શું આપણે ધન, સમ્પત્તી કે કીર્તી હાંસલ કરવા મથી રહ્યા છીએ?
આપણે નહીં હોઈએ ત્યારે ધન, મીલકત, સત્તા – આપણું આ બધું તો કોઈના હાથમાં ચાલ્યું જશે. સમયની રેતીના ઢગલામાં જે કાંઈ બાકી રહેશે તે વધુ નહીં હોય. આપણે જેમને મદદ કરી હોય તેવા સૌના મનમાં આપણી માત્ર યાદગીરીઓ જ બાકી રહી જશે.
તમે તમારી પાછળ શું મુકી જવા માંગો છો? વીતેલા સમયના સુખ અને આનંદની બેચાર યાદો ? કે પછી જીવનકીતાબનાં એવાં પાનાં, જે ફાડી નાખવાની તમને અત્યંત ઈચ્છા થાય?
આજે તમને એક તરોતાજા, ખુશનુમા અને સાવ નવું નક્કોર પાનું લખવાની મહાન તક સાંપડી છે. તમારી પોતાની જ બનાવેલી એક ગાથા, એક દ્રશ્ય – તેમાં કેવા રંગો પુરવા તે તમારે જાતે જ નક્કી કરવાનું છે. અત્યંત પ્રતીકુળ સંજોગો વચ્ચે પણ તમે તેમાં સંવાદીતાનો મધુર અને શીતળ રંગ ભરી શકો છો.
જો તમને એમ ખબર પડે કે આ તમારા જીવનનો છેલ્લો જ દીવસ છે તો, તમે તે કેવી રીતે વીતાવશો? તમને સુર્યનાં આ સોનેરી કીરણોથી, સમીરની આ મંદ લ્હેરખીથી એ પાનાંને ભરી દેવાનું જ ગમશે ને ?
તમે આજનો આ તરોતાજા દીવસ, આ ક્ષણ આનંદથી માણો. તમારા જીવનની બધી સારી ચીજોને યાદ કરી લો. તમારા જીવનમાં જે ખાસ માણસો આવ્યા હોય તેમને માટે વાત્સલ્ય અને ભાવથી તે ક્ષણને ભરી દો. તમે કરવા ધાર્યા હોય તેવા નાના નાના પણ સુખદ કાર્યો કરી નાંખો – વાર ન કરો . કદાચ આ ઘડી ચાલી જાય અને તમને વસવસો રહી જાય. કદાચ બહુ મોડું થઈ ગયું હોય તે બધું કરવા માટે.
આપણે આપણા સ્વજનોને બહુ અવગણતા હોઈએ છીએ, તેમની ઉપેક્ષા કરતા હોઈએ છીએ. તેમને કહો, કે તમને તેમના માટે કેવો અને કેટલો સ્નેહ છે. કોઈ તપ્ત જીવને મદદનો હાથ લંબાવો.
પ્રત્યેક દીવસ સભરતાથી જીવો, કાલ કોણે દીઠી?
આનંદમાં જીવો .. આભાર માનો …
( અંગ્રેજી પરથી ભાવાનુવાદ)
Like this:
Like Loading...
Related
આજની ઘડી રળીયામણી !
અંતરની અવ્યક્ત વાણીમાં પડેલું કે જે પણ એક દીવસ અવ્યક્ત બની રહેવાનું છે તેને માટેનો જ જાણે આ ગીતાએ બતાવેલો ‘વ્યક્તમધ્ય’ છે. એને જેટલો ઉપયોગી લેવાય એટલો કામનો.
સરસ !
ખુબ સરસ વાત અને રજુઆત. આજને માણી લો, કાલ કોણે દીઠી છે..? સુરતના કવી મીત્રની પંકતી છે..
મારી પાછળ મારી હસ્તી એ રીતે વીસરાઈ જશે,
આંગળી જળમાંથી નીકળી ને જગ્યા પુરાઈ જશે.
બીજી વાત..
દરીયો ભલેને માને પાણી અપાર છે
એને ખબર નથી એ તો નદીનું ઉધાર છે.
ekdam saras lekh..!
દરીયો નદી પાસેથી લે છે અને નદી દરીયામાંથી જન્મેલા વાદળો પાસેથી .
મરઘી પહેલી કે ઈંડું પહેલું – તેના જેવી વાત.
આજે રોપેલું બીજ કાલે વૃક્ષ બને છે. અને એ વૃક્ષમાંથી બનેલું કોઈ બી આજના વીચારને જન્મ આપે છે.
આ બધું તો અન્યોન્ય છે. ગોળ ગોળ વલય.
માટે જ ……
ગયેલી કાલ અને આવનારી કાલને શેં યાદ કર્યા કરવી? આજનો જ ઉત્સવ મનાવીએ.