સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પંજાબી ડ્રેસ- નિકુલ પટેલ

       આ સ્વાનુભવની ઘટના મુળ વડોદરાના, પણ હાલ ચેન્નાઈમાં કામ કરતા શ્રી. નિકુલ પટેલે ટાઈપ કરીને મોકલી છે. અહીં ‘ઘરે બાહીરે’ આ પહેલી જ રચના છે !  
      સૌ વાચક મીત્રોને પણ બધાને રસ પડે તેવા, તેમના અનુભવો ગુજરાતી વાચકો સાથે વહેંચવા પ્રેમપુર્વક ઈજન છે. મુળ વાત અંગ્રેજીમાં મોકલશો તો પણ ચાલશે.

———————————————————- 

         ચાલો, આજે એક પ્રસંગની વાત કરું. એક ઘટના, જે ઘટી હતી આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં……..

         અમે પાંચ મીત્રો –  અમર, સુહાસ, ભાવેશ, ગૌરવ અને હું.  બધા એક જ નાવના મુસાફરો (એક જ બેચના, એક જ કંપનીમાં કામ કરતા, અને  હૈદરાબાદ-સીકન્દરાબાદ સ્થીત અમારાં 2BHK  ફ્લેટના રુમ પાર્ટનર). કંપનીમાં શરુઆતની ટ્રેઇનીંગ પછી, અમે બધા પહેલી જ વાર ગુજરાત પાછા જવાના હતા. કોલેજ પછી તરત લાગેલી નવી નવી નોકરી, નવોસવો મીઠાઈ જેવો પગાર, અને પાછું ગુજરાત ઘેર પાછા જવાનું; એટલે અમે ઘરનાં લોકો માટે કંઇક ભેટ લઇ જવાનું નક્કી કર્યું.

          અમરે જણાવ્યું કે એને બહેન માટે પંજાબી સુટ લેવો છે. હવે અમારા પાંચમાંથી એક પણ જણે પહેલાં કદી એકલા લેડીઝ ડ્રેસ ખરીદેલા નહી. ભાવેશ,અમર અને ગૌરવને બહેનો ખરી. પણ એમને પણ કદી એવો પ્રસંગ આવેલો નહીં. અને મારે અને સુહાસને બહેનો જ નહી, એટલે આ અનુભવ થવાની શક્યતા ક્યાંથી હોય? 

           જો જો હોં ! સાચ્ચું કહું છું …. કમભાગ્યે અમારામાંથી કોઇને Girl Friends  પણ નહોતી! હવે સાઇઝ વિશે તો અમરને પણ ખબર નહી. ઘેર તો બહેનને પુછાય નહી, નહી તો ઘરમાં બધાંને ખબર પડી જાય – અમારા Surprise ની. એટલે, અમે સુટની જગ્યાએ ડ્રેસ મટીરીયલ લેવાનું નક્કી કર્યું.

            એક સાંજે અમે પાંચ પાંડવો યાહોમ કરીને નીકળી પડ્યા –  લેડીઝ ડ્રેસની અમારા બધાની સૌ પ્રથમ ખરીદી માટે. રહેવાનું રાણીગંજમાં એટલે અમે M.G. રોડ પર ચાલતા ચાલતા નીકળ્યા. રોડ પર લેડીઝ કપડાંની દુકાન શોધતા અમે ગાંધી સર્કલ પાસેની એક દુકાનમાં જઈ ચડ્યા. હવે અમારામાંથી કોઇને તેલુગુ આવડે નહીં; એટલે કોઈ કાંઈ પુછે એ પહેલાં જ અમે કહી દીધું. “પંજાબી ડ્રેસ મટીરીયલ”  – ના કોઇ વાક્ય, ના કોઇ વ્યાકરણ,  બસ ભીન્ન ભાષી વ્યક્તીઓ વચ્ચે, શબ્દસમુહો વડે થતો વાર્તાલાપ ! અમે આવી થોડી  આદત પાડેલી, હૈદરાબાદ જઈને.

        “પંજાબી ડ્રેસ મટીરીયલ” લેવા કે જોવા આવેલા, પાંચ લબરમુછીયાઓને જોઇને કાઉન્ટર પરની  સેલ્સગર્લ  થોડી ગભરાયેલી  લાગી. ‘એક મીનીટ’   કહીને એ તો ગઈ; અને અમને મદદ  કરવા એક ભાઈને મોકલી આપ્યા. નવા સેલ્સમેન પર પણ એજ નુસખો. તેના આવતાંવેંત જ અમે કહી દીધું . “પંજાબી ડ્રેસ મટીરીયલ”.

        પછી એ ભાઇએ તેલુગુમાં કાંઈક પુછ્યું; પણ અમને એ ગુડગુડમાં શેની કશી સમજ પડે?  એટલે મેં કીધું – “તેલુગુ રાદુ. હીન્દી માટલાડુ” (‘તેલુગુ નથી આવડતું, હીન્દી બોલો.’  તેલુગુમાં માટલાં !!!! ) માત્ર આ બે તેલુગુ વાક્ય અમે રટી કાઢેલાં. જેના વડે હજુ પણ ખેંચે રાખીયે છીયે ! ) હવે પેલા ભાઈને હીન્દી ના આવડે. એટલે એમણે ભાંગી તુટી અંગ્રેજીમાં પુછ્યું – “Range, Colour ?”. અમે એના એકશબ્દી જવાબ આપ્યા. પેલા ભાઈએ એક પછી એક મટીરીયલ બતાવવા માંડ્યાં. ભાંગીતુટી અંગ્રેજીમાં દરેક કાપડ વીશે કાંઈક કહેતા પણ જાય.

       અડધો કલાક આ વીધી ચાલી. કાઉન્ટર પર કપડાંનો મોટો ઢગલો થઇ ગયો. કોઈનો કલર પસંદ ના પડે, તો કોઇની ડીઝાઇન, તો કોઈનું કાપડ. એમાં પાછા અમારા પાંચેયનાં માથાં અલગ અલગ ધુણે ! ( એમ તો અમારાં પાંચમાંથી કોઇને પણ કોટન અને ટેરીકોટન કપડાં વચ્ચે ફરક કરતાં આવડે નહી! અમે બધા કાપડ હાથમાં લઇને આવડે એવાં નામ આપતા’તા! 

         આમ કાપડ જોતાં મારી નજર એક પુતળીને પહેરાવેલા ડ્રેસ પર પડી,  જે  દુકાનના ઉપરના માળેથી નીચે ટીંગાડેલી હતી.  મને એ ડીઝાઇન અને કલર ગમ્યાં. મેં બધાને એ ડ્રેસ બતાવ્યો. પણ અમને એટલી ખબર કે, શોમાં મુકેલા ડ્રેસ મોટેભાગે દુરથી જ સારા દેખાય. એટલે અમે પેલા ભાઈ ને પુતળી બતાવી અને પહેલાં કીમ્મત પુછી.  રખે ને માલ કઢાવીએ અને પછી બજેટની બહાર જાય. એમ પણ એ હવે થોડા ચીડાયા’તા. (ચીડાય જ ને. એક ડ્રેસની ખરીદી માટે પાંચ પાંચ છોકરાઓ અડધો કલાકથી આ નહીં ને પેલું કરાવતા હતા !)

      કીમ્મત તો અમારી Range માં હતી. અમે એ ડ્રેસ બતાવવા કહ્યું. પેલા ભાઈએ એજ પેટર્નનું બીજા રંગમાં કાપડ બતાવ્યું, જે અમને જરાય પસંદ ના આવ્યું. એણે પુતળી તરફ આંગળી કરી જણાવ્યું કે – “લાસ્ટ પીસ. ”  હવે અમે પણ ભુરાંટા થયા’તા. માંડ માંડ એક પીસ પસંદ આવ્યો, અને એ પણ લાસ્ટ  પીસ?  હાથના ઈશારા વડે એ પુતળીને અમે નીચે ઉતારવા કહ્યું.

      એક મોટું સ્ટુલ અને મોટી લાકડી વડે ભારે જહેમત બાદ અમારાં ડ્રેસવાળાં પુતળીબેનને સુરક્ષીત નીચે ઉતારવામાં આવ્યાં.

      ડ્રેસ સાથે એ પુતળી અમારા પાંચેના હાથમાં ફરી વળી.  અંતે બધાને એ મટીરીયલ(કાપડ, કલર અને ડીઝાઇન) ગમ્યું. પુતળી નહીં હોં ! અને ખાસ તો અમરને સૌથી વધારે પસંદ પડ્યું. અમે આપસમાં વાત કરી કે, ‘લાસ્ટ પીસ છે,  શું કરવું છે ? ‘ બધા એકમત પર આવ્યા કે ‘ આ દુકાનમાંથી આજે ખાલી હાથે તો  પાછા નથી જ જવું.’ (આખરે અમારી પણ ઈજ્જતનો સવાલ હતો ને! )

       અમે પેલા ભાઈને જેમતેમ કરીને સમજાવ્યું કે, અમારે આજ પીસ જોઇએ છે. તેને સમજ પડતાં આનાકાની કરવા મંડ્યો. અમે એના માલીક તરફ ઈશારો કરીને કહ્યું, “Ask Him”. પેલાએ માલીક જોડે ગુફ્તગુ કરી અને બીજી સેલ્સગર્લને પુતળી આપી પેક કરવા જણાવ્યું. ( આ બધું અમે ખાલી હાવભાવ અને વાતના વલણ પરથી તારવી શક્યા. )

       આખરે અમે પાંચ પાંડવો એ પુતળીનું પંજાબી ડ્રેસ મટીરીયલ લઈને જ જંપ્યા. મટીરીયલ પેક થઇને આવ્યું. બીલ ચુકવીને અમે સીધા ઘર ભણી સીધાવ્યા. તે દીવસ માટે આ એક જ ખરીદી બહુ થઇ ગઇ’તી !

       ઘરે પહોંચીને જે અમે હસ્યા છીએ,  કે ના પુછો વાત.

       આજે અમે પાંચેય જણ વીખરાઇ ગયા છીએ. અમર અને સુહાસ યુ.એસ.માં; ગૌરવ લગન પછી લંડનમાં; ભાવેશ દીલ્હી-નોઈડામાં અને હું ચેન્નાઇમાં. પણ આજેય કોઇ દુકાનમાં સજાવેલી પુતળી જોઇએ ત્યારે અમને બધાને આ પ્રસંગ અચુક યાદ આવી જાય છે.

Advertisements

23 responses to “પંજાબી ડ્રેસ- નિકુલ પટેલ

 1. Sarjeet સપ્ટેમ્બર 11, 2007 પર 6:19 એ એમ (am)

  વાંચવા માટે જકડી રાખે એવું છે.આપણી ‘સામાન્ય'(‘નોર્મલ’ અર્થમા) જિંદગીનો સરસ એવો ‘સામાન્ય’ પણ ન ભૂલાય એવો પ્રસંગ. 🙂

 2. sunil shah સપ્ટેમ્બર 11, 2007 પર 6:27 એ એમ (am)

  ભાઈ નીકુલે સ્વાનુભાવની સરસ રજુઆત કરી છે, ધન્યવાદ. સાથે ભણનારા કે સાથે નોકરી કરીને વીખુટા પડેલા મીત્રો સાથેના સંસ્મરણો વાગોળીએ તો બહુધા આનંદ આપનારા હોય છે. દરેકના જીવનમાં આવા અનુભવો થતાં હોય છે, એ જ તો જીવનની મુડી છે. આ વાત વાંચીને મને મારા કોલેજના મીત્રો અને કેટલીક ઘટનાઓ યાદ આવી ગઈ. સુ.ભાઈએ આમંત્રણ આપ્યું છે, લખવાનો પ્રયત્ન કરી જોઈશ.

 3. Harnish Jani સપ્ટેમ્બર 11, 2007 પર 6:29 એ એમ (am)

  TemNe to Putali no dress utaravyo–Ame to sales girl no j dress utaravyo hato—Pachhi nahoto kharidyo—Aa ghatna Amdavad ni chhe-

 4. HIMANSHU PATHAK સપ્ટેમ્બર 11, 2007 પર 6:37 એ એમ (am)

  In our life we get many experiences for the first time.You have nicely narrated the incident which gives the impression of Short Story written by Experienced writer. Flow and contains are arranged in a interesting manner,Interest of the reader is survived till the last word.Pl write other experiences to enlight us.
  Congratulation
  keep it up.
  Himanshu Pathak,Ahmedabad.
  09227233315

 5. મગજના ડોક્ટર સપ્ટેમ્બર 11, 2007 પર 7:07 એ એમ (am)

  આખરે અમે પાંચ પાંડવો એ પુતળીનું પંજાબી ડ્રેસ મટીરીયલ લઈને જ જંપ્યા.

  FIVE TO LIKE ONE IS MUCH DIFFICULT.
  ONE, WHO USES THEIR FIVE SENSE TO SERVE ONE IS A WINNER IN LIFE AND LIFE BECOMES FUN.

 6. chetu સપ્ટેમ્બર 11, 2007 પર 7:08 એ એમ (am)

  ખરેખર અમુક પ્રસંગો જ હોય છે જ એવા કે ક્યારેય વિસરાતા નથી…આવી નાની – નાની વાતો અને પ્રસંગો જ મિત્રો કે સ્નેહીઓ ને વધારે યાદ કરવા માટે નિમિત બને છે..!

 7. સુરેશ સપ્ટેમ્બર 11, 2007 પર 7:17 એ એમ (am)

  આ લેખની જાહેરમાં ખબર આપ્યા બાદ માત્ર અડધા જ કલાકમાં વીશ્વભરમાંથી મળેલ આ પ્રતીભાવો વાંચી બહુ જ હરખ થાય છે.
  ભાઈ, નીકુલ ! હવે તારો ખજાનો ખાલી કર્યે જ છુટકો ! અને તારા જેવા ફરતારામનો ખજાનો તો ભરાતો જ રહે.. ભરાતો જ રહે. અને જો હરનીશભાઈ જેવા ધુરંધરે પણ તારી રચના વાંચી.
  ——————-
  સૌની જાણ સારુ.
  ઈ.આર.પી. ના જ્ઞાતા નીકુલભાઈ અમેરીકામાંય ત્રણ વખત પધરામણી કરી ચુક્યા છે.

 8. Chirag Patel સપ્ટેમ્બર 11, 2007 પર 7:59 એ એમ (am)

  ખુબ ખુબ મઝા પડી. નીકુલ, હવે તો તારે ઘણું ઘણું લખવું પડશે (અમારા બધાં માટે). એકવાર લખ્યું પછી, એમ હવે અમે નહીં મુકવા દઈએ…

 9. Dipti Patel 'shama' સપ્ટેમ્બર 11, 2007 પર 8:25 એ એમ (am)

  am to che jindagini nani amthi ane samanya ghatna, pan tamara shabdo ane kahevani chata jakdi rakhe tevi che…ane ha, jyare snehi-mitrono sath chuti jay ke te dur thai jay, tyare aa yado na mitha sambharna j jivvani ek atut shakti ape che….ane jijivishane jalvi rakhe che…shubhechchao sathe…
  ha, ahina manniya dhurandharone samay hoy to mara blogs visit karva pan vinati che…

  http://shama14.gujaratiblogs.com/

  http://gu.wordpress.com/tag/dipti-patel-shama/

 10. DR. CHANDRAVADAN MISTRY સપ્ટેમ્બર 11, 2007 પર 8:33 એ એમ (am)

  NIKULBHAI…..CONGATULATIONS FOR THE FIRST STORY OF YOUR EXPERIENCE IN YOUR LIFE…..THANKS FOR SHARING>>>>DR. C. M. MISTRY

 11. Kamal Vyas સપ્ટેમ્બર 11, 2007 પર 10:22 એ એમ (am)

  વર્નન શિક્ત્ સરસ છે અિભનંદન.
  ંમજા આવી.વધારે લખતા રેહજો…………કમલ વ્યાસ

 12. Suhas સપ્ટેમ્બર 11, 2007 પર 10:33 એ એમ (am)

  Hi guys, I am the one of these ‘PANCH PANDAVA’….and you know we have lot of such experiences in life especially in bachelor life. This is one of them and great experience. Last month only I met Nikul when he was here in USA and we went for shopping but now we became master in shopping either for gents or ladies… :))

  Hey Niks, you have expressed very well here…keep it up…

 13. Mansi patel સપ્ટેમ્બર 11, 2007 પર 2:50 પી એમ(pm)

  હુ નિકુલ ને ઘણા વર્ષો થિ ઓળખુ છુ.જ્યારે આ પ્રશન્ગ વન્ચ્યો મને અમારા કોલેજ દિવસો ના યાદ્ અવિ ગયા.જયારે લોકો ભણવા મા વ્યસ્ત હ્તા ત્યારે નિકુલ નવલકથાઓ અને કવિતઓ મા વ્યસ્ત.આજે પણ મને એ દિવસો યાદ છે..કોલેજ મા રિસેશ મા નસ્તો કર્યા બાદ બધા સહિયર પુર્તિ માથિ ગઝલો અને કવિતાઓ વાંચવા બેસિ જતા. આજે આ પ્રસંગ વાંચિ ને મને એ દિવસો યાદ્ અવિ ગયા, તામારા એ શોખ ને આજે કલમ સ્વરુપે જોતા ખુબ ખુબ આનંદ થાય છે.

  અત્યન્ત સામન્ય પ્રસન્ગ ને ” અસામન્ય” ઢબ મા વર્ણાવા નિ તમરિ શક્તિ ને દાદ આપવિ પડે.
  તમરા પેહેલા પ્રય્ત્ન માટે તમને ખુબ ખુબ અભિનંદન.

  આગળ પણ તમરા અનુભવો કેહ્તા રેહજો.

  હવે તો તમે હોશિયાર થઈ ગયા હસો ખરિદિ કરવા મા.

  .

 14. Amar સપ્ટેમ્બર 11, 2007 પર 5:50 પી એમ(pm)

  Hi All, I am the one who wanted to buy Dress in the story. Khare khar hame badhae ghano ghano saras samay (3months) sathe vitavya hata. Te pachi sauthi pehla marej alag javanu thayu jyare maru transfer Pune thai gayu. Aam to khus hato karan ke ghar(Gujarat) thi najik aavva malyu hatu pan khare khar tyare mane ehsas thayo ke hyderabd dur hatu pan su saras maja ni jindagi jivi rahya hata.

  Nikul your narration was Awsome. Manva ma nahi aave, jyare hu aa lekh vachi rahyo hato tyare hu mara room ma sav eklo hato ane tem chata hu khad khadat hasi padyo hato. As every one said it was so well written that it was holding till the last word i read.

  I am proud on you to get so much accolade of ur article. Keep writing…..

 15. neetakotecha સપ્ટેમ્બર 11, 2007 પર 6:25 પી એમ(pm)

  khub maja aavi vanchvani.
  mahesus thatu hatu k tyare su thau hase
  ane e hasvu pan mahesus thatu hase k kevi rite aap badha friends maline hasiya haso.
  khub maja aavi

 16. Dhara સપ્ટેમ્બર 11, 2007 પર 10:26 પી એમ(pm)

  Dear Nikul,

  The “Gadya Vivaran”, “Ghatna Viveran” is nice. SHopping for awomen is really not that difficult; whether its a mother, a sister, a wife or a daughter. They just get the feel behind the gift/surprise.

  The way you have shown love for the one sister of five brothers is what touches her after all.

  Have you told this incident to the one who was gifted with that dress material ?

  Love
  – Dhara

 17. jjkishor સપ્ટેમ્બર 12, 2007 પર 2:08 એ એમ (am)

  સાવ સહજતાથી રજુ થયેલી વાત સાવ સરળ ભાષામાં પ્રગટીને સાહીત્ય બનવા તરફ દોટ મુકે છે. લેખકને અભીનંદન અને પ્રકાશકનો આભાર.

 18. નીરજ સપ્ટેમ્બર 12, 2007 પર 8:16 એ એમ (am)

  વાંચવામાં થોડો મોડો પડ્યો.. પણ ખૂબ જ મજા આવી..

 19. Bhavna Shukla સપ્ટેમ્બર 12, 2007 પર 8:35 એ એમ (am)

  bhare bharkham vachata vachata kyarek avu pan hath ma avi jay ane sav jane halvaful thai javay. Nikulbhai bahu saras…….. Sureshbhai…aabhara…Nikulbhai ni anya saralta bhareli vato no labh aapata rahejo…khub aanand thayo.

 20. નિકુલ પટેલ સપ્ટેમ્બર 12, 2007 પર 12:15 પી એમ(pm)

  મિત્રો,

  આપ સૌના આટલો લાગણીસભર પ્રતિભાવો અને શુભેચ્છાઓ જોઇ ને ખરેખર ઘણો આનંદ થયો. આમાં સૌથી પહેલા મારે આભાર માનવો પડે સુરેશદાદાનો.. કે જેમને મને ઈજન આપ્યું.. “કંઈક” લખવા માટે.. અને મારા ધ્યાનમાં આ એક ઘટના આવી ગઇ લખવા માટે.. સમયના થોડા અભાવ ને લીધે એકી બેઠકે તો ના લખાણી આ વાત… પણ ત્રણ દિવસે, જેવી આવડી એવી, લખાઇ.. એમાં દાદા એ એડિટર નું કામ કર્યું અને પછી બ્લોગ પર મુકી આપી આ વાત.. આપ સૌની સમક્ષ..

  મને કાંઇ આપ ધુરંધરો જેવું લખતાં તો નથી આવડતું.. પણ તોયે આપ સૌ એ મારા આ પ્રયત્ન ને બિરદાવ્યો.. એ માટે આપ સૌનો ઘણો ઘણો આભાર…

  અને હા, આપની શુભેચ્છાઓ અને આશિષથી આગળ પણ “કંઇક” લખવા પ્રયત્ન કરતો રહીશ…

  ફરી એકવાર સુ.દાદાનો આભાર.. મારી નાની અમથી રચનાને બ્લોગ પર મુકવા માટે..

  ~ નિકુલ

  (માત્ર જાણખાતર.. મારું નામ નિકુલ છે.. નીકુલ નહિ.. 🙂 )

 21. સુરેશ સપ્ટેમ્બર 12, 2007 પર 1:24 પી એમ(pm)

  સોરી, નિકુલ !
  सोरी, निकुल! आदतसे मजबुर हुं !
  ઉપર સુધારી દીધું !
  ——————————-
  નેનુ કુંચુ કુંચુ તેલુગુ માટલાડુચુન્નાનુ. નેનુ રાજામંડ્રીલો ઉન્ડાનુ ! નેનુ હૈદ્રાબાદલો કોઠીબાજારલો આમૃડુ પરચેઝ કુંડાનુ !!
  [ મને થોડું થોડું તેલુગુ બોલતાં આવડે છે. હું રાજામુન્દ્રીમાં હતો. મેં હૈદ્રાબાદના કોઠીબજારમાંથી કેરી ખરીદી હતી. ]

 22. ruchiojhajoshi માર્ચ 16, 2010 પર 11:37 પી એમ(pm)

  hey
  Niks it was great reading ………………….
  the putli running thtough all you five pandavs and the methai jevi pehli pagar and finally the vikhaigayla pandavs………… was great
  Enjoyed reading maja aa gaya…………………..

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: