સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચીપીયો – માનસી પટેલ

       દરેકના જીવનમાં નાના-મોટા પ્રસંગો બનતા હોય છે, અને એમાંના કેટલાક ખુબ ઉંડી છાપ છોડી જતા હોય છે.  કેટલાક પ્રસંગો હસાવનારા, કેટલાક રડાવનારા તો કેટલાક જીંદગીના પાઠ શીખવાડનારા પણ હોય છે. મારા જીવનનો એક પ્રસંગ મારે અહીં બધાંને જણાવવો છે. 

        આ ત્યારની વાત છે, જ્યારે હું દસમા ધોરણમાં ભ­ણતી હતી. દસમાના વેકેશનમાં હું મારા કાકાના ઘરે પીતરાઈ ભાઈબહેનો સાથે થોડા દીવસ રહેવા અને રમવા ગઈ હતી. મારાં કાકા-કાકીને ચાર બાળકો – જોડીયાં ( દિવ્ય અને દ્રષ્ટિ) અને  બે નાની દીકરીઓ (આકૃતિ અને હાર્દિકા)  છે. એમની સાથે પાંચમી હું. અમે બધાં  ભેગાં મળીને મોજ-મસ્તી કરતાં હતાં.  નાનપણથી જ મને વાળ સાથે જુદી જુદી હેર-સ્ટાઇલના પ્રયોગો કરવાનો ખુબ જ શોખ. એટલે હું મારી બહેનના વાળ સાથે અખતરા કરતી’તી.

       મને થયું કે, લાવ આજે હું અંબોડાનો પ્રયત્ન કરું. એટલે મેં કાકીને કહ્યું, ” મારે અંબોડો વાળવો છે, તમારી પાસે ચીપીયા( અંબોડા માટે વપરાતા)  છે? મારે જોઇએ છે.”  કાકીએ કહ્યું , ” હશે આટલાંમાં કશેક. જો જરા. ”

      હું તો આસપાસમાં શોધી વળી. હું નવી નવી જગ્યાઓ જોતી જાઉં, અને એ કહેતા જાય કે , “અહીં હશે;  અરે અહીં નહીં હોય તો ત્યાં હશે.” અડધો કલાક સુધી શોધ્યા પણ કંઈ પતો ના પડ્યો; એટલે કાકીએ કહ્યું, ” માળું,યાદ નથી આવતું. ક્યાં મુકી દીધા, અત્યારે તો નથી મળતા, બેટા ! ” એટલે હું થોડી નીરાશ થઈ ગઈ, અને ગણગણાટ કરવા લાગી કે “એક તો બાર વર્ષે બાવો બોલ્યો, જા બચ્ચા, દુકાલ પડેગા !”

      અમારા વચ્ચેની વાતો મારાં બીજાં ભાઈ બહેન સાંભ­ળતાં હતાં. એમાંથી એકે  પુછ્યું, ” દીદી, તમારે શું જોઇએ છે, ચીપીયો? મને ખબર છે કે ક્યાં છે એ.  હું હમણાં જ જઈને લઈ આવું છું .” અમે બધાં વીચારમાં પડી ગયાં કે, ‘આણે વળી ચીપીયા કયાં જોયા હશે?’

       એટલામાં  રસોડામાંથી દિવ્ય  આવ્યો.  અને બોલ્યો, ” આ રહ્યો ચીપીયો.  અહીં રસોડામાં તો હતો. તમને લોકોને તો કશું શોધતાં જ નથી આવડતું! ”   ભાઈ  મારો ચીપીયો તો લાવ્યો, પણ રોટલી શેકવાનો !  તે હાથમાં મોટો ચીપીયો લઈને બલ્લવ રસોઈયાની જેમ ઉભો હતો.

       અમે બધાં પેટ પકડીને જે હસ્યાં છીએ, જે હસ્યાં છીએ, કે ના પુછો વાત!

~ માનસી પટેલ

       ઈલેક્ટ્રીકલ એન્જીનીયર, અને હાલ અમેરીકાના કેલીફોર્નીયામાં માસ્ટરનું ભણતી,  ચી. માનસીને મારું ઉંઝામાં લખાણ વાંચવું ગમતું તો નથી, પણ બહુ જ ખેલદીલીપુર્વક, તેણે મને તેની આ અનુભવકથા અહીં પ્રગટ કરવા અનુમતી આપી છે.

       ( સાચ્ચું કહું? શરુઆતમાં આ ચોંસઠ  વરસના ડોહાને પણ નહોતું ગમતું;  પણ હવે વાંચવાની ટેવ અને લખવાની  સરળતા થઈ ગઈ છે ! ઘણાં બધાંય ઉત્સાહથી અહીં અપાતાં લખાણો વાંચવા માંડ્યા છે, હોં ! )

9 responses to “ચીપીયો – માનસી પટેલ

 1. Ketan Shah સપ્ટેમ્બર 25, 2007 પર 3:00 એ એમ (am)

  છેક સુધી પકડી રાખે તેવુ લખાણ છે. લખવાની કળા ગમી. વચ્ચે થોડો અંદાજ તો આવી ગયો હતો કે આવુ કંઈક થશે.

  Keep it up

  – કેતન શાહ

 2. Harnish Jani સપ્ટેમ્બર 25, 2007 પર 5:41 એ એમ (am)

  Mansi has a sense of humor–She can come up with the stories like this from everyday’s life-Keep it up-

 3. DR. CHANDRAVADAN MISTRY સપ્ટેમ્બર 25, 2007 પર 6:11 એ એમ (am)

  NANA BACHAPAN NA BANAVTHI MANSINI LAKHAVANI SHARUAT…..Nice short story written in gujarati…..Congratulations Mansi….Keep the spirit>>>>> Dr. Chandravadan Mistry Lancaster CA

 4. pragnaju સપ્ટેમ્બર 25, 2007 પર 12:18 પી એમ(pm)

  “સાચ્ચું કહું?
  શરુઆતમાં આ ચોંસઠ વરસના ડોહાને
  પણ નહોતું ગમતું;”
  સુપર કન્ડકટરમાંથી સોંસરવો ઉતરે તેવો અમારો અનુભવ- અમે વાંચ્યો.ચાલ ત્યારે ગમ્મત પડે તેવા અનુભવમા અમારો અનુભવ ઉમેરી થોડી ગમ્મત કરીએ!
  અમારી વાત થોડી આગળ ચાલી.
  પહેલા હેરપીન પણ આવી- રસોડાનાં ચીપીઆ જેવી જ હતી.પણ એક વાર માનસીને તૈયાર થતાં વાર લાગી તેથી ડોહાએ તે પીનપર સાંણસી વારંવાર ઠોકતા તે હેરપીન વાંકી-ચૂંકી થઈ ગઈ.તેવી પીન વાપરવાની માનસીને ફાવટ આવી ગઈ… તેની પેટન્ટ કરાવી અને તે ખૂબ કમાઈ.તેણે કહ્યું તમારી વાત સાચી…ડોહા વગર ગાડા ચાલે નહીં
  લી ૬૯ વર્ષની ડોહી

 5. Vaibhav shah માર્ચ 19, 2010 પર 8:01 એ એમ (am)

  Tamne pan alag alag amboda vadvano shokh che?

 6. RAJESH SHAH સપ્ટેમ્બર 30, 2010 પર 11:42 એ એમ (am)

  I WANT TO TALK TO YOU. PLEASE contact me on my e.mail ID

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: