સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કારનો વીન્ડ સ્ક્રીન – એક અવલોકન

       રાતે પડતી ઝાકળ અને હવામાંથી ઠરતી ઝીણી રજકણો – આ બે મળીને કારનો વીન્ડ-સ્ક્રીન ગંદો થઈ ગયેલો હતો. બટન દબાવ્યું અને ખાસ પ્રવાહીના મીશ્રણવાળા પાણીની સેર છુટી. પછી વાઈપર ફેરવ્યું. અને કાચ એકદમ ચોક્ખો ચંદન જેવો.

       લે કર વાત ! એમાં તે શી મોટી ધાડ મારી?!
——————-

         ક્યાં ક્યાંથી આપણા માનસપટલ પર ઝાંખ આવી જતી હોય છે – ઝાકળનાં બીંદુઓ અને સાવ નાની અમથી રજકણ જેવાં પરીબળો આપણા વીચાર પટલને આવી ઝાંખ અર્પી જતા હોય છે.  બધું જ ધુંધળું દેખાય. કાંઈ સ્પશ્ટ ન દેખાય. ખાસ તો જ્યારે સામેથી તીવ્ર પ્રકાશનો પુંજ આપણી નજરને ચલીત કરી દેતો હોય ત્યારે તો આપણો રસ્તો પણ આપણને ન દેખાય.

      આવી ઝાંખ, વીચારોની અસ્પશ્ટતા, ધુંધળાપણું દુર કરવા ખાસ પ્રવાહી જેવી વીવેક સભર વીચારસરણીથી તેને ધોવું પડે. વાઈપર જેવા પ્રયત્નોથી એ બધો કચરો ઉશેટી નાંખવો પડે.

      તો જ આપણો માર્ગ આપણે સ્પશ્ટ રીતે જોઈ શકીએ.

3 responses to “કારનો વીન્ડ સ્ક્રીન – એક અવલોકન

 1. sunil shah સપ્ટેમ્બર 24, 2007 પર 6:50 એ એમ (am)

  ખુબ સુંદર રીતે વીચાર વલોણું ફેરવ્યું, સરસ માખણ કાઢયું.

 2. Chirag Patel સપ્ટેમ્બર 24, 2007 પર 7:54 એ એમ (am)

  હા દાદા! અને એ પણ રોજેરોજ કરવું પડે નહીંતર એટલું જાડું થર જામી જાય કે પછી ઘણો-ઘણો પ્રયત્ન કરવો પડે એને ધોવા માટે.

 3. pragnaju સપ્ટેમ્બર 24, 2007 પર 6:58 પી એમ(pm)

  એમાં તે શી મોટી ધાડ મારી?
  ધાડને પણ મારવાની વાત ઠીક નથી લાગતી
  અરે,સંતોની મમતાને મારવાની વાત પણ ગમતી નથી
  અભ્યાસ,વૈરાગ્ય,તેની સંપૂર્ણ શરણાગતીથી
  ફ્ક્ત માયાનૂ તરણું આંખ આગળથી હટાવે તેવી
  ગુરુ કૃપાની જરુર છે

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: