સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પોંડીચેરીમાં દીવ્ય પ્રકાશ

      1955ની સાલની આ વાત છે. મારા બાપુજી અમને બધાને પહેલી જ વાર દક્ષીણ ભારતની મુલાકાતે લઈ ગયા હતા. તેમને શ્રી. અરવીંદ ઘોશ અને માતાજી ઉપર બહુ જ શ્રદ્ધા. આથી અમે પહેલાં સીધા પોંડીચેરી ગયા હતા. રસ્તામાં મુંબાઈ થોડું ફર્યા હતા. દરીયો પણ પહેલી વાર ત્યાં જ જોયો હતો.   પણ દરીયાકીનારે રહેવાનું તો પહેલ વહેલું પોંડીચેરીમાં જ માણ્યું. દરરોજ સાંજે આશ્રમના પ્લે-ગ્રાઉન્ડ ઉપર માતાજીની હાજરીમાં પ્રાર્થના થાય. માતાજી જાતે પીયાનો વગાડે. છેલ્લે ધ્યાન થાય.

      ઘ્યાનનો વખત થાય  ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું હોય. માતાજીના આધ્યાત્મીક પ્રભાવ વીશે એટલું બધું સાંભળેલું કે તેઓ સાક્ષાત્ ભગવાન જ છે એવી મનમાં છાપ! પહેલા દીવસે તો શીસ્તમાં, ધ્યાન સમયે આંખો બંધ કરેલી. પણ બીજા દીવસે બાળકની સ્વાભાવીક ચંચળતાને કારણે અમે બધાં છોકરાંવ છાનામાના આંખો ખોલી લઈએ! આ સમયે મારી ચોરીછુપીથી ખુલેલી આંખે એક અદ્ ભુત દ્રશ્ય જોયું. ઉપર આકાશમાં તેજનો એક લાંબો લીસોટો ધીરી ગતીથી ગોળ ફરી રહ્યો હતો. હવે તો પ્રતીતી થઈ ગઈ કે આ ભગવાનનો જ પ્રકાશ ઉપર ફરી રહ્યો છે. મુગ્ધ અહોભાવમાં આંખો મીંચી દીધી અને કૃતકૃત્યતા અનુભવી. થોડી વારે ફરી આંખ ખોલી- તે પ્રકાશને ફરી જોવા માટે. પણ તે દેખાયો નહીં. આંખો ખોલીને ચોરી કરી, ધ્યાન તોડ્યું, તેવી અપરાધની લાગણી થઈ આવી. આંખ બંધ કરવા જતો હતો ત્યાં તો તે તેજનો લીસોટો ફરી મંથર ગતીએ પાછો આવતો દેખાયો. કરેલ પશ્ચાતાપને   કારણે આ દર્શન ફરી લાધ્યું, તેવો આત્મવીશ્વાસ બેઠો.

     બહાર નીકળીને તરત જ બાપુજી અને બહેનને ( અમારી બા ને અમે બહેન કહેતાં.) વાત કરી કે. ” મેં તો ભગવાનનો પ્રકાશ જોયો.” બીજા ભાઈબહેનોએ પણ કહ્યું કે તેમને પણ તે દેખાયો હતો. બાપુજી, બહેન તો વીચારમાં પડી ગયાં. તેમને ન દેખાયો અને આ છોકરાંવને આ અનુભુતી શી રીતે થઈ?   ત્યાં મારી નાની બહેન બરાડી ઉઠી. ” જો એ પાછો આવ્યો…… ”

     આકાશમાં ફરી પાછો એ પ્રકાશનો  લાંબો લીસોટો ચકરાવો લેતો આવી રહ્યો હતો.

     બહેન અને બાપુજી ખડખડાટ હસી પડ્યાં.

    એ તો બાજુની દીવાદાંડીનો ફરતો પ્રકાશ હતો ! અમને પછી દીવાદાંડી પાસે લઈ જવામાં આવ્યા અને દીવાદાંડી બતાવી. અમને કેવળ જ્ઞાન લાધ્યું કે………

    બધા પ્રકાશ દીવ્યપ્રકાશ નથી હોતા, અને દીવ્યપ્રકાશ જોવા માટે તો દીવ્યચક્ષુ જોઈએ!    

7 responses to “પોંડીચેરીમાં દીવ્ય પ્રકાશ

 1. chetu સપ્ટેમ્બર 8, 2007 પર 12:44 પી એમ(pm)

  મારા પપ્પા પણ માતાજી પર એક્દમ શ્રદ્ધા ધરાવે છે..એમને પણ આધ્યાત્મિક અનુભવો થયાં છે..!

 2. Rajendra Trivedi, M.D. સપ્ટેમ્બર 8, 2007 પર 8:09 પી એમ(pm)

  ONE WHO KNOWS THE TRUTH HAS LEARN THE CAUSE OF LIGHT IN THE
  SKY. LIKE YOUR FATHER TOOK YOU TO LIGHT HOUSE AND SHOW YOU THE
  ORIGIN OF THE LIGHT IN ARVIND ASHRAM.

  બધા પ્રકાશ દીવ્યપ્રકાશ નથી હોતા, અને દીવ્યપ્રકાશ જોવા માટે તો દીવ્યચક્ષુ જોઈએ!

  . અજ્ઞાન તિમિરાંન્ધસ્ય જ્ઞાનાંજલ શલાકય…..શ્લોક યાદ આવી ગયો.
  જીવનમાં જ્યારે જ્ઞાન દિપ પ્રગટે ત્યારે અંધકાર રહેતો નથી.
  કવિ એટલા માટે કહે “દિલમાં દિવો કરો.”

 3. pragnaju ફેબ્રુવારી 10, 2010 પર 1:26 એ એમ (am)

  જ્યોતિ સ્વરુપે સાક્ષાતકાર થાય………

  દીવ્યપ્રકાશ જોવા માટે તો દીવ્યચક્ષુ જોઈએ!

 4. Pingback: ધ્યાન ભાગ – ૩ , બેધ્યાનાવસ્થા | સૂરસાધના

 5. Anila Patel સપ્ટેમ્બર 12, 2015 પર 12:31 પી એમ(pm)

  Maneto premal jyoti taro dakhvavi muj jivan panth ujal– kavy yad avi gayu.

 6. La Kant Thakkar સપ્ટેમ્બર 13, 2015 પર 11:16 એ એમ (am)

  “…..બધા પ્રકાશ દીવ્યપ્રકાશ નથી હોતા, અને દીવ્યપ્રકાશ જોવા માટે તો દીવ્યચક્ષુ જોઈએ! ”
  કોણ કોને આપે ? કોઈ શોધે તો ક્યાં ગોતે ? એ તો જાતે જ નક્કી થાય કે ન થાય ? કે પછી બીજું કંઈક હોય/થાય?
  બોલો સુ.જા. બાપા …..?
  “મારા પપ્પા પણ માતાજી પર એક્દમ શ્રદ્ધા ધરાવે છે..એમને પણ આધ્યાત્મિક અનુભવો થયાં છે..!”
  “જ્યોતિ સ્વરુપે સાક્ષાતકાર થાય………” આ તો કોઈ અનુભવે તે જ માને ને ? બાકી, તમે માનો / માણો સુ.જા . દાદા ?

  La Kant Thakkar: /13-9-15

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: