સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જેટનો ધુમાડો – એક અવલોકન

મને વાદળો જોવાં બહુ ગમે. જાતજાતના આકાર તેમાં કલ્પી શકાય.

એક દીવસ ઉનાળાની ધોમધખતી બપોરે થોડાં વાદળો આકાશમાં હતાં. એક વાદળની ઉપર થઈને પસાર થઈ ગયેલા જેટ વીમાનનો ધુમાડો દેખાતો હતો. લાંબો લીસોટો, અને નીચે ઠીક ઠીક મોટું વાદળું. જાણે અલાદ્દીનના ચીરાગમાંથી અગરબતીની ધુમ્રસેર નીકળતી હતી. આ દ્રશ્ય આમ તો ઘણી વાર જોયું હતું , પણ …..

———————————————————

            મીનીટથીયે ઓછા સમય પહેલાં આ ધુમાડાનો આગળનો ભાગ એક અત્યંત ગરમ, બળબળતો અને અત્યંત દબાણવાળો વાયુ હશે. તેની થોડી જ સેકન્ડ પહેલાં તો તે પ્રવાહી બળતણ જ હતું.

            જ્યારે એ ધુમાડો જેટ એંજીનની અંદર હતો ત્યારે તેનામાં  કેટલી તાકાત હતી? આટલા વજનવાળા જેટ વીમાનને ધક્કો મારી શકે તેટલી તાકાત. અને હવે તો તે સાવ નીર્વીર્ય થઈ ગયો હતો – ધોળો બખ્ખ, નીસ્તેજ. એ ઉંચાઈએ વાતાવરણની ઠંડીના કારણે તેમાં બધા જલબીંદુઓ હીમકણોમાં કદાચ ફેરવાઈ ગયા હતા.

      અને સાવ શાંત લાગતા પ્રવાહી બળતણમાં ભરેલી શક્તી દેખાતી હોય છે? આપણી અંદર પણ શક્તીનો આવો અખુટ ખજાનો ભરેલો છે.  માત્ર તેને વાપરી શકે તેવા કોઈ એન્જીનની જ આપણને જરુર હોય છે. અને એ એન્જીન છે – સંકલ્પનું બળ.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: