આમ તો મારા બાપુજી રેલ્વેમાં નોકરી કરતા, એટલે ફર્સ્ટ ક્લાસનો પાસ તેમને મળતો. આથી તેમણે અમને ઘણી બધી મુસાફરીઓ કરાવેલી, પણ તે બધી તો બાદશાહી. મારા બાપુજી જુના જમાનાના અને ઘણા ચીવટવાળા, એટલે ઘેરથી નીકળીએ ત્યારથી જ પાછા આવવાનું રીઝર્વેશન થઈ ગયેલું હોય.આખી મુસાફરી નીર્વીઘ્ને અને તેમની છત્રછાયામાં પસાર થાય.
પણ આજે વાત કરવાની છે તે મારા જીવનમાં, મેં પોતે કરેલ પહેલી મુસાફરીની…
———————————————–
મે મહીનાની આનંદભરી બપોર હતી. ભણતરના છેલ્લા વર્ષની પરીક્ષા હમણાં જ પતી હતી. લાયબ્રેરીમાંથી સવારે લાવેલી ચોપડી વંચાતી હતી. ત્યાંજ બોંબધડાકા જેવો એ તાર( ટેલીગ્રામ) આવ્યો. મોટાભાઈ ( પીયુશભાઈ) મને રાજામુન્દ્રી ( આન્ધ્રપ્રદેશ ) બોલાવતા હતા. તે ત્યાંની પેપર મીલમાં ચીફ એન્જીનીયર હતા અને નોકરીનું નક્કી થઈ જશે, તેવી હૈયાધારણ આપી હતી. અત્યારના યુવાનો જેવી કેરીયરની કોઈ કલ્પના કે ચીંતા ન હતી. મસ્તીમાં જ ભણાઈ ગયું હતું. કોઈ અરજીઓ પણ હજુ કરી ન હતી. આ તો સામે ચાલીને લાડુ મોંમાં આવી ગયો હતો.
બાપુજી તરત સ્ટેશને જઈ મારી ટીકીટ કઢાવી આવ્યા. બહેને ( અમારી બાને અમે બહેન કહેતાં. ) થોડો નાસ્તો બનાવી આપ્યો અને ત્રણેક કલાકમાં તો બંદા ઉપડ્યા. છેલ્લી ઘડીએ ખરીદેલ ટીકીટમાં રીઝર્વેશન તો ક્યાંથી હોય? પણ બાપુજી અમદાવાદ સ્ટેશને કામ કરે એટલે, તેમની લાગવગથી કુલીએ બારી પાસેની સારી સીટ પર જગ્યા કરી આપી. સુરત ઉતર્યો. ત્યાંથી જ ઉપડતી ટાપ્ટી લાઇનની ગાડી હજુ મુકાઈ ન હતી. એટલે જેવી ગાડી મુકાઈ કે તરત ચઢી ગયો, અને સારી જગ્યા મળી ગઇ. ભુસાવળ સુધીની તો શાંતી થઈ.
બંદા રાજાપાઠમાં!
ભુસાવળ રાત્રે બે વાગે આવે. સ્ટેશન જતું રહેશે તો શું; તેના ઉચાટમાં જાગતો જ રહ્યો. ચીક્કાર ગીરદીમાંથી માંડ રસ્તો કરી ભુસાવળ સ્ટેશને ઉતર્યો. રાત્રે ત્રણ વાગે મુંબાઇ–હાવરા વચ્ચેની કો’ક મેલ ગાડી પકડવાની હતી. ગાડી આવી. ચીક્કાર ડબ્બો. માંડ માંડ અંદર ચઢ્યો. ઉભા રહેવાની જગ્યા માંડ મળી.
બીજા દીવસે બપોરે બાર વાગે વર્ધા. મારી હાલત તો પીધો હોય તેવી. દાતણ પણ કરેલ નહીં અને ઉતરતાં પેટીનું હેન્ડલ તુટ્યું. ઉતરીને દોરી બાંધી. પાછી અઢી વાગે ચોથી ગાડી પકડવાની હતી, અને તે પણ કઇ? ગ્રાન્ડ ટ્રન્ક એક્સપ્રેસ, દીલ્હી–મદ્રાસ મેન લાઈન પર! આ વખતે તો નક્કી કર્યું કે, રીઝર્વેશનવાળા ડબામાં જ ચઢવું છે. ઇશ્વરકૃપા કે, ટી.ટી.ઈ. ના હૃદયમાં રામ વસ્યા, અને મને બેસવાની એક સીટ આપી. રાજસીંહાસન મળ્યું હોય તેવો આનંદ થયો. પણ ત્રીજા દીવસની આગળની મુસાફરીનો કાલ્પનીક ઓથાર માથા પર સવાર હતો, એટલે મુસાફરીમાં કાંઈ જામ્યું નહીં! ઉચાટથી બેઠો રહ્યો.
ત્રીજા દીવસની વહેલી સવાર! પાંચ વાગે વીજયવાડા સ્ટેશન પર ઉતર્યો. ‘ગુડ ગુડ’ ભાષા(તેલુગુ) માં જ બધા બોલે! આપણને ઉચાટવાળી મુસાફરીમાં ઊંઘ તો શી રીતે આવી હોય? કડવી વખ જેવી અને સમ ખાવા માત્ર જ દુધ નાંખેલી કોફી પીધી, પણ તે તો અમૃત જેવી લાગી ! ઘેરાયેલી આંખો, વીખરાયેલા વાળ, અને ત્રણ દીવસથી નહીં નહાયેલા શરીરમાંથી પ્રસરતી, મહેનતના પસીનાની સોડમ! કાળા સીસમ જેવા લોકો, આ પરદેશી જેવા લાગતા ગોરાવાનના છોકરા સામે જોયા જ કરે. મારા મનમાં તો બોસ! શંકા-કુશંકાઓનાં વાવાઝોડાં ધસી આવે. સાયક્લોનો જ સાયક્લોનો ! મારી ઉમ્મર આમ તો બાવીસ વર્ષની, પણ એકવડીયા બાંધાને કારણે સાવ નાનો લાગતો. મનમાં તો હું ખરેખર ધ્રુજું. આ રાક્ષસ જેવા દેખાતા લોકોના દેશમાં ક્યારે ભાઈ-ભાભીને મળું; એ જ તે ક્ષણનું એક માત્ર જીવનલક્ષ્ય હતું! દ્રૌપદી સ્વયંવરમાં અર્જુને કરેલા મત્સ્યવેધ જેવું ! પણ મારી દ્રૌપદી ક્યાં?! અને જો મારી ઈવડી-ઈએ મને એ વખતે જોયો હોત તો ? આપણો સંસાર આંધ્રમાં જ કોઈ શ્યામ-સુંદરી સાથે જોડાયો હોત !
છ કે સાડા છ વાગે ગાડી આવી – કઇ? મદ્રાસ – હાવરા મેલ. ચીક્કાર ગીરદી. રીઝર્વેશનનો ડબ્બો ઘણો દુર હતો. ત્યાં સુધી જવાની માનસીક હીમ્મત અને શારીરીક તાકાત હોય; તો ત્યાં સુધી જઉં ને? મારામાં એ અભુતપુર્વ સામર્થ્ય ક્યાંથી આવ્યું; એ એક મોટું રહસ્ય છે; જેનો ઉકેલ હજુ સુધી મને મળ્યો નથી. હીમ્મત કરી, વીર નર્મદને યાદ કરી, યાહોમ કરીને ઝંપલાવ્યું. માંડ ડબ્બામાં પેંઠો. પેટી મુકવાની જગા તો હોય જ ક્યાંથી? પેટી ખભે ઝાલીને કલાકેક સુધી માત્ર એક જ પગ પર કઈ રીતે ઉભો રહ્યો હોઈશ, તે કલ્પી જોજો. થોડી વારે કોઈના દીલમાં રામ વસ્યા, અને મને ઉપરની બર્થ પર પેટી મુકવાની જગા કરી આપી. ધીરે ધીરે બે પગ મુકવાની જગા પણ થઈ ગઈ !
ઈશ્વર કેટલો દયાળુ હોય છે, તેની સાક્ષાત પ્રતીતી થઈ ગઈ!
બપોરના બારેક વાગ્યાના સુમારે રાજામુન્દ્રી સ્ટેશન આવશે, તેના સુહાના દીવાસ્વપ્નો જોતાં સમય પસાર થતો ગયો. ખુલ્લા બારણામાંથી કૃષ્ણા–ગોદાવરી વચ્ચેના ફળદ્રુપ પ્રદેશના હૃદયંગમ દૃશ્યોય મનને કોઇ શાતા આપતા ન હતા. ગોદાવરી નદીના મહાન અને અતીશય લાંબા પુલ પરથી ગાડી પસાર થઈ રહી હતી; ત્યાં જ ઝબકારો થયો! મોટાભાઈ જ્યારે છેલ્લી વાર અમદાવાદ આવેલા, ત્યારે એમ કહેતા હતા કે; તે ‘ગોદાવરી’ સ્ટેશને ઉતરે છે. ગાડી ગોદાવરી સ્ટેશનનો સીગ્નલ વટાવી પ્લેટફોર્મ પર ઉભી રહેવાની તૈયારી કરી રહી હતી, ત્યારે જ આ કેવળ-જ્ઞાન લાધ્યું !
અભુતપુર્વ સામર્થ્ય દાખવી, આગળવાળાને હડસેલી, બંદાએ ખરેખર યાહોમ કરીને બારણાં તરફ મરણીયો પ્રયાસ કરીને ઝંપલાવ્યું ! એક છલાંગ અને અડબડીયું ખાતાં બચીને , ગોદાવરી સ્ટેશન પર મારું પ્રત્યક્ષ અવતરણ થયું!
ભાઈ હાજર હતા. તેમણે મારા દીદાર જોઇને એક જ પ્રશ્ન કર્યો : ‘કેમ તને કોઇએ માર્યો હતો?” તમે નહીં માનો – હું રીતસર રડી પડ્યો. ભાઈએ આશ્વાસન આપ્યું, કે
‘ એ તો એમ જ હોય! – પોતાના પગ પર ઉભા રહીએ ત્યારે આમ પણ બને, એવું પણ બને! ‘
અમે ઘર તરફ પ્રયાણ આદર્યું. ત્યાં ગરમા-ગરમ પાણીથી નહાવાની જે મજા આવી છે. ભાભીએ બનાવેલી ગુજરાતી મસાલાવાળી ચાની સાથે ગરમા ગરમ વઘારેલી ઈડલી આરોગવાની જે લીજ્જત આવી હતી, તે પછી ફાઇવસ્ટાર હોટલમાં પણ કોઈ દીવસ આવી નથી!
કાલે શું ખાધું હતું, તેય મને યાદ રહેતું નથી. પણ મે – 1965 માં કરેલી આ મુસાફરી, ગઈકાલે જ જાણે બની હોય, તેવી યાદ છે. ત્યાર બાદ તો ઘણી બધી મુસાફરીઓ કરી – જાત જાતના વાહનોમાં – પણ આનો તો રંગ જ ન્યારો હતો!
વો ભુલી દાસ્તાં ફીર યાદ આ ગયી……
Like this:
Like Loading...
Related
લગે રહો, સુરેશભાઈ !!
તમારા પુસ્તક માટેની સારી તૈયારી થઈ રહી છે. પ્રસંગ સારો છે. આવું જ લખતાં રહેશો તો કામ થઈ જાહે !!
સરસ લેખ છે – જો કે વાંચીને પહેલા મને લાગ્યું કે તમારા ભાઈનું નામ “રાજામુન્દ્રી” છે!
Now write the second chapter-what happened on the first day-then what happened on the first day of the job–People you met during your stay–WHAT WAS YOUR AGE THEN–I found”Chanchi mehta” ‘s style.–Could be a nice book-
SURESHBHAI…NICELY WRITTEN ….CONGATULATIONS….IT SEEMS YOU HAVE WRITTEN MANY SUCH SHORT STORIES & MAY BE A BOOK IN THE NEAR FUTURE>>>>DR. CHANDRVADAN MISTRY
enjoyed to read it again,dada.
bhuli bisari yaado vagolvani maja j kai judi chhe,sureshbhai tame mari savaar sudhari didhi, thanks
ઈશ્વર કેટલો દયાળુ હોય છે, તેની સાક્ષાત પ્રતીતી થઈ ગઈ!
LET ME LEARN FROM YOUR DAILY NOTEBOOK……..
NOW, WAITING FOR THE BOOK.
ભોમીયા િવના મારે ભમવુ ઘણુ—-તે સારુ પણ ટ્રેનની મુસાફરી આરક્શણ િવ્્ના મુસાફરી કરવી ઘણી અઘરી.છતાય તમારી યાદ્શક્તી માટે ઘણુ જ માન થાય છે કિવરાજ…..કમલ વ્યાસ.
ખુબ ગમ્યુ..મઝા આવી ગઈ..જુ.ભાઈની વાતને ટેકો આપુ છું.
And your next adventurous journey was with me !
મઝા આવી ગઈ.
WE ALL SURFERS NEED TO START SURFING AND MAKE OUR BLOG LIVELY!
Some experiences in life are really memorable. ….. Harish Dave Ahmedabad
bapreeee yad rahi jay evu j che.
jindgi na bhu badha divaso nathi bhulata.
ketlu pan nakki kariye pan juni bahu badhi vato magaj ma thi nathi nikadti.
rajsinhasan vanchine hasvu pan aavtu hatu.
khub maja aavi vanchvani.
આ પળોની જિંદગી કેટલી વિશાળ છે એ આ અનુભવ વાંચીને સમજાય છે.મને તો તમે પહેલેથી આવા ‘દાદા’ જ લાગેલા!આ વાંચીને એ છબી બદલાય છે. 😀
Pingback: પહેલો પગાર « ગદ્યસુર
Very interesting – and graphic description!
How about creating an ensemble, something like
“Baandh Gathariyaa”? I would be the first one to
possess it.
hello, kaka
Very interesting to learn about your experience, since we are too young to know anything about good old Indian railroad. Now that we all use fast transportation such as air plane.
bahu saras varnan..
પ્રિય દાદાજી
નાના ંમાં નાની વાત માથી પણ આપ જે જીવન જીવવા ની સલાહ આપી દ્યો છો એ જ અમારી માટેઉપયોગી થઈ પડે છે.. આપનાં અનુભવ અને અવલોકન અમને પણ યાદ આવી જાય છે..આપનું પુસ્તક જરુર બધાને કામ લાગશે…
Excellent…
Please do write about yr Bhulakanapana.
You went to L.D.Engineering collegr on bicycle and came back by bus…and asked me about yr cycle as I was used to use yr cycle…..
khub saras chhe, etle read once again….
ઈશ્વર કેટલો દયાળુ હોય છે, તેની સાક્ષાત પ્રતીતી થઈ ગઈ!
I do not know that Bhai Suresh writes this!!!
લગે રહો, સુરેશભાઈ !!
http://www.yogaeast.net
http://www.bpaindia.org
It is a sad that we can not help them. The syatem is very much corrupted. People should get untied and ask help from goverment.
Pingback: ગુજરાતની બહાર દીવાળી « ગદ્યસુર
આપકા આંદાઝે બયાં ઔર
In 1983 I had some sort of experience I was travelling from ahmedabad for mumbai with my son-in-law we have no reservation and the train was full of passemger. I was also standing on my one foot as some ladies and children already sleeping on floor. After some time one young man was sleeping on top compartment I request him that please allow me to keep my suitcase and if you dont mind I can share some of your place he told me that he has paid 300 rupees for this I paid 100 rupees and gave me half nd my son-law was still standing. That is experiencs in life.
Pingback: પહેલો અકસ્માત « ગદ્યસુર
આ લ્યો જી ! સુરેશ” ઘારુ” જી.તમે તો …..શું કૌ|? જવા દ્યોને! હું તો અમિતાભ બચ્ચન પાસેથી શીખ્યો [” કેબીસી “]
આભાર! તાત્કાલિક પ્રતિભાકેમ ન ગમે?વહેલું ઉઠાયું,! નહિ-સીધો કોમ્પ્યુટર પાસે!
ને પછી …’ઇન્-બોક્સ ‘ અને તમારી સામે! તમારે પહેલી રેલ્વે મુસાફરરીની અનુભવ-કથા ગમી.
હોય એમજ હોય!કોફી,કેવલજ્ઞાન, [વો ભુલી દાસ્તાં ફીર યાદ આ ગયી……]બાકી વધૂ પછી ક્યારેક ઓકે?
Pingback: પહેલો પગાર; ભાગ -૧ | હાસ્ય દરબાર
Shree Sureshbhai,
I have also travelled in unreserved coches between Vijayawada ,Guntur, Rajahmundry in 1964 -1970. I have experinced same thing, the difference is, I had no luggage, as I was updown between these stations. Your story reminded me old days.
Pingback: ટ્વેલ્વ ઓ’ ક્લોક: આઇ ગો નોક્સવિલ, ટેનેસી – કિશોર પટેલ | સૂરસાધના
તમારી ભૂલી દાસ્તાં મજા કરાવી ગઈ. રેલ્વે મુસાફરીનું સરસ આબેહુબ શબ્દ ચિત્ર ઉપજાવ્યું છે.
મારા બાપુજી જુના જમાનાના અને ઘણા ચીવટવાળા
એમનો આ ગુણ સુરેશભાઈ,તમારામાં બરાબર ઉતરેલો જોઈ શકાય છે.
આ લેખ ચન્દ્રવદન મહેતાના પુસ્તક બાંધ ગઠરિયા ની યાદ અપાવી ગયો.
૮ વર્ષ પહેલા કરેલો પ્રવાસ ફરી કર્યો
હવે પરિવાર સાથે પ્રવાસે જવું, પણ ગમે તે સંજોગોમાં જવું. અગાઉથી રિઝર્વેશન કરાવી ટ્રેનમાં સુખેથી પ્રવાસ કરવો, .
હરદમ લથડતો શ્ર્વાસ વધુ ચાલશે નહીં,
આવો પાંગળો પ્રવાસ વધુ ચાલશે નહીં.
લાગે છે શૂન્ય મોતની સરહદો નજીક છે,
આ વાણીનો વિલાસ વધુ ચાલશે નહીં
મારા પ્રિય કવિ દુષ્યંતકુમાર યાદ આવી જાય છે.
‘ટ્રેન મેં ભટકે હોતે તો કોઈ ઘર પહુંચ જાતે
હમ ઘરમેં ભટકે હૈ, કૈસે ઠૌર-ઠિકાને આયેંગે’
અર્થ કહો
દુરોન્તો અગ્નિ રથ =
અગ્નિ રથ વિરામ સ્થાન =
અગ્નિ રથ વિરામ ગમન નિગમન સૂચક દર્શક લોહ પટ્ટિકા=
જૂ………………………………….ની યાદ
અમે નાના હતા ત્યારે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર- મહુવા ટ્રામ-વે શરૂ કરી તેમાં સફર કરવા બે કલાક વહેલા સ્ટેશને આવી જતા .૨૦૧૫માં ઉત્તર પ્રદેશના ઘણા ભૈયાઓ આજે પણ ત્રણ કલાક વહેલા સ્ટેશન આવે છે.અમે બનારસ ટ્રેનમાં જતા ત્યારે આજના કરતાં વધુ ગરમી અને વધુ ગિરદી હતી. સાથીદાર સાથે પ્રવાસ કરતી વખતે રસોઈનું સીધું સામાન લેવાનું રાખવું પડતું.રેલવે સ્ટેશન બહાર ટ્રેનની રાહ જોતાં જોતાં સ્ટેશન બહાર પથ્થરોનો ચૂલો બનાવે. બળતણ શોધી. સામાનમાંથી તપેલી કાઢીને રસોઈ કરતા. જમે ત્યાં ટ્રેન આવી જતી.
Pingback: કોટવેથી મેનહટન : પ્રકરણ- ૧3 - વેબગુર્જરી
Pingback: કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૩, જુબા, સુદાન | સૂરસાધના
grt travel log- enjoyed every bit of it..thx for sharing
Pingback: ૧૫ કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૩, જુબા, સુદાન | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*
Pingback: હજી મને યાદ છે -૭-એ ય બાપુ! રામરામ…-સુરેશ જાની | "બેઠક" Bethak
Pingback: ચોર… ચોર… | હાસ્ય દરબાર