
  ————————————-
  ઝાકળબીંદુ પર પડતા સુર્યના મોટાભાગના કીરણો તો કશાય ફેરફાર વીના આરપાર પસાર થઇ જાય છે. બહુ ઓછા કીરણોનું જ આંતરીક પરાવર્તન થાય છે. જ્યારે આમ બને છે ત્યારે જ વર્ણપટના બધા રંગો છુટા પડી શકે છે.
  ઝગારા મારતા એ કોક કોક બીંદુઓના રંગોને માણવા એ ય એક લ્હાવો છે.

 7. Pingback: અવલોકન કથા « ગદ્યસુર

 8. Ramesh Patel નવેમ્બર 19, 2010 પર 11:14 પી એમ(pm)

  જળ બિન્દુઓ જાણે સૂર્યના અનેક ખજાનાઓ..મને તો શીશ મહેલમાં દેખાતા મુગલે આઝમ ફિલ્મના
  મધુબાલાના નૃત્ય દૃશ્યો યાદ આવી ગયા. આપે વક્રિભવન અને એ કુદરતી નજારા માણવાની
  તમારી શૈલીની વાત મનને ગમી ગઈ.
  રમેશ પટેલ(આકાશદીપ)

 9. Vinod R. Patel ડિસેમ્બર 3, 2015 પર 10:08 પી એમ(pm)

  ઝાકળ ના બિંદુ એ બિંદુ માં સુરજ પ્રવર્તિત થઈને એમાં મેઘધનુષી રંગની લીલાઓ બતાવે છે. વાહ કુદરત તારી અગમ લીલાઓનો કોઈ પાર નથી.!

 10. Pingback: અવલોકનો હવે ‘બેઠક’ પર | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: