સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

માનવમાંસ-ભક્ષણ

મારા પુત્ર ઉમંગે આપેલ આધારભુત માહીતીને ધ્યાનમાં રાખીને
મુળ પોસ્ટમાં ફેરફારો કર્યા છે.

————————————————————————————-    

 ચોંકી ગયા?  ભડકી ગયા? એવી જ આ વાત છે. સાવ સત્યકથા. ઈદી અમીનના યુગાન્ડા કે આફ્રીકા કે ન્યુગીની/ પપુઆ જેવા પ્રદેશોમાં રહેતા જંગલી લોકોની આ વાત નથી. આ વાત તો આધુનીક દેશમાં રહેતા ચુસ્ત રોમન કેથોલીક લોકોની છે. 

urugway_mishap.jpg           –      વેબ સાઈટ 

        આ વાત છે ઉરુગ્વેની એક રગ્બી ટીમની. એર ફોર્સના ચાર્ટર પ્લેનમાં આ ટીમ તેમના કુટુમ્બીજનો અને અમુક મીત્રો સાથે રગ્બીની મેચ રમવા ચીલી જઈ રહી હતી. વાતાવરણ બહુ જ ખરાબ હતું, ઘેરું ધુમ્મસ પથરાયેલું હતું. વીમાન તેની સામાન્ય ઉંચાઈથી ઘણી ઓછી ઉંચાઈએ એન્ડીઝની પર્વતમાળા પરથી ઉડી રહ્યું હતું. બધા પર્વતો પર બરફ છવાયેલો હતો. બે પર્વતોની વચ્ચેના રોજના જાણીતા માર્ગ પરથી પાઈલોટ વીમાન ઉડાવી રહ્યો હતો.

       પણ તેનો અંદાજ ખોટો પડ્યો. વીમાનની ઓછી ઉંચાઈને કારણે સામેના ઉંચા પર્વત સાથે વીમાન ટકરાયું. પાંખ તુટી અને વીમાન એક પ્રચંડ આંચકા સાથે નીચેની ખીણમાં ચકરાવા ખાતું પડ્યું. તેના બે ત્રણ ટુકડા જુદી જુદી જગ્યાએ પડ્યા. મુસાફરોની કેબીન એક જગ્યાએ પડી. ત્રણ ચાર મુસાફર તો તત્કાળ મૃત્યુ પામ્યા. ઘણા ઘવાયા. બેટરી અને સંદેશાના સાધનો બીજે ક્યાંક ફેંકાયા.

       અત્યંત ઠંડી હતી. ચારે બાજુ બરફ છવાયેલો હતો. માત્ર નાસ્તા માટે રાખેલું ખાવાનું બહુ જ મર્યાદીત પ્રમાણમાં બચ્યું હતું. બળતણ માટેની કોઈ સામગ્રી હાજર ન હતી. એક દીવસ તો સૌએ ઠુંઠવાતાં વીતાવ્યો. નાસ્તો તો ક્યાં વપરાઈ ગયો તે ખબર જ ન પડી. વીમાનની કેબીનના બળી શકે તેવા ભાગોથી તાપણું કરી ગરમી મેળવી અને પીગાળેલા બરફનું પાણી મેળવ્યું. પણ ભુખ કહે મારું કામ. અમુક જણાએ તો સાથે લાવેલી ટુથપેસ્ટ ખાવાય પ્રયત્ન કર્યો.

     બીજા દીવસે ભુખના દુખમાં એક જણને રાક્ષસી વીચાર સુઝ્યો. મરી ગયેલામાંથી બે જણા સાવ અજાણ્યા હતા. બરફના કારણે તેમનાં શબ જેમના તેમ રહ્યાં હતાં. તેણે ચાકુથી એક શબના હાથનો એક ટુકડો કાપ્યો, અને કંપતા હાથે અને દીલે મોંમાં નાંખ્યો. થુ થુ કરીને એક વાર તો ઉલટી પણ થઈ ગઈ. પણ કલાકે’ ક બાદ કટાણું મોં કરી માંસનો એ ટુકડો ગળેથી ઉતારી ગયો. કાંઇક શાતા વળી. તેની હીમ્મત જોઈ બીજા બે જણ પણ આ જધન્ય કાર્યમાં જોડાયા.

     ત્રીજા દીવસે એક બે જણને બાદ કરતાં સૌ સ્વબચાવની, જીજીવીશાની આ મજબુરીમાં જોડાયા. બીજું એક શબ પણ વપરાઈ ગયું. હવે બાકી રહેલા બે શબ તો તેમની જાણીતી વ્યક્તીઓનાં હતાં.  ઘણી મનોવ્યથા બાદ આ બે શબ પણ વપરાવા માંડ્યા. અત્યંત ઘવાયેલ એક વ્યક્તીએ સૌને આખરી સંદેશામાં કહ્યું કે તેના મરણ બાદ,  કોઈ પરહેજી કે સુગ રાખ્યા વગર તેના શરીરનો પણ બધા ઉપયોગ કરે. તે વ્યક્તી તો બધાની બહુ જ જાણીતી પણ હતી. સૌની આંખોમાં સંજોગની વીવશતા, શરમ અને અપરાધીભાવ ડોકીયાં કરતાં હતાં.

     છેક 72 દીવસ પછી કુમક આવી. બચેલા સૌ સલામત રીતે નીચે પહોંચી ગયા. મુળ 45 વ્યક્તીઓમાંથી માત્ર 16 જ બચ્યા હતા.

      આ વાત છાની તો શી રીતે રહે ?  મોટો ઉહાપોહ મચી ગયો. છાપાંઓમાં લાંબા ચર્ચાપત્રો છપાયા. ચુસ્ત ખ્રીસ્તી લોકોના આત્મા કકળી ઉઠ્યા. આ કૃત્ય કરનાર મુસાફરોની શરમ, લાંછન અને અપરાધીભાવની લાગણીનું તો પુછવું જ શું?

      પણ  તે શહેરના સૌથી મોટા રોમન કેથોલીક પાદરી આ મુસાફરોની વહારે ધાયા, અને જાહેર કર્યું કે જીવ બચાવવા તેમણે કરેલું આ કૃત્ય જધન્ય નહીં પણ સાવ વ્યાજબી હતું;  અને ઈશ્વર તેમને જરુર માફ કરશે. આમ ચર્ચાનો અંત આવ્યો.  મરી ગયેલ અને બીજાઓને જીવાડી ગયેલ શહીદોની યાદમાં સરસ સ્મારક પણ રચવામાં આવ્યું.

       બહુ જ ટુંકાણમાં લખેલ આ વાત એક સત્યકથા ઉપર આધારીત છે. વીગતો નથી કારણકે, સત્યવીગતો વાળું પુસ્તક મારી પાસે અત્યારે હાજર નથી. મુળ સ્પેનીશ પુસ્તકના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતીમાં લખાયેલ પુસ્તક મેં 95-96 માં વાંચ્યું હતું. ફોટા, નકશા અને સાવ સાચી વીગતો તેમાં આપેલી હતી.

—————————————————————

     હવે તમે અભીપ્રાય આપો કે આ માનવ-માંસાહાર હીંસક ગણાય કે અહીંસક? યોગ્ય કે અયોગ્ય ? અને આ કૃત્યને તમે જધન્ય કહેશો કે મજબુરી ?

————————————————-

       બીજી વાત, જ્યારે આ પુસ્તક મેં વાંચ્યું ત્યારે તો નહીં, પણ આજે જ એક વીચાર આવ્યો.

       વાનરજાતી ઘાસ નથી ખાતી, તે મોટેભાગે ફળાહારી છે. તેમાંથી ઉતરી આવેલ માનવજાત પણ ફળાહારી જ ને?  આથી માનવ માત્રનું પાચનતંત્ર, મોં , દાંત, નખ વી. વાનરોને જ મળતા આવે. તેમાં ઘાસ પચાવવાની કોઈ ક્ષમતા નથી. શબને ચીરવા માટે જરુરી નહોર અને રાક્ષી દાંત પણ નથી જ.  

       આવી આદીમ માનવજાત ફળોની અછત સર્જાતાં, કે વસ્તી વધારાને કારણે, કે ફળોના છોડ કે વૃક્ષોમાં કોઈ રોગ લાગવાને કારણે, કે દુશ્કાળની પરીસ્થીતીમાં,   ખોરાકની તીવ્ર  અછતમાં ફસાઈ હશે. ઘાસ ખાય તોય તે પચે તો નહીં જ ને? અને છેવટે આ જ રીતે, ભુખનું દુખ સહન ન થતાં, સ્વ-બચાવ માટે માંસાહાર પર ચડી હશે. પછી તો શીકાર કરી ભુખ સંતોશવાનું તેમને વધારે સરળ જણાયું હશે. કદાચ માંસાહાર તેમને વધારે સ્વાદીશ્ટ પણ લાગ્યો હોય, અને ચસકો પણ ચડી ગયો હોય.

      આમ જ કદાચ માણસોમાં  માંસાહારની શરુઆત થઈ હોય એમ બને.  બાકી માનવશરીરની રચના ફળાહારી પ્રાણીઓ જેવી જ છે.

18 responses to “માનવમાંસ-ભક્ષણ

 1. નિકુલ પટેલ સપ્ટેમ્બર 2, 2007 પર 12:42 એ એમ (am)

  એ પુસ્તકનું નામ “જિંદગી જિંદગી”, લેખક અને અનુવાદકઃ વિજયગુપ્ત મૌર્ય,

  Science magazine “સફારી” ની આ એક magazine રુપે પ્રકાશિત અને વાંચતા રુંવાડા ઊભા થઇ જાય એવી સત્યકથા..

 2. Samir Vyas સપ્ટેમ્બર 2, 2007 પર 2:00 એ એમ (am)

  Masa,

  Your logic seems true. This topic is debatable. Others may argue differently,but I agree with you.

  JSK
  Samir

 3. Sandy સપ્ટેમ્બર 2, 2007 પર 2:59 એ એમ (am)

  Manav sanjogavast thai ne su nathi karto enu aa khub j saras udharan che . Mara Mat pramane to e yogya gayan ke e loko e potana pran bachavane mate kari ne maas arogyu. Sachi varta ne aalekhta pustak ne tena lekhak bev nu naam janva made to hu e pustak jarur thi vanchvani prayatna karis

  ST

 4. gopal h parekh સપ્ટેમ્બર 2, 2007 પર 4:50 એ એમ (am)

  સંજોગોને ધ્યાનમાં લેતા મુસાફરોને માફ કરી દેવા જોઇએ

 5. Harnish Jani સપ્ટેમ્બર 2, 2007 પર 7:11 એ એમ (am)

  I remember the news about the air crash–and the movie was made about the cannibalism .I avoided to see that movie–In my view,cannibalism is possible and ok in a given circumstances-Dont forget that humans are animals too.

 6. DR. CHANDRAVADAN MISTRY સપ્ટેમ્બર 2, 2007 પર 8:55 એ એમ (am)

  THE CIRCUSTANCES JUSTIFY THE ACTION & FORGIVENESS IS THE RIGHT GESTURE….BUT THAT ISSUE COMES IN THE PICTURE AS THE MEAT OF MENS WAS INVOLVED…..FOR A VEGETARIAN THIS ACT IS SINFUL….THERE ARE VGETARIANS & NON VEGETARIANS IN THE WORLD …..DOES ANYBODY THINK THAT ONLY VEGETARIANS CAN REACH GOD ?WHAT ABOUT THE INCIDENT OF BHIM EATING THE HEART OF DURIYODHAN ? MAN MAY BE A MEAT EATER EARLIER & THEN TURNED VEGETARIAN…I AM NOT FOR OR AGAINST VEGETARIANISM BUT THE JUTIFICATION THAT IT IS THE ONLY RIGHT THING IS WRONG….MAN IS INTELLIGENT & ABLE TO ADAPT IS MY LOGIC>>>DR. MISTRY

 7. Chirag Patel સપ્ટેમ્બર 2, 2007 પર 8:58 એ એમ (am)

  માનવજાતને બન્ને છેડાનાં અંતીમોનો પરીચય અવાર-નવાર થતો જ રહે છે. સંજોગો પ્રમાણે જીજીવીષા સાથે અનુકુલન સાધી જીવનારા પણ છે, અને પોતાના સંજોગો સાથે સમાધાન કર્યા વગર પ્રાણ આપનારાં પણ છે. બન્ને પક્ષનાં અંગત વીચારોનું માન જાળવવું જોઇએ એમ હું માનું છું. એકનો પક્ષ બીજા પર લાદી ના શકાય.

  માનવી માંસાહાર તરફ વળ્યો એ માટેનો તમારો તર્ક ખુબ જ સુસંગત લાગે છે.

 8. Rajendra Trivedi, M.D. સપ્ટેમ્બર 2, 2007 પર 9:37 એ એમ (am)

  જન્મ થયો ને જીવન શરુ.
  સમય વાપરવાનો શરુ!
  શરીર પણ જીવને ટકાવવા કેટલાય શરીરના કોષોના ભોગે મોટું થતુ જાય.
  બાળક માંથી યુવાન અને યુવાન માંથી વૃધ્ધ ને મારતુ મારતુ મૃત્યુ ને મળે.
  આખા જીવનમા આજ યુધ્ધ.
  હિંસા અને અહિંસા સાથે!
  જીવને બન્નેના સાક્ષી સાથે મોતને મળવુ રહયુ.
  શું જીવનના પાયામાં જ હીંસા છે?
  કેવળ અહીંસા શક્ય છે ખરી?

  MY MIND IS MUCH WITH THE SAME THOUGHTS !

  ભુખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે,

  જઠરરાગ્નિ ઠારવા જીવ જીવ મારશે.

  જીવને જરુરી નથી હિંસા સાથી,

  જઠરાગ્નિ ઠારવા બન્યા માંસહારી.

  બની માંસહારી અહિંસાનાસાથી,

  સદા સાથ આપી બન્યા માંસહારી.

  જીવન છે બધાનું એ મૃત્યુને આધીન,

  સમયને અહિંસા છે જીવનના સાથી.

  છતાં જીવ ભુલી ભટક્યો ભટકતો,

  ટક્યો હિંસા સાથે અહિંસાને ત્યજતો.

  GO ON BHAI SURESH,

  YOU ARE FIRE SETTER FOR THE MIND WITH YOUR THOUGHTS IN “GADYASOOR”.

 9. Shailesh Parekh સપ્ટેમ્બર 2, 2007 પર 12:14 પી એમ(pm)

  Survival is the strongest instinct known not only to human being but also amongst all living beings. One of the principles of evolution was also survival of the fittest. The incident quoted is an extreme example of the instinct for survival.

  It is not fair to sit on judgement on persons who have gone through such traumatic and exceptional circumstances. I personally believe that man’s instinct to pass a judgement on the behavious of others needs to be controlled.

  Without going throught similar ordeal, how can we say whether it was right or wrong and who are we to judge the same. The fact that the persons involved were ashamed of themselves indicates that it was not a natural act and they would not have indulged in the same under normal circumstances.

 10. સુરેશ સપ્ટેમ્બર 2, 2007 પર 5:53 પી એમ(pm)

  મારા દીકરા ઉમંગના મીત્ર ચી. અનીશ ચૌધરીએ આ ચોપડી અમને વાંચવા આપી હતી. મારો પુત્ર ઉમંગ જણાવે છે કે, ઉપરની વાતમાં ઘણા માહીતી દોશો છે.
  સાચી માહીતી નીચે પ્રમાણે છે : –
  ઉરુગ્વેની રગ્બી રમતની ટીમ સાન્ટીયાગો, ચીલી રમવા જઈ રહી હતી. કુલ 45 વ્યક્તીઓ હતા જેમાંથી માત્ર 16 જ બચ્યા હતા. ઉરુગ્વે એર ફોર્સનું વીમાન 13 ઓક્ટોબર – 1972 ના રોજ તુટી પડ્યું હતું . આ 16 મુસાફરોનો બચાવ છેક 23 ડીસેમ્બર – 1972 ના રોજ થયો હતો. ( 69 દીવસ ! )
  આખી વાત જાણવા વાંચો –
  http://en.wikipedia.org/wiki/Uruguayan_Air_Force_Flight_571

 11. Kalpesh સપ્ટેમ્બર 2, 2007 પર 8:29 પી એમ(pm)

  It all depends on what you want – a will to survive or a strong belief.
  Also, the place where you are born can drive much of your food habits

  And, no one can completely be a meat-eater.

 12. neetakotecha સપ્ટેમ્બર 2, 2007 પર 8:41 પી એમ(pm)

  dil ne hachmachavi de evi vat che.pan sathe vicharva mate majbur kari de evi pan vat che. k su karvu joiye
  mara vichar pramane majburi hati,etle maf kari deva joiye. karan hamna aapde khali vichariye chiye k su karvu joiye jemni par vite ene khabar pade k su thay che.
  emne jyare khadhu hase e sec. emni mate ketli khatarnak hase e jo vichariye to j aapdne khabar pade k ketli had sudhi ni majburi hase
  uf vichari ne j kaik thay che k majburi manas pase su su karave che.

 13. HIMANSHU PATHAK સપ્ટેમ્બર 2, 2007 પર 11:00 પી એમ(pm)

  On surface any body would not like to eact human body of known person but whwn question of survival there are lot many incidents people have killed their own person .In the given incident no option were left to concerns and hence they have done this .Nothing is wrong.

 14. Harnish Jani સપ્ટેમ્બર 3, 2007 પર 8:28 એ એમ (am)

  In my view basic”Sanskar”-culture plays part in any unthinkable situation–It is how you are raised-The way Jain and Hindu culture teaches-they(vegetarian) would have prefered to die-rather then eat the human bodies.-It would not have occured to them to eat any meat to save the life–We have no account of them but I m sure many of them had died with hunger-

 15. Harnish Jani સપ્ટેમ્બર 3, 2007 પર 9:54 પી એમ(pm)

  Hasyen Samaptayen-
  First Cannibal—“I dont like your brother In Law.”

  Second Cannibal-” But he tastes good”

 16. Kamal Vyas સપ્ટેમ્બર 3, 2007 પર 11:40 પી એમ(pm)

  સંજૉગૉ માનવીને ઘડે છે.માનવીના ઘડતર અને વર્તન સંજોગ પ્રમાને બદલાય છે.
  મરતા આદમી ક્યા નિ હ કરતા.તેની લાચારીને લીધે તે િવ્વેકભાન ભૂલી જાય છે.
  જીવન ટકાવી રાખવા માટે હવાિતયા મારે છે…..કમલ વ્યાસ

 17. દક્ષેશ ફેબ્રુવારી 28, 2009 પર 7:32 પી એમ(pm)

  જે વ્યક્તિઓ માંસ ખાય છે તેને માટે પછી તે માણસનું હોય કે પ્રાણીનું બહુ ફેર ન હોવો જોઈએ. ખરેખર આ વાંચ્યા પછી જેઓ માંસ ખાય છે તેમણે વિચાર કરવો જોઈએ કે પોતાની પ્લેટમાં જે માંસ છે તે પણ કોઈ સંવેદના ધરાવતું, મા-બાપ અને સંબંધીઓ ધરાવતું એક પ્રાણી જ હતું. તમે તમારા પુત્ર કે પુત્રીની હત્યા પછી તેના શરીરનો ટુકડો થાળીમાં જોઈ શકતા હો તો તમે બધુ જ ખાઈ શકો. મેં એક સુંદર ફિલ્મ જોઈ હતી, meet your meat (search on youtube). એમાં જે રીતે પ્રાણીઓને handle કરવામાં આવે છે, જે રીતે ઉછેરવામાં આવે છે તે કોઈ જુએ તો પછી કદાચ જીવનભર માંસ ન ખાવાની પ્રતિજ્ઞા લઈ લે .. પણ તે છતાં હકિકત તો એ છે દુનિયાની નેવું ટકા કરતા પણ વધુ પ્રજા માંસાહારી છે … કદાચ જીભનું સામ્રાજ્ય હૃદય અને મન કરતાં વધુ બળવાન છે ….

 18. Pingback: વિજયગુપ્ત મૌર્ય , Vijaygupta Maurya | ગુજરાતી પ્રતિભા પરિચય

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: