સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આદુ કચરતાં – એક અવલોકન

      અહીં દરરોજ ચા બનાવવાનું મારું કામ. અને મને તે ગમે પણ ખરું હોં!  છ વર્શમાં મારો હાથ પણ સારો એવો બેસી ગયો છે. એકધારી ‘સુરેશ જાની ‘ બ્રાન્ડ ચા બને! હું ચામાં કચરેલું આદુ અને ઇલાયચી નાંખું છું. ઈલાયચીનો પાવડર તો મારાં પત્નીએ તૈયાર રાખેલો હોય છે;  પણ આદુ કચરવાની મારી આગવી શૈલી છે! હું આદુને ચપ્પુથી સમારી પાતળી ચીરીઓ કરું; અને પછી સાંડસીથી કચરી, ગરમ થતા પાણીમાં નાંખું. દીવસમાં બે કે ત્રણ વાર ચા બને. દરેક વખતે આદુ કચરવાની આ જ રીત.

      લે કર વાત! આમાં શી ધાડ મારી?

———————————————–

    પણ તે દીવસે આદુ કચરતાં વીચારવાયુ ઉભરાયો! મને થયું : ‘આ આદુને કચરું છું તેના કરતાં બેકયાર્ડમાં પોચી માટીની સરસ ક્યારી બનાવી, તેમાં ખાતર નાંખી, રોપું તો કેવો સરસ મઝાનો છોડ થાય ? અને બે ત્રણ મહીનામાં તો ખાસ્સા નવા આદુ પણ મળે. મહામુલા ડોલરની કેવી બચત થાય?

     વાપરવું સહેલ છે, સંવર્ધન કરવું જ કઠણ છે. પણ સંવર્ધનથી જ નવરચના થાય છે ને ? 

     અને આ નીર્જીવ લાગતા આદુમાં ય બચાડો કોઈ જીવ તો છે જ ને? આ સુક્ષ્મ હીંસા જ કરી ને ? રસોડામાં બધી સામગ્રી પર નજર નાંખી તો એક માત્ર મીઠું જ નીર્જીવ ચીજ જણાયું. અને તે ય જ્યારે અગરમાં બન્યું હશે, ત્યારે ભરતી સાથે આવી ગયેલા પાણીની સાથે કેટલા ય દરીયાઈ જીવ પણ ફસાયા જ હશે ને? એ બધાની આહુતી આપ્યા વગર આ મીઠું ય બની શકે ખરું?

      આ દુધ વાપરીએ છીએ, તે ય શું સાચે સાચ અહીંસક છે? કોને માટે કેવા અગમ્ય પ્રેમથી પ્રકૃતીએ તે બનાવ્યું, અને કોણ તે વાપરે છે?

      શું જીવનના પાયામાં જ હીંસા છે? કેવળ અહીંસા શક્ય છે ખરી?  

13 responses to “આદુ કચરતાં – એક અવલોકન

 1. Chirag Patel ઓગસ્ટ 30, 2007 પર 12:39 પી એમ(pm)

  આ બાબતને થોડી જુદી રીતે જોઇએ તો:

  જીવનમાં સારું-નરસું અલગ ના પાડી શકાય. એ બન્ને એક જ સીકકાની બે બાજુઓ છે. જ્યાં સારું કંઇ થાય છે ત્યાં નરસું કોઇને કોઇ રીતે હાજર જ હશે! એ જ પ્રમાણે, જ્યાં નરસું કાર્ય થતું હશે ત્યાં પણ કાંઇક સારું તો થતું જ હશે!

  સુંદર ભજન ગાઇને બધાંને પ્રસન્ન કરી શકાય છે, બધાંને આધ્યાત્મીક વીકાસમાં મદદરુપ થઇ શકાય છે. સાથે-સાથે, ભજન ગાતાં-ગાતાં કેટલાંય સુક્ષ્મ જીવોની હીંસા થતી હશે.

