સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જીમમાં સોના – એક અવલોકન

    હું જે જીમમાં કસરત કરવા જઉં છું ત્યાં સરસ સ્વીમીંગ પુલ છે. તેની એક બાજુએ બે રુમ છે. એક રુમમાં સ્ટીમ સોના છે અને બીજામાં સુકું સોના ( Dry Sauna) .  બીજી બાજુએ વીસેક માણસ એક સાથે બેસી શકે તેવું જેકુઝી છે. કસરત કરીને હું તરવા જતાં પહેલાં બન્ને સોનામાં પાંચ પાંચ મીનીટ બેસું. તર્યા બાદ જેકુઝીની મઝા. ( ગરમ પાણીનો હોજ , જેમાં બાજુની દીવાલ પરથી દબાણવાળી હવા ફેંકવામાં આવે અને પાણી પરપોટાઓથી ખદબદતું રહે. ચારે બાજુ લોકોને પાણીમાં ડુબડુબા બેસવા માટે પાળીઓ પણ હોય.)  

    સોનામાં બેઠા ન બેઠા, ને શરીરમાંથી પસીનો નીકળવાની શરુઆત થઈ જાય. જાણે શરીર નીચોવાતું હોય તેમ લાગે.  એક એક નસમાંથી લોહીનો કચરો બહાર ફેંકાવા લાગે. સોનામાંથી બહાર નીકળ્યા બાદ શાવર લેતાં, અંગે અંગ સ્ફુર્તીથી પ્રફુલ્લીત થઈ જાય. પછી તરવાની કસરત અને છેલ્લે જેકુઝીની લીજજત.

—————————————————-

    હવે અવળચંડા મનમાં વીચાર આવ્યો-

    શરીરનો કચરો કાઢવા તો આટલી બધી સુવીધા છે. પણ મનના કચરા માટે? એવું કાંઇ હોય કે જેનાથી આપણો અહમ્, આપણા પુર્વગ્રહો, આપણી અસુયા, આપણા ખોટા ખ્યાલો, આપણાં ઈર્શ્યા, વેર ને ઝેર બધાં પસીનાની જેમ બહાર ફેંકાવા માંડે?   જેમ સોનામાં લોહી શુદ્ધ થાય છે, તેમ આપણું મન પણ સ્વચ્છ બને?

     કહે છે કે, સંત-સમાગમથી  આવું કાંઈક થવાની શક્યતા  હોય છે. પણ આપણે સંત પાસે જઈએ ત્યારે ય આ બધા વાઘા તો ચડાવેલા જ રાખીએ છીએ. એક તસુ ય તે ખસી જાય તો, આપણું અસ્તીત્વ આપણને જોખમમાં પડી ગયેલું લાગે છે. આપણને તો ઈલમની લાકડી ફેરવી સંત તેમના જેવા જ બનાવી દે તેવી અપેક્ષા હોય છે! 

   અરે ભાઈ! જીમમાં જઈએ તો કસરત તો જાતે જ કરવી પડે. સોનામાં તપાવું પડે.     

6 responses to “જીમમાં સોના – એક અવલોકન

 1. Chirag Patel સપ્ટેમ્બર 5, 2007 પર 8:36 એ એમ (am)

  રાજયોગ મનની સફાઈ માટેની કસરત છે…જો નીયમીત કરવામાં આવે તો.

 2. Nilesh Sahita સપ્ટેમ્બર 6, 2007 પર 6:38 એ એમ (am)

  મનની સફાઈ માટે સ્વાધ્યાય છે – જો સાચી સમજણ અને નિયમીત કરવામાં આવે તો.

 3. Rajendra Trivedi, M.D. સપ્ટેમ્બર 6, 2007 પર 8:22 પી એમ(pm)

  શરીરનો કચરો કાઢવા તો આટલી બધી સુવીધા છે. પણ મનના કચરા માટે?
  એવું કાંઇ હોય કે જેનાથી આપણો અહમ્, આપણા પુર્વગ્રહો, આપણી અસુયા, આપણા ખોટા ખ્યાલો, આપણાં ઈર્શ્યા, વેર ને ઝેર બધાં પસીનાની જેમ બહાર ફેંકાવા માંડે?
  જેમ સોનામાં લોહી શુદ્ધ થાય છે, તેમ આપણું મન પણ સ્વચ્છ બને?

  THAT CAN BE DONE.
  ONE HAS TO SELF EXAMINE OR OPEN THE TRUE SELF AND LISTEN YOUR OWN VOICE.
  CORRECTING THE NEEDED CHANGES BY SELF EXAMINATION.
  BUT IS DIFFICULT TO START.

 4. Nilesh જૂન 22, 2008 પર 2:37 એ એમ (am)

  Sudarshankriya of art of living part one course
  teaches about removal of mental debries.Sri Sri Ravishankarji has contributed alot to the world by this technique.

 5. shah madhusudan માર્ચ 26, 2010 પર 10:37 એ એમ (am)

  really enjoyed , nicely written & that too in simple language.
  madhu

 6. Pingback: સ્ટીમ સોનામાં વાલ્વ – એક અવલોકન « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: