અમારે ત્યાં આર્લીંગ્ટનમાં છ- વાવટા ( Six Flags !) રોલર કોસ્ટર રાઈડની મજા આપતી કમ્પની છે. એક જ વાર અને તે પણ, એક નાના જ રોલર કોસ્ટરમાં બેઠો હતો. ફરી બેસવાની હીમ્મત રહી નથી !
ધીરે ધીરે તેની ટ્રેન આપણને ઉપર લઈ જાય અને પછી, કોઈ બ્રેક વગર આખી ટ્રેન પાટા પરથી સરકાવી દે. પુરઝડપે આપણે પડતા જ જઈએ. વળી પાછા ઉપર ચડીએ. ગોળ ઘુમરીઓ પણ ખવડાવે. પણ છેવટે તો હતાં ત્યાંના ત્યાં પહોંચી જવું પડે.
——————————–
આ જીવન પણ એક રોલર કોસ્ટર જ નથી? ઉપર ચઢવાનું બહુ ધીરે થાય છે. પણ … ઉતરાણ, ક્ષણીક ચઢાણ, ઘુમરીઓ એ તો બહુ ઝડપથી, વીના કોઈ પ્રયત્ને થતાં હોય છે. અને તે અનુભવ કાળજાને કોરી નાંખે છે, વલોવી નાંખે છે. એક ક્ષણ માટે ઉપર ચઢ્યા, ન ચઢ્યા અને પાછા ઉતરવું જ પડે. એ વીહંગમ દ્રશ્ય સતત તો શું, માણી શકાય તેટલી વાર પણ રહી શકતું નથી.
અને છેવટે તો મુળ ઘેર પાછા જવું જ પડે છે. ત્યાં કોઈ ગતી નથી- કોઈ ચઢવા- ઉતરવાનું નથી. અને આપણું તે જ તો કાયમી ઘર છે. ભારતીય દર્શનો પ્રમાણે, ફરી એ લ્હાવો લેવો હોય તો ફરી જન્મની ટીકીટ લેવી પડે છે!
પણ જે બાળક છે, કે બાળકની જેમ રહી શકે છે, તે તો આ ચઢવા- ઉતરવાને પણ, તેની પ્રત્યેક ક્ષણને માણે છે. કાશ ! આપણે આખુંય આયખું બાળકની જેમ આ રોલર કોસ્ટરને, આ ચકરાવાને માણી શકીએ.
Like this:
Like Loading...
Related
sachi vaat kahi che
life sache ek roller coster jevi che