  કોઇ પ્રાણીને મારીને હીંસાચાર કરીએ એનાં કરતાં કેટલી બધી વનસ્પતીઓનો ખુરદો બોલાવી એનું ભોજન કરવું આચાર-વીચાર-સ્વાસ્થ્ય માટે સારું છે.

 2. Rajendra Trivedi, M.D. ઓગસ્ટ 30, 2007 પર 7:59 પી એમ(pm)

  જન્મ થયો ને જીવન શરુ.
  સમય વાપરવાનો શરુ!
  શરીર પણ જીવને ટકાવવા કેટલાય શરીરના કોષોના ભોગે મોટું થતુ જાય.
  બાળક માંથી યુવાન અને યુવાન માંથી વૃધ્ધ ને મારતુ મારતુ મૃત્યુ ને મળે.
  આખા જીવનમા આજ યુધ્ધ.
  હિંસા અને અહિંસા સાથે!
  જીવને બન્નેના સાક્ષી સાથે મોતને મળવુ રહયુ.
  શું જીવનના પાયામાં જ હીંસા છે?
  કેવળ અહીંસા શક્ય છે ખરી?
  વાપરવું સહેલ છે, સંવર્ધન કરવું જ કઠણ છે. પણ સંવર્ધનથી જ નવરચના થાય છે ને ?

  રાજેન્દ્ર્

 3. jjkishor ઓગસ્ટ 30, 2007 પર 9:23 પી એમ(pm)

  વનસ્પતી (અનાજ વગેરે) પણ મોટેભાગે પક્વ થાય અને બીજ બને પછી જ જ્યારે અન્ય અંગો ખરી પડવાનાં હોય ત્યાર બાદ વપરાય છે !
  શાક અને ફળોમાં આ જ તો ખુબી છે ! પક્વ થાય તે ફળ આપોઆપ નીચે પડે (જાણે આપણે માટે!) એટલે ઓછામાં ઓછી હીંસા ! શાકોને ચરકમુનીએ વીપાકે (પચ્યા પછી)ખાટાં કહ્યાં છે, કારણ કે એ પક્વ થયાં પહેલાં ખવાય છે ! જૈનોએ આ અંગે આચારસંહીતા બનાવી તેમાં ઘણી બધી વાત સમાવીષ્ટ છે.
  દુધમાં તો બીજી રીતે પણ હીંસા છે. ગરમ સગડી પર દુધને છાંટો તો માંસ બળતું હોય એવી વાસ આવે છે ! એની બનવાની પ્રક્રીયા જ બતાવે છે કે એ લોહીના કુટુંબનું જ છે. પરંતુ ઋષીઓએ એને અપનવ્યું કારણ એક તો એ સંપુર્ણ ખોરાક છે અને બીજું કે વાછરડાંઓને પુરતું પેટ ભરાવીને પછી જ બાકીનું લેવાતું હોય. નીર્બીજ ઈંડાં અહીંસક ગણાય, દુધ કરતાં પણ !!
  સુક્ષ્મ જીવો નાકમાં ન જાય એ માટે મુમતી બાંધવાની વાત પણ હીંસાને મીનીમાઈઝ કરવાની જ હોય.

  સંપુર્ણ અહીંસા તો નાક બંધ કરીને આત્મહત્યા (તે જો પાપ ન ગણાય તો !) કરવાથી જ શક્ય બને !!

 4. સુનીલ શાહ ઓગસ્ટ 30, 2007 પર 11:35 પી એમ(pm)

  ચીરાગભાઈએ સાચી વાત કરી.. આમ પણ ડગલેને પગલે આપણા વાણી–વર્તન કે કાર્યો દ્વારા સુક્ષ્મ હીંસા થયા જ કરે છે. તેને ટાળવા સભાનપુર્વક પ્રયત્નો કરીએ તો પણ સો ટકા અહીંસક જીવન અસંભવ છે. મોટો જીવ નાના જીવને ખાય એ કુદરત પ્રમાણીત હીંસા જ છે ને..!

 5. shivshiva ઓગસ્ટ 31, 2007 પર 7:10 એ એમ (am)

  ઈલાયચી પાઉડર સાથે કેસર નાખો પછી નીલા કડકિઆ બ્રાંડ ચા બનશે.

  ઈલાયેચી અને કેસરની મીઠાશથી બીજી બધી વાત ભૂલાઈ જવાશે.

 6. Pragnaju Prafull Vyas સપ્ટેમ્બર 18, 2007 પર 7:41 એ એમ (am)

  ‘પશ્ચાતભવતિ જર્જર દેહે વાર્તાં કોપિ ન પુછતિ ગેહે’ જેવી સ્થિતીમાં સાંભળવા કોઈ તૈયાર થયું…ઈજન મળ્યું તો આખી વાત જ કહેવાનું મન થાય છે.
  તેમાં આદુ કચરવાની વાત આવે!
  ચામાં આદુ નાંખવાનું તો વર્ષોથી ચાલે.વાર લાગે તો સવારે ગાળાગાળીમાં ઉતાવળ કરવી પડે. આદુની અવેજીમાં સૂંઠ નાંખીને ચા હાજર કરવી પડે.નહીં તો ડંકીન ડોનટ,સ્ટાર બક કે હોલો બીનમાં કોફીની લાઈન લગાવે!
  અમારા ઘરમાં ગાળવાને ‘ગાળાગાળી’,ફાંકી મારવાની હોય તો ‘મારામારી’,શાક સુધારવાનું હોય તો ‘કાપંકાપી’ ગંમ્મતમાં વપરાય છે.પણ ‘કચરવા’નો પ્રયોગ નથી થયો.
  એક બોલે-કૃષ્ણ ભગવાન ઉવાચ,”સર્વસ્ય ચાહં હ્રુદિ સંનિવિષ્ટો…”
  અને
  “નાસતે વિદ્યતે ભાવો…”
  બીજા કહે -“મારી બેનપણીનું નામ જીંજર છે!”
  હંમણા ઉતાવળમાં આટલું જ…

 7. Pingback: છીણી – એક અવલોકન « ગદ્યસુર

 8. Pingback: Life Changes – ‘ હુંશુદ્ધાત્માછું.’ « તુલસીદલ

 9. Pingback: Life Changes – ‘ હું શુદ્ધા ત્માછું.’ « તુલસીદલ

 10. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) સપ્ટેમ્બર 13, 2011 પર 3:24 એ એમ (am)

  શ્રી સુરેશભાઈ આપને આદુ કચરતા વિચારવાયુ ઉભરાયો અને તેના વમળમાં બીજા ઘણાયે તણાયા …!
  શું જીવનના પાયામાં જ હીંસા છે? કેવળ અહીંસા શક્ય છે ખરી? …આપનો આ પ્રશ્ન અને તે આગે વડીલશ્રી જુગલકીશોરકાકા , સુનીલભાઈ, રાજેન્દ્રભાઈ, અને ચિરાગભાઈ ના મંતવ્યો વાંચતા , મને માંસાહાર વિષે ગાંધીજીએ કહેલી વાત યાદ આવી ગઈ. સિંગાપોરની એક સાઉથ ઇન્ડિયન વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં આ અંગેનાં મોટા મોટા બોર્ડ લગાડેલા છે …મેં તેના ફોટા પાડી લીધેલા તે અહી મૂકી ન શકાય તેથી મારા બ્લોગ ઉપર અપલોડ કરું છું. તે જોવા વિનંતી .
  http://piyuninopamrat.wordpress.com/2011/09/13/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80%E0%AA%8F-%E0%AA%95/

 11. Pingback: રજવાડી સિરિયલ – એક અવલોકન « ગદ્યસુર

 12. Pingback: રસોઈ અને ધ્યાન! | સૂરસાધના

 13. Pingback: ચાના કૂચા – એક અવલોકન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: