સવારના સાડા છનો સુમાર હતો.. બેબીને જોબ પર જતાં પહેલાં નાસ્તો કરવાની ઉતાવળ હતી ( મારી દીકરી સ્તો!). જમાઈ બીચારા ચીંતામાં હતા, તેમના મોજાં જડતાં ન હતા. બાબલાનું રમકડું ખોવાયું હતું તે માટે ચીંતાતુર હતો. બાબલો ( બેબીનો જ તો! ) આ બધી ધમાલથી છટકવાના ઈરાદે બોલ્યો ” નાના! તમે પ્રાણાયમનું કહેતા હતા, તે મને શીખવાડો ને ! ” હજુ ગઈ કાલે તો મારા રીટાયર થયા બાદ અમે અમદાવાદથી ઓટાવા બેબીને ઘેર આવ્યા હતા. મને શુર ચડ્યું. ચાલ બાબાને ભારતીય સંસ્કૃતીનો પહેલો પાઠ આપવાનું આજથી જ શરુ કરી દઈએ.
મેં મારી ‘એ’ ને કહ્યું – “ ચાલ ઘરની બહાર ઓટલા પર પ્રાણાયમ કરીએ. ચાલ, બાબલા! મઝા પડશે.” બાબલો આ નવા સાહસની શક્યતાથી ઉત્સાહમાં આવી તૈયાર થઇ ગયો. મારાં પત્ની પણ બહાર આવી ગયાં. અમે પ્રાણાયમ શરુ કર્યા. થોડી વારે જમાઇ દરવાજામાંથી બહાર આવ્યા અને બારણું લોક કરીને વીદાય થયા. પાંચ મિનીટમાં બેબી પણ ગેરેજમાંથી ગાડી કાઢીને અમને ‘બાય’ કહીને વીદાય થઈ.
કેનેડીયન ઘરની બંધીયાર હવામાં નહીં પણ, બહારની શુદ્ધ્ હવામાં કસરત અને પ્રાણાયમ કરીએ, તો તબીયત કેવી બને તેવું મારું ભાષણ બાબલો ધ્યાનપુર્વક સાંભળતો હતો અને, મારી ચાર મણની કાયાને અને ખાસ તો તેના શણગાર રુપ નાનાના પેટને જોવાની મઝા માણતો હતો. મારાં પત્ની એક ચીત્તે તેમની નમણી કાયા પાછલી ઉમ્મરમા પણ સોળ વર્ષની કન્યા જેવી રહી શકશે તેના ઉત્સાહમાં બરાબર કસરત-રસ્ત હતા.
“ હવે ચાલો ઘરમાં જઈએ.” થાકેલા સ્વરે હું બોલ્યો. આખા લશ્કરે ઘરના બારણાં ભણી વીજયયાત્રા આરંભી. બાબલો સૌથી આગળ. પેલું ખોવાયેલું રમકડું હવે પાછું યાદ આવ્યું હતું, તે મળશે એ આશાએ.
પણ, બારણું તો બંધ! વળી ઘરમાં તો કોઈ જ નહીં. આ સાવ અવનવા દેશનાં બારણાં પણ કેવાં ? ઓટોમેટીક તાળું વસાઈ જાય. ક્યાં તો અંદરથી ખોલો, અથવા ચાવી હોય તો ખોલીને અંદર જાઓ.
હવે શ્રીમતીજીના સોળ સાલની સુંદરી થવાના સપનાંઓ પર પાણી રેડાઈ ગયું.” તમને આવા ચાળા સુઝે છે. હવે શું થશે? “ તેઓ વદ્યાં.
હું તો હતપ્રભ જ થઇ ગયો હતો. નોકરી કરતો હતો ત્યારે ય આવા ધર્મસંકટમાં કદી પડ્યો ન હતો. મેડમનો કકળાટ ચાલુ જ હતો. હવે કરવું શું? પાસે ફોન પણ નહીં. અને કોઇ આડોશી પડોશી પણ દેખાય નહીં. બધાનાં બારણાં બંધ. અને સાવ અજાણ્યાના ઘેર જવાય પણ શી રીતે? અને પાછી ધોળા લોકોની વધારે પડતી શીસ્ત! આપણે તો બાપુ જબરા હલવાણા!
પણ આ કેનેડામાં ઉછરતી નવી પેઢી સ્માર્ટ ઘણી હોં ! પોયરાના તરોતાજા દીમાગમાં ઝબકારો થયો. તે કહે “ મારી બેબી-સીટર સાવ નજીકમાં રહે છે. ચાલો નાના! ત્યાં જઈને મમ્મીને ફોન કરીએ.”
અમારું લશ્કર તો ઉપડ્યું – બેબી-સીટરને ઘેર. બાબલો અને નાની તો કંઇક વ્યવસ્થીત પોશાકમાં હતા, પણ બંદા તો ચડ્ડી – બનીયનધારી !! અને ત્રણે ય ખુદાબક્ષો અમદાવાદી હોલબુટમાં, એટલે કે ખુલ્લા પગે! બધું હાઉસન જાઉસન તો ચાલ્યું. આગળ આ નવા સાહસથી ઉત્સાહમાં આવી ગયેલો, અને આટલા મોટ્ટા માણસોના ગાઈડ થવાની, અણધારી બઢતી મળ્યાની તકથી ઉછળતો બાબલો, પાછળ ચીંતાગ્રસ્ત વદને, પણ થોડા ક્ષોભવાળા ચહેરે હું અને સૌથી પાછળ ફ્યુઝ ઉડી ગયેલી નાની.
રસ્તામાં સ્વાસ્થ્ય માટે બહુ સભાન અને સવારના પહોરમાં ચાલવા નીકળેલા કેનેડીયનો, વીસ્ફારીત નજરે અમને નીહાળી રહ્યા હતા. અમે તો મીંયાની મીંદડીની જેમ નજર નીચી કરીને ધસમસતા હતા. ક્યારે બેબી-સીટર બેનશ્રીનું ઘર આવે અને અમારા આ ધર્મસંકટનો અંત આવે?
એટલું સારું હતું કે બાબલો સૌથી વધારે મુડમાં હતો . જો રડતો હોત તો, કોઇ શીશુ-સાથી , પરોપકારી સજ્જનની કૃપાથી અમે પોલીસથાણે પણ પહોંચી ગયા હોત – આ અવનવા દેશમાં !
છેવટે અમે ત્યાં પહોંચ્યા. પેલાં બહેન તો અમારા દીદાર જોઇને ડઘાઈ જ ગયા. પણ મામલો સમજાવતાં થાળે પડ્યો. દીકરી સાથે વાત થઈ ગઈ અને પંદરેક મીનીટમાં તે આવી પણ ગઈ, અને અમને યથાસ્થાને પાછા સુખરુપ ગોઠવી દીધા. ઘટનાનું પુનરાવર્તન ન થાય તે શુભાશયથી , સાંજે અમને ચાવીની બીજી કોપી પણ મળી ગઇ !
પણ એ અડધોએક કલાકની કેનેડાની પહેલી સવાર જીંદગીભર યાદ રહી જશે.
[ એક મીત્રની આપવીતી પર આધારીત સત્યકથા ]
Like this:
Like Loading...
Related
ONE LIVES HERE AND NOW,
ONE LIVES WITH PLAN AND TRY TO FOLLOW.
ONE LIVES WITH NO PLAN.
ONE KNOWS AND CAN NOT FOLLOW THE PLAN.
WHEN YOU ARE LOCKED OUT, AND NEED TO COME BACK HOME….BABY SITTER HOME WAS THE GREAT IDEA FOR THE CHILD IF WE LISTEN!
YOUR FUN FILLED MORNING,AND LITTLE CHILD TO LEAD YOU ELDER TO COME BACK HOME NEEDS THE CREDIT.
WE NEED TO LEARN FROM THIS STORY OF BHAI SURESH.
વાત સામાન્ય, આવા અનુભવો ઘણાને થાય, પરંતુ તમે આખી વાતને ખુબ જ રસપ્રદ–રમુજી શૈલીમાં મુકી છે તે ગમ્યું. ગદ્ય પરની તમારી હથોટી દેખાઈ આવે છે. બસ, આમ જ લખતાં રહો ..નવી નવી વાતો દ્વારા અમને આનંદ આપતાં રહો. હવે તો ગદ્યસુરનું વ્યસન પડી ગયું છે.બ્લોગના મુલાકાતીઓની વધતી સંખ્યા જ બતાવે છે કે, વાચકોને તમારી વાતોમાં મઝા આવે છે. બીજાને આનંદ આપવો એ બહુ મોટું કામ છે.
આપનો આ બ્લોગ વાંચીને મને તદ્દન એવા જ મારા અનુભવની વાત યાદ આવી ગઇ. ફર્ક માત્ર એટલો કે.. તમે ઘરની બહાર હતા.. અને હું અંદર.. પરિસ્થિતિ લગભગ સમાન જ..
આપ આપના ગધ્યસૂર દ્વારા આવો જ ગુંજારવ કરતા રહો..
Pingback: Group2Blog :: An unusual morning in Canada
Yogeshbhai,
It was really enjoyable and informative.
Please keep it up,
Bhavesh
Marketing Deptt.
RREDPL
Nani amasti ghatana ne khub saras explain kari. Many time one felt such embarassing experience.
દાદા
આપની પરીસ્થીતીને હળવીફુલ રીત વર્ણવાની શૈલી બહુજ સહજ અને સરસ છે
Pingback: એક સાહિત્યપ્રેમીનો પ્રશંસનીય સાહિત્યિક અભિગમ – જય ગજજર « ગદ્યસુર
Pingback: ચાલુ દિવસની સવાર – કેનેડામાં | હાસ્ય દરબાર
Pingback: ( 691) એક હિન્દી કાવ્ય-અનુવાદ સાથે / શ્રી ગણેશના પેન સ્કેચ …. | વિનોદ વિહાર
વાહ
તમે સુંદર રજુઆત કરી શકો છો
તો
નવા જમાનામા સામાન્ય વ્યક્તીઓને કામ લાગે તેવી વાતો રજુ કરશો