સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કનોઈંગ – એક અનુભવ [ ભાગ – 2 ]

ભાગ – 1 વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

      એકલા જ આવ્યા મનવા!, એકલા જવાના,
      સાથી વિના, સંગી વિના, એકલા જવાના.
     – ‘ બેફામ’

     અમે સાવ હતાશ થઈને નદીની વચમાં ઉભા હતા. પટ ખાસ્સો પહોળો હતો. નજીકમાં કોઈ કનો દેખાતી ન હતી. પવન પણ સારો એવો હતો, અને અમારાં કપડાં ભીનાં હોવાને કારણે ઠંડી પણ લાગતી હતી. બપોરના બે વાગી ગયા હતા. હલેસાં મારવાનો અને વારંવાર કનોને સીધી કરવાનો શ્રમ કરેલો હતો, એટલે કકડીને ભુખ પણ લાગી હતી. જોરદાર થાક પણ લાગેલો હતો. કોઈ તારણહાર મળી જાય તેવી મનમાં પ્રાર્થના કરતા હતા.

   અને છેવટે ઉપરવાળાએ અમારી આ વીનંતી સાંભળી. દુરથી એક કનો આવતી દેખાઈ. તેના ચાલકો તરવરીયા જુવાનો હતા. તેમની કનો એક બાજુના કીનારાની પાસેથી જતી હતી. અમે બની શકે તેટલી મોટી બુમો પાડી, પણ તેમના સાંભળવામાં ન આવી અને અમારી તરફ તેમની નજર પણ ન હતી. એ કનો તો રીસાયેલી રમણીની જેમ જતી રહી. થોડી વારે બીજી દેખાણી. પણ તે ય અમારી પાસે ન ઢુંકી.

      પહેલા પહેલા જુગમાં રાણી ! તું હતી પોપટી ને અમે રે પોપટ રાજારામના….

      એ ગીતની જેમ ચાર ચાર કનો આવી પણ … સાથે ન હાલી, મારી સાથ, રાણી પીંગળા !  …. જેવું થતું રહ્યું. અમે છેલ્લા તબક્કાના વીચારો કરવા લાગ્યા. હું અને જય એક કીનારે નદી ઓળંગી બેસીએ, અને ઉમંગ નદીના પટમાં ચાલતો ચાલતો, કોઈ કનોવાળાને બોલાવી  લાવે; તેવો મહત્વનો નીર્ણય લેવાણો !  જય તો બીચારો રડું રડું, પણ પાક્કી કાઠીનો, તે ચુપ અને સુનમુન થઈને ઉભેલો. તેને ખાવા માટે સાથે લાવેલા કુકી તો ફેંકી દેવા પડ્યા હતા; માત્ર પીવાના પાણીની ત્રણ બોટલો જ હતી. અમને જયની એટલી બધી દયા આવે, પણ શું કરી શકીએ?

     અને ત્યાં બે કનો અમારી થોડી નજીકથી પસાર થઈ. તેમાં એક ઉમ્મરલાયક માણસ, તેની પત્ની અને બે બાળકો હતાં. તેમની નજર અમારી ઉપર પડી. એ સજ્જન અમારાથી થોડે દુર બન્ને કનો પાર્ક કરી અમારી પાસે આવ્યા. તેમને આ કનો- શાસ્ત્રનો ઠીક ઠીક અનુભવ હશે, તે કહ્યું ” આપણે તમારી કનોને કોઈ વજન રાખ્યા વીના કીનારે હડસેલી જવી પડશે.” ઉમંગ અને તે ભાઈ આ કામમાં જોડાયા. અમારા હલેસાં, અમારો થેલો અને જયને સાચવવાની કઠણ જવાબદારી મારી ઉપર આવી પડી. અમે બે થરથરતા,  માંડ સામાન સાચવતા, નદીની બરાબર વચ્ચે ઉભા રહ્યા.

       ઉમંગ અને પેલા સજ્જન અમારી કનોને સાચવીને કીનારે ખેંચીને લઈ ગયા. ત્યાં પહોંચીને, હતું  તેટલું જોર વાપરી તેમણે કનોને માથાથી યે ઉપર ઉંચી  કરી અને ઉલટાવી. ભરાયેલું પાણી નીકળી ગયું. ખાલી અને તૈયાર થયેલી કનોને પકડીને પેલા સજ્જન ઉભા રહ્યા. ઉમંગ અમારી પાસે આવ્યો અને અમે ત્રણે સાચવીને કનો પાસે પહોંચ્યા. દસેક ફુટ તો જયને તેડવો પણ પડ્યો, કારણકે પાણી તેના માથા જેટલું હતું.

    છેવટે અમે મઝધારમાંથી  કીનારે આવ્યા, અને કનો-નશીન થયા. પેલા સજ્જનનો બહુ જ આભાર માન્યો. તેમણે અમને શીખવાડ્યું કે, કનો ચલાવવાની સાથે નદીના તળની ઉંડાઈ પણ જોતા રહેવું, અને કદી છીછરા પાણીમાં કનોને જવા ન દેવી. અમારી નજીકમાં તેમણે તેમની બન્ને કનો ઠીક ઠીક સમય માટે રાખી. અમને તો તે ભાઈ અને તેમનું કુટુમ્બ સાક્ષાત્ ભગવાન જેવા લાગ્યા.

      અને છેવટે અમારી ટોળીમાંની છેલ્લી કનોને અમે પકડી પાડી. તે લોકોએ તો મજા  કરતાં  કરતાં વીહાર કર્યો હતો.  નદીસ્નાન પણ કર્યું હતું. અમારે તો ત્રણ વાર કમને સ્નાન કરવું પડ્યું હતું ! અમે છેલ્લા મુકામે પહોંચ્યા. કોલમ્બસને ત્રણ મહીને સાલ સાલ્વાડોરની જમીન દેખાઈ હશે, ત્યારે તેને કેવા ભાવ થયા હશે; તેની આછી ઝાંખી અમને પણ થઈ ગઈ! ઉતરીને સીધા રેતમાં ઢગલો થઈને પડ્યા. અમારો જીગરી ક્યાંકથી જય માટે  ફ્રેંચ ફ્રાઈ અને પેપ્સી લઈ આવ્યો – અમારા માટે  પણ. એ  સાવ ઠંડી ફ્રાય પણ જે મજેદાર લાગી છે બાપુ! અને પેપ્સી તો દેવોના સોમરસ જેવી.

     કનોની કમ્પનીવાળાની એક વાન આવી અને અમને પાછા અમારા મુકામે લઈ ગઈ. અમારી બીજી ટોળીઓ તો ક્યારની ય ત્યાં પહોંચી ગઈ હતી. કાકીને બહુ મજા કર્યાનો રીપોર્ટ આપ્યો ! મુકામે ગરમાગરમ પીઝા ખાધા. અને સાંજે પાછા મોટલ પર.

   આમ સૌ સારાં વાનાં થયાં ……… પણ

——————–

ત્રણ વરસે, ઘરની બધી સવલતોની વચ્ચે આ લખતાં સ્વ-ઉપદેશ સુઝે છે કે,

       આ અનુભવ જીવનના અનુભવોની એક નાનીશી પ્રતીકૃતી જેવો નહોતો? જીવનનૌકા ચલાવવામાં ય કેવું કૌશલ્ય જોઈતું હોય છે?   એ નૌકાના બન્ને માલમ એકવાક્યતા ન રાખે, સમજુતીથી કામ ન કરે તો ? 
       વળી જીવનમાં ય છીછરા પાણીની ઘાંચથી, છીછરા લોકોથી, ફસાઈ જવાય તેવા સંજોગોથી દુર જ રહેવું હીતાવહ  નથી?
       નૌકામાં જેમ પાણી ભરાય અને આપત્તી આવી પડે, તેમ કેટકેટલી બીનજરુરી બાબતો, આપણી જીવનયાત્રાને ચગડોળે ચડાવતી હોય છે? એ તો બધું ફેંકી જ દેવું પડે. તો જ કનો થનગને.
      જેમ નૌકા મોટી તેમ તેને વધારે ઉંડું પાણી જોઈએ. મહાસાગર પાર કરવો હોય તો મોટી મનવાર જોઈએ – કનો ના ચાલે. આપણા મનોરથો તો બહુ મોટા હોય, પણ તે માટેના ગજાવાળું આત્મબળ પણ જોઈએ.
     અને સૌથી મોટી વાત તો એ કે, મુશ્કેલીમાં કોઈ તારણહાર, કોઈ હાથ પકડનાર, કોઈ જાણકાર, કોઈ હમદર્દ જોઈએ.

   

5 responses to “કનોઈંગ – એક અનુભવ [ ભાગ – 2 ]

 1. Rajendra Trivedi, M.D. ઓગસ્ટ 25, 2007 પર 8:38 એ એમ (am)

  એકલા જ આવ્યા મનવા!, એકલા જવાના,
  સાથી વિના, સંગી વિના, એકલા જવાના.
  THAT CAN NOT BE CHANGE!
  YET,
  WE ALL NEED FAITH, TRUST AND PERSEVERENCE.
  મુશ્કેલીમાં કોઈ તારણહાર, કોઈ હાથ પકડનાર, કોઈ જાણકાર, કોઈ હમદર્દ જોઈએ.
  AND THAT WILL CROSS OUR PATH IN CRISIS.

  RAJENDRA

 2. Umang Jani ઓગસ્ટ 25, 2007 પર 11:14 પી એમ(pm)

  Dada,
  Thanks for sharing our story and providing inspiring thought…
  Let me know if you are ready for another round of Canoeing…
  If not, life itself is a Canoeing…

  — Umang Jani

 3. Rucha Jani ઓગસ્ટ 30, 2007 પર 11:13 એ એમ (am)

  Oh My God!! I had no idea that you guys went through all these..
  Jay has experienced so much with you. And I promise, “Baa” will not learn about this Kano adventure.

 4. nilam doshi જુલાઇ 6, 2008 પર 9:42 એ એમ (am)

  દાદા તમે તો વર્ણન સાથે સરસ મજાનું અવલોકન પણ પીરસી દીધું.

  પછી ભાભીજીને આ વાતની જાણ કોઇએ કરી કે નહીં
  જયભાઇએ તો દાદીમાને જરૂર કરી હશે.

 5. Pingback: એક સાહિત્યપ્રેમીનો પ્રશંસનીય સાહિત્યિક અભિગમ – જય ગજજર « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: