સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વાસણ સાફ કરતાં – એક અવલોકન

       અહીં રોજ વાસણ માંજવાનું કામ મારું. દેશમાં તો બાપજન્મારેય આ કામ કરેલું નહીં,  એટલે શરુઆતમાં તો આ કામ ગમે નહીં. નોકરીકાળની બાદશાહીમાં તો છેલ્લા વરસે, પાવરહાઉસનો છસો માણસનો માત્ર સફાઈનો સ્ટાફ મારા સામ્રાજ્યનો એક નાનો હીસ્સો હતો . અને અહીં આ હીન કામ કરવાનું ?  બહુ માઠું લાગે.

    પણ જેમ જેમ ‘આ ક્ષણમાં જીવો’  વાળી ફીલસુફી આત્મસાત્ થતી ગઈ, તેમ તેમ આ કામ પણ ગમવા માંડ્યું. જેમ વાસણ મંજાતાં જાય; ચમકતાં થવા માંડે; તેમ મનમાં એક નીર્દોશ આનંદ ફેલાવા માંડે. રોટલીના લોટની કણેક બાંધેલી, કથરોટ માંજવાની બહુ ગમે. સહેજ જ હાથ ફેરવું ત્યાં તે ચોક્ખી થવા માંડે. સૌથી વધારે તકલીફ ચાની તપેલી સાફ કરતાં થાય. તારના ગુચળાવાળા કુચાથી તેમાં ચોંટેલ, બળેલ કચરો સાફ કરવો પડે. પછી સાબુનો કુચો ફેરવવાનો અને પછી પાણીથી વીંછળવાનું…….

—————————————–

       આપણા મનોરાજ્યમાંય આવા જાતજાતના કચરા ભરેલા નથી હોતા? અમુક બહુ સ્થાયી નથી હોતા. વીના પ્રયત્ને નીકળી જાય. લોટની કણેક જેવા   સાત્વીક વીચારો  કોઈ ખાસ પ્રયત્ન વીના જ નીકળી જાય ! અને આપણી સ્લેટ પાછી કોરી ધાક્કોર.
       ચોંટેલી, બળેલી ચા જેવા દુર્વીચારો કાઢવા બહુ જ પ્રયત્ન કરવા પડે. તેમને તો ઘસી ઘસીને કાઢવા પડે.

      પણ બન્ને કીસ્સામાં મન ચકચકાટ વાસણ જેવું નીર્વીકાર બને; તે કેવું ગમે છે નહીં વારું ?

10 responses to “વાસણ સાફ કરતાં – એક અવલોકન

 1. shivshiva સપ્ટેમ્બર 7, 2007 પર 6:34 એ એમ (am)

  મજબૂરીકા નામ મહાત્મા ગાંધી તો નથી ને ?

 2. નીરજ સપ્ટેમ્બર 7, 2007 પર 8:27 એ એમ (am)

  મન સ્વચ્છ થાય એ તો ચોક્કસ ગમે જ ને… દાદા આવો જ અનુભવ મને પણ લંડન આવીને થયેલો બાકી અમદાવાદ તો ‘મમ્મી છે ને કરશે બધુ’.. પણ કામ જાતે કરવાનો આનંદ અલગ જ છે.

 3. મગજના ડોક્ટર સપ્ટેમ્બર 7, 2007 પર 9:14 એ એમ (am)

  પણ બન્ને કીસ્સામાં મન ચકચકાટ વાસણ જેવું નીર્વીકાર બને; તે કેવું ગમે છે નહીં વારું ?

  મન ચકચકાટ રાખવા આત્મા મનને બહુજ મનાવતો હોય છે.
  જો મન આત્મસાદ ને સાંભળે ને નિર્મળ રહી જીવન જીવે તો…
  તે પણ ચકચકાટ ચમકતો સમય પસાર કરી જાય છે.

  રાજેન્દ્ર

 4. Chirag Patel સપ્ટેમ્બર 7, 2007 પર 3:11 પી એમ(pm)

  મેં જીવનમાં એક જ વાર વાસણો ઘસ્યા છે – જ્યારે પારુલને અકસ્માત થયો હતો. જો કે હમણાંનો મારા પોતાના ઉપયોગ કરેલા વાસણો તો 90% ધોઇને જ સીંકમાં મુકુ છું.

 5. Chirag Patel સપ્ટેમ્બર 7, 2007 પર 3:14 પી એમ(pm)

  અમુક સદ્વીચારો પણ પાછા ચા જેવા હોય છે. વેશ સારો અને ભેદ ખોટો!

 6. pravinash1 સપ્ટેમ્બર 7, 2007 પર 4:17 પી એમ(pm)

  વાસણ ચોખ્ખું થાય ચકચકાટ થાય નવું ન થાય.
  જ્યારે મન
  શુદ્ધ, પવિત્ર, પાવનકારી અને નિર્મળ થાય
  ‘મનને માંજો’ અતિ મહત્વની ક્રિયા છે. વારંવાર
  તેને યાદ દેવડાવવું પડે છે. પછી આદત પડી જાય છે.

 7. સુરેશ સપ્ટેમ્બર 7, 2007 પર 4:21 પી એમ(pm)

  નીલાબેન!
  ‘ગદ્યસુર’ શરુ કર્યું તેના ઘણા પહેલાં મેં તમને મજાકમાં ઓફર મુકી હતી. મુંબાઈમાં ઘરઘાટીની નોકરી માટે. ત્યારના વાસણ ચકચકાટ માંજું છું ! મજબુરીને લાચારી બનવા નથી દીધી. તેનાથી જ બાદશાહી માણું છું !

  દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે.
  મને તો મુફલીસીમાં પણ એ માલામાલ રાખે છે.
  – અમૃત ઘાયલ

 8. મગજના ડોક્ટર સપ્ટેમ્બર 7, 2007 પર 7:06 પી એમ(pm)

  When A Person watch the action and do the day and night 24/7 listening to his/her own inner voice you feel good until last breath.
  તુ ગણીત ગણજે સાચુરે મુરખ મનવા.

  આ ભજન વાંચવા તુલસીદલ કે સંત પુનિત મહારાજ નું ભજન જીવનમાં ઉતારવું રહયુ.

 9. neetakotecha સપ્ટેમ્બર 9, 2007 પર 6:15 પી એમ(pm)

  hamna no pal aapdo che. aana pachi ni pal ma aapde hasu k nahi khabar nathi to emathi j khushi ane nava vicharo shodhi laiye to jivvano aand bevdai jay. gamiu.

 10. pragnaju ફેબ્રુવારી 10, 2010 પર 1:23 એ એમ (am)

  મન ચકચકાટ વાસણ જેવું નીર્વીકાર…………………..

  અહંકારનો વિકારનું ધ્યાન રાખવુ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: