સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વોટરપાર્કમાં એક અનુભવ

રવીવારે અમારા કુટુમ્બના પાંચ જણા અને નાના જયનો એક હબસી દોસ્ત, ફોર્ટવર્થની ઉત્તરે અડીને આવેલા એક વોટર પાર્કમાં ગયા હતા. છેલ્લા ચાર વર્શથી મારી દીકરી ઓગસ્ટ મહીનામાં અચુક, ભાવપુર્વક અમારા બધા માટે તેની ટીકીટ લાવે છે; અને અમને બધાને બહુ જ મજા અપાવે છે.

ત્યાં એક ‘ઓશનવેવ્ઝ’ નામની રાઈડ છે, જે નાના મોટા બધાને બહુ જ ગમે છે. ‘ ટ્યુબ-રાઈડ ‘ની જેમ તેમાં પેટમાં બહુ આંટી પડવાનો ભય નહીં. આશરે 100 ફુટ લાંબા અને 50 ફુટ પહોળા હોજમાં પાણી ભરેલું હોય છે. ઉંડાઈ શુન્યથી શરુ કરી છેક અંદર છ ફુટની હોય છે. તેમાં તરનારા તરી પણ શકે અને બીજાઓ માટે ઘણી સંખ્યામાં, લગભગ ચાર ફુટ વ્યાસવાળી અને બે મજબુત હેન્ડલવાળી, પ્લાસ્ટીકની ટ્યુબો પણ રાખેલી હોય છે. ખાસ્સો મોટો સ્વીમીંગપુલ હોય તેવું લાગે.

પણ ખરી મજા તો એ કે તેની છેવાડાની દીવાલની પાછળ, કદાચ ચાર કે પાંચ બહુ જ  મજબુત, રબરની મોટી ધમણો રાખેલી હોય છે. ( આપણને એ તો કાંઈ દેખાય નહીં – આ તો મારા ઈજનેરી ભેજાનું પૃથક્કરણ છે! ) આ ધમણોને ઈલેક્ટ્રીક મોટર વડે કે બીજી કોઈ રીતે, ધીરે ધીરે ફુલાવવામાં અને સંકોચવામાં આવે. આ ધક્કાથી હોજનું પાણી પણ ઉલાળે ચડે. લગભગ ત્રણ ચાર ફુટ ઉંચા મોજાં પેદા થાય. આમાં બધી પબ્લીક પણ ઉલાળા લેવાની મજા માણે. કોઈ કીનારે આવતાં નાનાં મોજાંની, તો કો’ ક દીવાલ પાસે, જમીનને પગ પણ ન અડે તેવી જગ્યાએ, મસ મોટાં મોજાંની મજા માણે. જેની જેવી તાકાત અને હીમ્મત.

જુવાનીયાઓ, બીકીનીધારી રુપસુંદરીઓ, મારા જેવા ગલઢાં, અને બાળબચ્ચાં – બધાં મજા માણે. કોઈ નાતજાત, રંગરુપ, ધરમ, જાતી, ઉમ્મરના ભેદ નહીં. બધાં ય બાળકો જ બાળકો.  દસેક મીનીટ ઉલાળા ખાવાના. પછી વીરામ. ફરી દર અડધા કલાકે ખેલ ચાલુ. આપણે ય બાપુ આમાં તો પડીએ હોં !

છોકરાંવ તો ધરાઈ ધરાઈને અનેક વાર ઉલાળા ખાવા જાય. મારો જય ભારે હીમ્મતવાળો. હું રાડ્યું પાડતો રહું અને એ બાપુ તો ટ્યુબની એસી તેસી કરી ડુબકીઓ મારીને તરી લે. પાછો નીચેથી ટ્યુબમાં ઘુસી ય જાય. અને એની ઉમેદ હોય, છેક દીવાલને અડી આવવાની – જાણે કે કોઈ ઈડરીયો ગઢ જીતવાનો ના હોય ! એ બાપુ તો નેચરલ અમેરીકન !!

આપણે તો એક વાર મજા માણી કીનારે આવીને બેઠા અને બધાંનો સામાન સાચવવાનું પુણ્યકાર્ય કર્યું! બાકીના બધા ટ્યુબની મજા  માણવા ગયા. હું તો લાંબી ખુરશીમાં પગ લંબાવી, પેપ્સીના ઘુંટ પીતો અને ચીપ્સ ચંગવાળતો હાહ ખાતો બેઠો. દરીયાઈ પુલની પાછળના આકાશમાં સંધ્યાદેવી રતુમડા શણગાર સજી સોળે કળાએ ખીલ્યાં હતાં. સુરજદેવ તો દેખાતા નહોતા. પણ દ્રશ્ય બહુ મનહર હતું.

———————-

મન પણ હીલ્લોળે ચડ્યું. પંદરેક દહાડા પહેલાં ગેલ્વેસ્ટનના દરીયાકીનારાની સહેલગાહ અને સમુદ્રસ્નાન દીકરાએ કરાવ્યું હતું; તે યાદ આવી ગયું. આ તો માનવસર્જીત દરીયાનું ખાબોચીયું હતું. પેલો તો ગલ્ફનો અખાત, એટલાંટીક મહાસાગરનો વછેરો!  ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી! આ તો અડધા કલાકમાં દસ જ મીનીટ હીલોળા લે. ઓલ્યો તો લાખો વર્શ સતત હાલ્યા ને ડોલ્યા જ કરે…..  નહીં થાક, નહીં વીરામ …. મહેરામણ તે મહેરામણ ….

પણ વધારે લાંબી વીચાર-તરંગમાળા ચાલી. આ દરીયાના ખાબોચીયાનો સર્જક મારા જેવો કે મારાથી થોડો ચડીયાતો, એક માનવજંતુ. અને ઓલ્યાનો તો …  સૃશ્ટીનો નાથ. પણ એની ય આંખ સહેજ ઝોલે ચડી ને આ વીશ્વ ગાયબ, અને બીજા નવા વીશ્વનો  ચાકડો પાછો ચાલુ. આ ખાબોચીયાની મોટર દસ મીનીટ પછી બંધ થાય. ઓલ્યાની એક એક યુગાંતરે બંધ …પણ એ ય કોક’દી બંધ તો પડવાની જ ને?

ભલેને હું આ નાનકડા સાગર જેવો પણ નથી, જેમાં દસ મીનીટમાં ય સો જેટલા માણ્સો આનંદથી કીલ્લોલે છે. ભલે ને મારું સમગ્ર જીવન એક પરપોટા સમાન છે. આ જન્મ્યો .. અને આ ફુટ્યો. પણ એટલા ય ગાળામાં તેમાંથી પરાવર્તીત થતો પ્રકાશ એક નીર્દોશ બાળકને ખીલખીલાટ હસાવી શકે તો, મારા આ પરપોટા જેવા જીવનની સાર્થકતા છે. ઓલ્યા વીશ્વના નાથની અપાર કરુણાનો, તેના પ્રેમનો, તેના સત્ય, ચૈતન્ય અને આનંદનો એક પરમાણુ જેટલો અંશ પણ મારા જીવનમાં પરાવર્તીત થાય તો હું અને તે સરખા. બસ મારા નાનાશા જીવનને આટલો વળાંક તો આપું  …

અને તો?

અલ્યા એ ય ઉપરવાળા… આપણ બેઉ તો ભેરુ. તું મોટો ભાઈ ને હું નાનો… ચાલને આ ફરી હીલોળો શરુ થયો છે, તેમાં જરા છબછબીયાં કરી લઈએ, ઉલળી લઈએ …..  હાલને મજા આવશે.

” મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.” 

–  કૃષ્ણ દવે

હરિ, હવે આપણે સરખે સરખા,
હરિ, તમે મેહ તો હું યે બરખા!

–  ભગવતીકુમાર શર્મા

[ આખી કવીતા વાંચવા લાલ શબ્દો પર ‘ક્લીક’ કરો. ]

——————————

અને બાપુ! આપણે તો પ્રસન્નચીત્તે, બધી લઘુતા ઓગાળીને, ઓલ્યા ભેરુને હૈયાની માલી’ પા રાખીને, ફરીથી હીલ્લોળાની મજા લેવા ધોડી જ્યા.

16 responses to “વોટરપાર્કમાં એક અનુભવ

 1. jjkishor ઓગસ્ટ 21, 2007 પર 7:30 એ એમ (am)

  સરસ હીલ્લોળા ખવડાવ્યા.
  આ સૃષ્ટીનાં અગણીત યુગોય ગયાં હશે; અગણીત વાર સૃષ્ટી સર્જાઈ-વીખેરાઈ હશે, કોણ કઈ રીતે ગણી શકે ?!

  પણ, આ અણગણીત બ્રહ્માયુગોનાં ગાળામાં આ હાલનાં વર્ષોમાં આપણે “છીએ” એ કેવી મોટી અચરજ/ભેટ છે !! આપણું આજનું હોવું અને આ બધી કામગીરીઓ/સંસાર/અને એના હીલ્લોળા–કેવી અચરજ છે !!!!!!!!

 2. Rajendra Trivedi, M.D. ઓગસ્ટ 21, 2007 પર 7:48 એ એમ (am)

  વોટરપાર્ક સાગરનામોજામાં,

  પૌત્રપુત્રી કુટુંબસ: માણ્યો આનંદ આજે.

  પાછો બેસી વિચારતા લખવા બેઠો આજે.

  જીવન સાગર ઝોલે ચઢતો નિશદિન નિનાદ સાથે,

  તુજને મોટો બાપ કહીને આનંદ લેતો આજે.

  સાગરના મોજા સાગરછે ક્યાં આ કુપ મંડુક હું?

  એ સાંભળતાં નિનાદમાં હું નત મસ્તક પગમાં તુ.

  રાજેન્દ્ર

 3. neetakotecha ઓગસ્ટ 21, 2007 પર 6:52 પી એમ(pm)

  suresh dada pahela to hu aapne kahi dau aap potane GARDA kahevanu bandh kari dyo. aap to aajna yuvano karta yuvan cho j water park ma besine pan vichare che. kaik shodhe che.ane amane badhane kaik navu aape che. aajna yuvano to vicharta j nathi. bahu dukh thay che emne joine. amaro jamano hato tyare jaruri n hatu k badha bhane pan aajna badha j bachchao bhne che ane DR. k ENGI. thay che . emnu badhu chopda gyan che. koine vat karta pan nathi aavdti. to aap potane garda to have aaj pachi kadi pan nahi kaheta. ane ha aap ni sathe water park ma jalso padi gayo. em lagtu hatu k ame aapni sathe j chiye.

 4. DILIP R PATEL ઓગસ્ટ 21, 2007 પર 9:29 પી એમ(pm)

  અહીં સધર્ન કેલીફોર્નીયાનેય ઉકાળતી હમણાંની ગરમીમાં આપના વોટરપાર્કના અનુભવ બાબતના આલેખને શીળી શાતાનો અનુભવ કરાવ્યો. સુરેશકાકા, આપના આ ગદ્યસુરમાં ગુર્જરગીરાનો ઘંટનાદ સંભળાય છે ને પડઘાય છે. આભાર અને શુભેચ્છાઓ સહ

 5. Pinki ઓગસ્ટ 21, 2007 પર 11:15 પી એમ(pm)

  મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
  ચાલને રમીએ પળ બે પળ.”

  ‘brahma kare latakaa brahma pase’

  sachu kahu to, aa water parkma brhma sathe nakhara karvani kevi maja aave sache j jane waterparkma jai chadhi.

 6. Pingback: એક સાહિત્યપ્રેમીનો પ્રશંસનીય સાહિત્યિક અભિગમ – જય ગજજર « ગદ્યસુર

 7. Pingback: બની આઝાદ – ઉપસંહાર | ગદ્યસુર

 8. Anila Patel માર્ચ 17, 2013 પર 5:22 પી એમ(pm)

  વાહ. આપના વૉટરપાર્કના વર્ણને તો અમને પણ હિલ્લોળી દીધા. કુદરતના વિરાટ સ્વરુપના દર્શન મનેતો
  મહેરામણમા થયાવગર નથી રહેતા,

 9. સુરેશ માર્ચ 18, 2013 પર 9:43 એ એમ (am)

  એ ગીત સાંભળવાની મજા અહીં માણો …સોલીએ બહુ જ સરસ ગાયું છે-

  http://www.krutesh.info/2010/10/hari-mara-rudiye-rehjo-re.html#axzz2Nu0AWSKx

 10. Pingback: ચાલતો રહેજે, ચાલતો રહે/સુ.જા | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

 11. સુરેશ માર્ચ 26, 2015 પર 3:16 પી એમ(pm)

  કૃષ્ણ દવેની આવી જ એક બીજી રચના( આભાર શ્રી. શરદ શાહ નો)…
  સમજણ

  તમે થજો ભૈ આભઅટારી અમે બનીશું પાયો જી
  તમે થજો ભૈ કંચનકાયા અમે થશું પડછાયો જી
  ચલો વાતનું વળગણ છોડો બે પળ રમીએ ભેળા જી
  ના સમજો તો ઝેર બધું ને સમજો તો ઘી કેળાં જી
  તમે થજો ભૈ પ્હાડ અડીખમ અમે બનીશું તરણાં જી
  તમે થજો ભૈ મહાસમંદર અમને કહેજો ઝરણાં જી
  માંડ આછરે અર્થો ત્યારે દી’ ને રાત ઊલેચો જી
  પામ્યાની આ પળને ચાલો ભરી ખોબલે વ્હેચો જી
  તમે થજો આરસની તખ્તી અમે ધૂળની ઢગલી જી
  તમે કોતરો નામ તમારું અમે પાડશું પગલી જી
  હાથવગી આ ઘડી બે ઘડી ને વીખરાતાં મેળા જી
  સંકોરો સમજણને નહીંતર સરી જશે આ વેળા જી

  − કૃષ્ણ દવે

 12. La' Kant " કંઈક " ઓક્ટોબર 21, 2017 પર 9:10 એ એમ (am)

  आनी आवी मोज केरालानी एक मुलाक़ात दरम्यान एकाद कलाक माणी छे… आनंद नवतर थोडुन्क साहस थई ज गएलु मुडमां।

 13. readsetu ઓક્ટોબર 21, 2017 પર 11:34 એ એમ (am)

  તમારું ચિંતન બહુ ગમ્યું. હું પણ કૈંક આવું જ વિચાર્યા કરતી હોઉં છું..

 14. pragnaju ઓક્ટોબર 21, 2017 પર 4:05 પી એમ(pm)

  સમયનો ઉપયોગ અને દૂરઉપયોગ આ બે અંતિમોને સમજતાં સમય વિતી જાય છે. જીવનમાં પૈસો જ બધંુ છે એ વાતનું ખંડન થતાં -થતાં જીવનના મોટા ભાગના વર્ષો નિકળી જતાં હોય છે.
  પથારી પાથરવામાં રાત આખી પસાર થાય છે ને છેવટે ઊંઘવા પડીએ ત્યાં સવાર થઈ ગયેલી હોય છે. પથારી પાથરવામાં એટલો સમય લીધો કે ઊંઘવાનું ભૂલી જવાયંુ, પૈસો ભેગો કરવામાં એટલો સમય વિતી ગયો કે પૈસાને વાપરવાનો સમય જ ન મળ્યો. છેવટે આ બધી દોડધામ કેમ, શા માટે, કોના માટે ? આ પ્રશ્નનો જવાબ મેળવવામાં હવે સમય પસાર કરવા જેવો નથી.

 15. pravina ઓક્ટોબર 22, 2017 પર 2:44 પી એમ(pm)

  “વૉટર વર્લ્ડ” મારી પણ મનગમતી જગ્યા છે. જો કે હવે ગયે વર્ષો થયા. દુનિયાના સમુદ્રમાં આમ જ હિલોળા આવે છે. ક્યારે મોજું કિનારે આવીને વિરમી જશે, કોને ખબર?

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: